Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 76
________________ पियन्ना सूत्रम् पण समाधिपयन्ना ૧૦. શ્રીમરણસમાધિપ્રકીર્ણક શ્રીમરણસમાધિપ્રકીર્ણકમાં અંત સમયે કરવાલાયક આરાધનાની વાતો ૬૬૩ ગાથાઓમાં વિસ્તારથી વર્ણવી છે. - ૧, મરણવિભક્તિ, ૨. મરણવિશોધિ, ૩. મરણસમાધિ, ૪. સંલેખનાશ્રુત, પ. ભક્તપરિજ્ઞા, ૬. આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક, ૭. મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણક ને ૮. આરાધના પ્રકરણક, આ આઠગ્રંથોનો સાર-આધાર લઈ આ પ્રકીર્ણકની રચના કરી હોય તેવું જણાય છે. મરણકાળે સમાધિને પમાડનાર વિધિ કહ્યો છે, તેથી આ પન્નાનું નામ મરણસમાધિપ્રકીર્ણક” પડ્યું છે. આ પ્રકીર્ણકનું ‘ચરણવિધિસંગ્રહ’ એવું બીજું નામ પણ છે. મરણ કાળે આત્માને સમાધિમાં રાખવાનો શો ઉપાય? તે પ્રશ્નનો ઉત્તર આપ્યા બાદ ૧પમી ગાથામાં આરાધનાના ત્રણ ભેદો બતાવ્યા છે તથા આરાધકનું વિરાધકનું સ્વરૂપ અને સક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ ૬૦ ગાથા સુધી વિસ્તારથી વર્ણવ્યું છે. ત્યાર બાદ અંત સમયે કરણીય આલોચના, સંલેખના, ક્ષમાપના, કાલ, ઉત્સર્ગ, અવકાશ, સંસ્મારક, નિસર્ગ વૈરાગ્ય, મોક્ષ, ધ્યાનવિશેષ, વેશ્યા, સત્વ, પાદપોપગમન આદિ ૧૪ દ્વારોનું વિવેચન કર્યું છે. આચાર્ય ભગવંતના ગુણો, શલ્ય દૂર કરી જ્ઞાનાદિ આરાધનાનો ઉપદેશ, અનશન તપનું લક્ષણ વર્ણન કરી સંલેખનાનો વિધિ બતાવ્યો છે. આ સંલેખના બાહ્ય અત્યંતર બે ભેદ છે. (સંલેખન એટલે કાયા અને કષાયોને કુશ એટલે પતલા કરવા.) ક્રમશઃ પ્રત્યાખ્યાન અને પંડિતમરણની વ્યાખ્યા જણાવી મહાવ્રત તથા મોક્ષપ્રાપ્તિનો ઉપદેશ આપી, અભ્યત મરણની બીના જણાવી છે, પછી ક્રમશ: આચાર્ય મા પથનામાં સમાધિ- અસમાધિ પરણનો વિસ્તૃત વિચાર કરી મરણ સુધારવાની બાદશ પદ્ધતિનો તેમાં ધનની પંથલતા, કષાયની ઉતા, વાસનાની પ્રબળતા રોકવાના અમુક ઉપાયો, મને મારાધક પુણ્યાત્માના અનેક દાંતનો સમાવેશ છે. એક ૮૩ આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100