Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 70
________________ पयन्ना सूत्रम् श्री भक्तपरिजा સાથે ચૈત્યવંદન, શ્રીસંઘ તથા સકલ જીવરાશિ સાથે ખામણાં આદિ કરવાના હોય છે. ( શ્રીસંઘ તેમની આરાધના નિર્વિદને થાય તે માટે કાઉસગ્નમાં રહે છે. અને નિર્ધામક તેઓને વૈરાગ્યવર્ધક સંસાર નિસ્તારક અમૂલ્ય હિતશિક્ષા આપે છે, જેમ કે સંસારનું મૂલ મિથ્યાત્વ છે.” અગ્નિ, ઝેર કે કૃષ્ણસર્પ જે નુકસાન નથી કરતો તેનાથી અનેકઘણું ભયંકર નુકસાન મિથ્યાત્વ કરે છે, માટે તે માર્ગે તું જઈશ મા. પ્રમાદ કરીશ મા. શ્રીઅરિહંતને નમસ્કાર એ જ એક જ સંસાર ઉચ્છેદ માટે સમર્થ છે. પાંચ મહાવ્રતોનો અધિકાર ભાવના વધે તેવી રીતે વર્ણવ્યો છે. નિયાણાનો ત્યાગ કરવા સાથે પ્રાર્થનીય દુઃખક્ષય આદિ ૪ની રચના કરવાનું જણાવે છે. ક્યાય જય સાથે વેદના સહન કરવાનું ઉપદેશાયેલું છે. આવા વખતે કદાચ ભાવના પડી જાય તો તેને મજબૂત કરવા માટે અંવતિસુકુમાલ, સુકોશલમુનિ, ચાણકય આદિનાં અસરકારક દેખાતો સુંદર રીતે વર્ણવ્યાં છે. આ આરાધના ભાવને કલ્પવૃક્ષ ચિંતામણિરત્નની ઉપમા બતાવી આ અનશનની મહત્તા સૂચવતાં કહે છે કે જે જઘન્યથી આરાધના કરે છે તે પણ મહર્ધિક સૌધર્મ દેવલોકનો શ્રેષ્ઠદેવ બને છે અને ઉત્કૃષ્ટ આરાધનાથી ગૃહસ્થ ૧૨મા દેવલોકને પામે છે પુણ્યવંત સાધુ જો મોક્ષે ન જાય તો સર્વાર્થ સિદ્ધમાં જાય છે. આવા દિવ્ય લાભો વર્ણવ્યા છે. પ્રાન્તની બે ગાથામાં ૧૭૦ ગાથા ને ૧૭૦ તીર્થકર ૧૭૦ ક્ષેત્રની સંખ્યા સાથે વર્ણવી અધિકાર પૂર્ણ કર્યો છે. ૫. શ્રીલંદુલવૈચારિકપ્રકીર્ણક આ પ્રકીર્ણકમાં ૪૬૦ ક્રોડ ૮૦ લાખ તંદુલ (ચોખા)ના ઉપભોગની સંખ્યા જણાવી વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે, તેથી આ પ્રકીર્ણકનું નામ “નંદુલવેચારિક-પ્રકીર્ણક” આ ભક્ત પરિણા સૂત્રમાં ચારે બાહારનો ત્યાગ કરી ખણસ માટેની પૂર્ણ તૈિયારી જણાવી છે. પંડિત મરણના ત્રણ પ્રકાર 1) ભક્ત પરિણા ૨) ઇંગિની, | 3) પાદપોપગમન છે. ભક્ત પરિતા મરણ મ) સવિયર બ) અવિચાર, | એ બે પ્રકારનું છે. મોમાં ચાણયના સમાધિ મરણનું વર્ણન છે. | ૫૪ આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100