Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 78
________________ તરીકે રાખી. પહેલી ચૂલિકા બહુ, श्री नीशीथ सूत्रम् બીજી બહુતર, ત્રીજી બહુતમ, ચોથી બહુતરતમ અને પાંચમી ચૂલિકા બહુ બહુતમ. તે આ આચારપ્રકલ્પનિશીથ અધ્યયન. આમાં વીસ ઉદેશો છે. પહેલો ઉદેશો માસિક પ્રાયશ્ચિત બીજો-ત્રીજો-ચોથો ઉદેશો તેમાં પણ તે લાગુ પડે. વળી તેનું સ્વરૂપ, પાંચથી ઓગણીશ ઉદેશો ચાતુર્માસિક પ્રાયશ્ચિતના, વીશમો ઉદેશા આલોચનાપૂર્વક માસિક-ચાતુર્માસિક ઇત્યાદિક પ્રાયશ્ચિત્તવિધિ બતાવનારો. પહેલાં વીસ સૂત્રો તે વ્યવહારના વીસ ઉદેશાને સૂચવનાર-જ્ઞાનાચાર વગેરે પંચ આચારોને લગતા દોષોના | પ્રાયશ્ચિતોનાં છે. નિશીથ- રાત્રિનો મધ્યભાગ. દ્રવ્યથી નિશીથ રાત્રે આવે, જયારે ભાવથી નિશીથ આચારપ્રકલ્પ, આચારપ્રકલ્પ એટલે આઠ પ્રકારનો કર્માંક જેનાથી જાય તે અપવાદ સહિત નિશીથ. આ નિશીથમાં વળી સંવત્સરી પલટાવનાર કાલભાચાર્ય, ઉદાયન રાજા, પ્રભાવતી દેવી, ગંધારશ્રાદ્ધ, કુમારનંદિ સુવર્ણકાર. જીવિતસ્વામિની પ્રતિમા સમ્યકત્વનું કારણ વગેરે અનેક વિષયો તેમાં જણાવેલા છે. બીજું છેદ-બૃહત્કલ્પસૂત્ર બૃહત્કલ્પ=એટલે ‘દશા-કપ્પ-વવહારાણાં' એવો જ ઉલ્લેખ યોગમાં કરવામાં આવે છે તે શ્રુતસ્કંધમાંનું આ એક કલ્પ. અધ્યયન. એને બૃહત્કલ્પ-વેદકલ્પ-કલ્પાધ્યયન એમ પણ સંબોધવામાં આવે છે. આનો નંબર છેદ ગ્રંન્થોમાં છે. કલ્પ એટલે સાધુનો આચાર. તે જેમાં ઉત્સર્ગ-અપવાદરૂપ વિસ્તારથી જણાવવામાં આવ્યો છે અર્થાત્ કલ્પ એટલે સાધુએ શું આચરવું જોઈએ? કે જે સંયમનું સાધન થાય, અકલ્પ એટલે સાધુએ તે ન આચરવું જોઈએ કે જેનાથી સંયમની વિરાધના થાય. આ વાતને જણાવનાર આ ગ્રન્થ છે. તેમાં સામાન્યથી વસતિ, પાત્ર, વસ્ત્ર, પ્રાયશ્ચિત વગેરે જણાવ્યા છે. શ્રી નિશીથ સૂત્રમાં સાધુના આચારોનું વર્ણન છે. પ્રાયશ્ચિત અને સામાચારી વિષયક વાતોનો ભંડાર છે.પમાદાદિથી ઉત્પાએ ગયેલા સાધુને તે સારું લાવે છે. આ આગમનું બાનું નામ આચાર પ્રકલ્પ છે. નિશીથ-મધ્યરાત્રિએ અધિકારી શિષ્યને ખાનગીમાં જણાવાય તેવું મહત્વપૂર્ણ આગમ છે. મૂક્ષ- હૃહ પોક છે. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100