Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 61
________________ ઉપાંગ સાતમું=જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ જંબુદીવપન્નત્તિ- જંબુ નામના श्री जंबूदीप सूत्रम् દેવતાના રહેઠાણ ઉપરથી જે ઓળખાય છે ઉપલક્ષિત તે દ્વીપ, તેને પ્રકર્મથી જણાવવું તે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ. આની અંદર અધ્યયનોના બદલે વક્ષસ્કારોથી વિભાગ પાડેલા છે. ટીકાકારે આ પન્નત્તિમાં સાત વક્ષસ્કાર પાડેલા છે. પહેલા વક્ષસ્કારમાં ભરતક્ષેત્ર સુધીનો, બીજા વક્ષસ્કારમાં કાળચક્રરૂષભદેવ ભગવાનનું ચરિત્રી, પુષ્પરાવર્તમેઘ વગેરેના અધિકારનો અને ત્રીજા વક્ષસ્કારમાં ભરત ચક્રવર્તીના વર્ણનથી માંડી નમિ-વિનમિ સુધીનો અધિકાર છે. ચોથા વક્ષસ્કારમાં ભરતઐરાવતને છોડીને બધાં ક્ષેત્રો અને પર્વતોનો અધિકાર છે. પાંચમા વક્ષસ્કારમાં તીર્થંકર પ્રભુના જન્માભિષેકનું વર્ણન છે. છઠ્ઠા વક્ષસ્કારની અંદર ખંડા, જોયણ વગેરે દશ દ્વારોએ જંબુદ્વીપના પદાર્થોનું વર્ણન છે. સાતમા વક્ષસ્કારની અંદર જ્યોતિષચક્ર અલ્પબદુત્વ, સંવત્સર વગેરે કાળ અને જંબુદ્વીપ શાશ્વતાઅશાશ્વતાનો અધિકાર છે. આ રીતે સાતમું ઉપાંગ પૂર્ણ થાય છે. આઠમું ઉપાંગ નિરયાવલિકા નિરયાવલિકા:- પ્રણાલિકા પ્રમાણે નિરયાવલિકા પંચક ગણવામાં આવે છે એટલે ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ એ પાંચે ઉપાંગો ભેગા ગણે છે અને એકેકને જુદા અધિકારરૂપે તે વર્ગ ગણે છે. તેમાં પ્રથમ વર્ગ નિરયાવલિકાનો છે. આની અંદર નિરયાવલિયામાં નરકમાં આવલિકા પ્રવિષ્ટ અને ઇતર નરકોનું વર્ણન છે, તે નરકમાં જનારાના અધિકારને જણાવનાર આ આઠમું ઉપાંગ છે. નિરયાવલિકા. તે અંતકૃદશાનું આ ઉપાંગ છે. આની અંદર અધ્યયનો પાડવામાં આવેલાં છે. પ્રથમ વર્ગમાં અધ્યયન દશ છે. બી રંબદ્રીપ પ્રગતિ એ શાતાધર્મકાંગિનું ઉપગ છે. આ આગમ મુખ્યત્વેભુગોળ વિષય છે. કાલયનું છ આરાનું સ્વરૂપ બહુજ સુંદર રીતે જણાવ્યું છે. ઉપરાંત જંબુઢીપના શાયત પદાર્થો, નવનિધિ, મેરૂપર્વત ઉપર તીર્થકરના અભિષેક, કુલધરનું સ્વરૂપ તથા શ્રી ઋષભદેવ અને ભરત મહારાજનું પણ પ્રાસંગિક વર્ણન છે. જય માતાને ધામ આગમની સરગમ xy

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100