________________
ચોમાસામાં તપસ્યા કરીને શિયાળામાં સંસ્કારકવિધિ કરવી જોઈએ તેવો મુખ્ય માર્ગ બતાવ્યો છે. આવી નિર્મળ આરાધના કરીને આત્મહિત સાધનારાઓના દૃષ્ટાંતરૂપે અર્ણિકાપુત્ર, આચાર્યધક સૂરિના શિષ્યો. સુકોશલમુનિ વગેરે જણાવ્યા છે. સંસ્તારક ભાવમાં રહેલ મુનિ સાગારપ્રત્યાખ્યાન કરે છે. અવસરે પાણીનો પણ ત્યાગ કરે છે. નિર્મમત્વ ભાવમાં વર્તતો આચાર્ય આદિ સકલ જીવરાશિને ખમાવતાં તે મુનિ મહાન કર્મનિર્ભર કરે છે. આ સંસ્તારકની યથાર્થ આરાધના કરનાર ભવ્ય ત્રીજે ભવે અવશ્ય મોક્ષે જાય છે.
પ્રાન્તમાં સસ્તારકને ગજેન્દ્રસ્કંધની ઉપમા આપીને મુનિને નરેન્દ્રચન્દ્ર ઉપમા આપી આચાર્યશ્રી એ “સુદાં મvi 1 fહંત'' આ પદથી સુખસંક્રમણની યાચના માંગણી અભિલાષા વ્યક્ત કરી. એ સંસારકની કેટલી મહત્તા છે તે જાણવા આટલું બસ થઈ રહેશે.
તા.ક. જ્ઞાની ગુરુ પોતાના જ્ઞાનથી અંતકાળ નિકટ જાણ્યા બાદ યોગ્યને સંથારો કરાવે છે. ૭. શ્રીગચ્છાચાર પન્ના
આ ગચ્છાચારપનાનું નામ યથાર્થ છે. ગચ્છ=સાધુ સમુદાય તેમના આચારોનું વર્ણન એટલે ગચ્છાચાર.
वारणा
चायणा
सारणा
पडिचायणा
શ્રીમહાનિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્રના આધારે આચાર્યો, સાધુઓ તથા સાધ્વીઓ આ ત્રણની મર્યાદા-કર્તવ્ય-સ્વરૂપ આદિ આ પન્નામાં
વર્ણવ્યાં છે. આદિમાં પ્રભુવીરને વાંદીને બીજી ગાથાથી ૭મી ગાથા સુધી ગચ્છમાં રહેતા મુનિઓને સાચો લાભ થાય તે વર્ણવ્યા છે. ૮મી ગાથાથી-૪૦મી ગાથા સુધીમાં ઉત્તમ અને અધમ આચાર્યોનાં લક્ષણો બતાવ્યાં છે. પછીની ૬૬ ગાથાઓમાં સાધુઓના આચારોનું વર્ણન
આગમની સરગમ
પA