________________
રાખ્યું છે, જેનામ યથાર્થ કોટિમાં છે. तंदुलवेयाभियवयन्ना सच આની ગદ્યરચના અને પદ્યરચના
બહુ જ સુંદર છે. એમાં વિશિષ્ટ प्रसूति गृह શબ્દરચના સાથે અર્થની સંકલના
પણ પ્રૌઢ જ છે.
આ પ્રકીર્ણકના રચનાર મહાસમર્થ પ્રતિભાશાળી ગીતાર્થ શ્રીસ્થવર ભગવંત છે. આ પ્રકીર્ણકનો મુખ્ય વિષય અશુચિભાવના છે. અન્યત્ર દુર્લભ એવું અપૂર્વ બોધદાયક અશુચિભાવનાનું વિસ્તારથી વર્ણન અહીં કર્યું છે. આ પન્નામાં ગર્ભમાં રહેવાનું કાલમાન આવે છે. સ્ત્રી આદિની યોનિનું વર્ણન, ઋતુકાળનું વર્ણન, જે ટાઇમે જીવ ગર્ભમાં આવે તે જ વખતે માતાનું રુધિર અને પિતાના શુક્રનો આહાર કરે છે અને
તેમાંથી કલલ, અબ્દ, પેશી આદિ થાય છે તે અવસ્થાનું વર્ણન, શીરા-ધમની-રોમ આદિની સંખ્યાનું વર્ણન આવે છે.
ગર્ભમાં રહેલા જીવને મળમૂત્ર ન હોય, ગ્રહણ કરેલો આહાર, કાન આદિ ઇન્દ્રિયોરૂપે પરિણમે છે. શરીરના જે અંગમાં વીર્ય વધુ હોય તે પિતાના અંગો અને રૂધિર આદિની સંખ્યાનું વર્ણન આવે છે.
ગર્ભમાં રહેલો જીવ અશુભ ભાવનાથી મરીને નરકે જાય અને શુભ ભાવનાથી મરી સ્વર્ગે પણ જાય છે. ગર્ભમાં જીવનું શરીર કેવી રીતે રહે છે તથા જન્મ કેવી રીતે થાય છે તેનું વર્ણન આવે છે.
કોઈક પાપી આત્માનો ગર્ભાવાસકાળ ૧૨ વર્ષનો પણ કહ્યો છે. ત્યાર બાદ બાલદશા આદિ ૧૦દશા તેમજ આક્ષેપણી આદિ ૧૦અવસ્થાનું વર્ણન આવે છે. આવા વર્ણનથી સમજવાનું છે કે દુ:ખના નાશ માટે ધર્મની આરાધના જરૂરી છે. પુણ્યથી ઉત્તમ જાતિકુળ આદિ મળે છે. ત્યાર બાદ સંસ્થાન સંવનનનું સ્વરૂપ તથા અવસર્પિણીના આરાનું સ્વરૂપ આવે છે. ૧૦૦ વર્ષના યુગ, અયન, ઋતુ, માસ, પક્ષ, દિવસ, મુહૂર્ત, શ્વાસો શ્વાસની સંખ્યા, તંદુલની (ચોખાની) સંખ્યા, પાણીનું તેમજ એક વર્ષના દિવસાદિનું
આ પનામાં પંથ વૈરાગ્ય રસના ભંડાર છે. મનુષ્યપણાના ૧૦૦ વર્ષના આયુષ્યમાં 1,50,૮0,૦૦,૦૦૦ ચોખાના દાણાનો આકાર થાય છે. તે જ રીતે બીજી વસ્તુઓનો
માdiર થાય છે છતાં તૃપ્તિ ન થાય. ગભવિસ્યા, ઉત્પની વેદના, નાયુના 10 દશા | વિગેરેનં વર્ણન છે, તંદલભાત ખાવાના સંખ્યાના વિચારથી મા પંપનું નામ પડેલું છે.
મૂહ મો . વિષતિજ સાળા છે,
આગમની સરગમ