Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 79
________________ ૩૫ આમાં છ ઉદેશા છે. પહેલા श्री बृहतकल्प सूत्रम ઉદે શામાં માસકલ્પ, ઉઘાડી વસતિ, પડદો, ચિટાકર્મ, સાગારિક, શય્યાતર, સંખડી વગેરે અધિકાર છે. બીજા ઉદેશામાં ઉપાશ્રય, સાગારિકનો પરિહાર, ઉપકરણ, ઉપધિ, રજોહરણ વગેરે અધિકાર છે. ત્રીજા ઉદેશામાં ઉપાશ્રયમાં પેસવું, ચર્મ. ઓછાવત્તાં વસ્ત્ર, સાંધેલાં, નહીં સાંધેલાં વસ્ત્ર, શય્યા, અવગ્રહ, સંસ્તારક, વંદન વગેરે અધિકાર છે. ચોથા ઉદેશામાં ઉપઘાત નહિ કરનાર, પારાંચિત પ્રાયશ્ચિત્ત, પવિધ સચિત્ત, યાચના, ગ્લાન, કાલક્ષેત્રાતિક્રાન્ત, કલ્પાકલ્પ સ્થિતિક, ઉપસંપદા, અધિકરણ વગેરે અધિકારો છે. પાંચમાં ઉદેશામાં બ્રહ્મચર્યમાં અપાય, આહાર પાન વિધિ, બ્રહ્મચર્ય રક્ષા, વ્યવહાર, પુલાલબ્ધિ વગેરે અધિકારો છે. છઠ્ઠા ઉદેશામાં વચન કેવું બોલવું? કંટક આદિનો ઉદ્ધાર, ક્ષિપ્તચિત્તાદિ અને કલ્પસ્થિતિ વગેરે અધિકારો છે. આ ગ્રન્થમાં જીવિતસ્વામી, શ્રેણિક, ચંડuધોતન, આર્ય મહાગિરિ ગઈભિલ્લ-અબ્દપર્વતગજાગ્રપદ-કુત્રિકાપણ, સુકુમાલિકા વગેરેનો અધિકાર ટીકામાં આવેલો છે. આ રીતે બીજા છેદ ગ્રંથનો અધિકાર છે. આ ત્રીજું છેદ-વ્યવહાર વ્યવહાર-પાંચ પ્રકારનો જે વ્યવહાર તે જ વ્યવહાર. તેને આચરી રચાયેલું એવું જે આગમ તે વ્યવહારસૂત્ર. આનો ઉદ્ધાર નવમાં પૂર્વમાંથી કરવામાં આવેલો છે. વ્યવહાર અધ્યયનમાં દશ ઉદેશો છે. આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર, ધારણવ્યવહાર અને જિતવ્યવહાર એમ પાંચ પ્રકારના વ્યવહારો આ સૂત્રમાં બતાવ્યા છે. આચાર્યાદિ નવની વૈયાવચ્ચ તેનો પણ સમાવેશ આ સૂત્રમાં થાય છે. આચારથી ખસેલા-ભાવમુનિને પ્રાયશ્ચિતનો અધિકાર પહેલા ઉદેશામાં છે. એક યા શ્રી બૃહકલ્પસૂત્રમાં સાધુ - સાવીના મૂલગુલ, ઉત્તર ગુણોને લગતા પ્રાયશ્ચિતનો અધિકાર છે ઉત્સર્ગ તથા અપવાદનું ઝીણવટ ભર્યું વર્ણન છે. વિવાર વિગેરેમાં નહી ઉતરવા આદિ પ્રસંગે કઇ રીતે આચરણ કરવી તેમાં છવાયના અનુપયોગ કારણે લગતા દોષોનું શોધન જણાવેલ છે. પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી સંકલિત થયેલ છે. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100