________________
જાણીને તેનો પરિહાર કરવો જોઈએ તે વાત જણાવી છે (૪) પાંચમા નરકવિભક્તિ અધ્યયનમાં સ્ત્રીના ઉપસર્ગમાં સ્થિર નહિ રહેનાર નરકગતિને મેળવે છે તેથી નરકવિભક્તિ અધ્યયન જણાવ્યું (પ) શ્રીમહાવીરસ્તવ અધ્યયનમાં જેમ મહાવીર મહારાજાએ ઉદ્યમ કરીને સર્વ કર્મનો ક્ષય કર્યો તેમ સાધુએ પણ ઉદ્યમ કરીને સર્વ કર્મનો ક્ષય કરવો જોઈએ તેમ જણાવ્યું છે (૬) સાતમાં કુશીલપરિભાષા તેમાં ગૃહસ્થ, અન્યતીર્થિક, પાસત્થા (અર્થાત શિથિલ સાધુ) તેનો ત્યાગ કરીને ઉચિત વ્યવહારને રાખનારો સંવેગ મગ્ન થાય તે વાત જણાવી છે (૭) આઠમા શ્રીવીર્ય અધ્યયનની અંદર સાધુ પંડિત વીર્યવાળો બને તેમ જણાવ્યું છે (૮) નવમા ધર્મ અધ્યયનમાં ધર્મનો અધિકાર છે (૯) દશમું સમ અધ્યયન. તેમાં સમાધિનો અધિકાર છે (૧૦) અગિયારમા માર્ગ અધ્યયનમાં મોક્ષનો માર્ગ બતાવ્યો છે (૧૧) બારમું સમવસરણ અધ્યયન એટલે બીજા મતોનું વિવરણ (૧૨) તેરમું યથાતથ્ય એટલે કપિલાદિ કુમાર્ગવાળાનું વર્ણન (૧૩) ચૌદમું શિષ્યના ગુણદોષ કહેવા રૂપ ગ્રંથ નામનું અધ્યયન છે. (૧૪) પંદરમું આદાનીય-સમ્યકત્વ આદિનું વર્ણન જણાવ્યું છે. (૧૫) અને સોળમું ગાથાષોડશક અધ્યયનમાં પંદર અધ્યયનોનો નિચોડ જણાવ્યો છે એ રીતે પહેલો શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે.
શ્રુતસ્કંધ બીજો:- તેના (૧) પહેલા અધ્યયનમાં જીવને પુંડરિક'ની ઉપમા આપીને પરમત અને સ્વમમતનો સંબંધ જોડ્યો છે (૨) બીજા અધ્યયનમાં ક્રિયાસ્થાનનું વર્ણન છે (૩) ત્રીજા અધ્યયનમાં આહારપરિજ્ઞાનું વર્ણન છે (૪) ચોથા અધ્યયનમાં પ્રત્યાખ્યાનનું વર્ણન છે (૫) પાંચમા અધ્યયનમાં આચારશ્રુતનું વર્ણન છે (૬) છઠ્ઠી અધ્યયનમાં આદ્રકવંશના આરદ્રકુમારના દર્શનથી હાથીનો મદ ઊતરી ગયો. અને તે હસ્તિ ધર્મકથાથી પ્રતિબોધ પામ્યો, પણ હસ્તિને બંધનથી મુકાવનાર એવા પણ આદ્ર સાધુ પ્રેમ પાસથી બંધાયા. એ વાત જણાવી છે. (૭) સાતમા અધ્યયનમાં નાલંદ એવું નામ હોવાથી જયાં અલં-થોડું કોઈ આપનાર નથી (ન+અલંદ) એવા રાજગૃહના નાલંદા પાડાનો અધિકાર આપ્યો છે. એ રીતે બીજા અંગના બીજા શ્રુતસ્કંધનો અધિકાર પૂર્ણ થાય છે.
૩. શ્રીસ્થાનાંગ સૂત્રસાર આમાં જગતના સમગ્ર પદાર્થો જૈનદર્શન બતાવે છે. આથી જગતના પદાર્થોનું વર્ગીકરણ કરી બતાવનાર ત્રીજું ને ચોથું અંગ છે. તેમાં એકોત્તર વૃદ્ધિએ દશ સુધીના પદાર્થોની ખતવણી જ ત્રીજા સ્થાનાંગમાં બતાવી છે અર્થાત્ એકથી દશ સુધીના પદાર્થો આમાં વર્ણવ્યા છે. આમાં દશ અધ્યયનો છે. સાધુપણાના આઠ વર્ષના પર્યાય આપવા યોગ્ય આ અંગ છે. આત્મા વગેરે “એક,”, જીવ-અજીવ વગેરે “બે”, નામ-સ્થાપના અને દ્રવ્ય વગેરે “ત્રણ”, ઉચ્ચ-નીચ વગેરે “ચતુર્ભગી', પાંચ મહાવ્રત વગેરે “પાંચ”, ષટ સ્થાનક વગેરે “છ”, અંડજ વગેરે ઉત્પત્તિ સ્થાન “સાત'', આઠ કર્મ વગેરે
આગમની સરગમ