Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 66
________________ पयन्ना सूत्रम् श्री चउसरण पयन्ना ૩. સુકૃતાનુમોદનાઃ- એટલે મહાભાગ્યયોગે દાન, શીલ, તપ, ભાવ, તીર્થયાત્રા, મુનિભક્તિ, સાધર્મિક-ભક્તિ, સામાયિક, પૌષધ, ઉપધાન, સ્વાધ્યાય, પરોપકાર, શ્રીચતુર્વિધ સંઘ ની બહુમાનપૂર્વકની ભક્તિ, જિનબિંબ ભરાવવા, જીર્ણ મંદિરનો ઉદ્ધાર, તીર્થરક્ષા આદિ જે જે સુકૃતો કર્યા હોય તેની અનુમોદના કરું છું. આવાં ધાર્મિક કાર્યો કરવાનો શુભ અવસર પ્રાપ્ત થાઓ ઇત્યાદિ ભાવના ભાવવી. આ રીતે જણાવેલાં ત્રણ કાર્યોની ભાવના જયારે મન અંકલેશ વાસિત થયું હોય ત્યારે વારંવાર ભાવવી અને કલેશરહિત અવસ્થામાં પણ આ ભાવના અવશ્ય ત્રિકાલ ભાવવી જોઈએ, આથી કુશલાનુબંધ થાય છે તીવ્રરસવાલી અશુભ કર્મની પ્રકૃતિ મંદરસવાળી થાય અને મંદરસવાલી શુભ પ્રકૃતિ તીવ્રરસવાળી બને છે. આ ભાવનાવાળો જીવ પરંપરાએ મોક્ષસુખ પામવાવાળો થાય છે. આ પન્નાનું બીજું નામ કુશલાનુબંધિ’ અધ્યયન છે. ર. શ્રીઆતુરપ્રત્યાખ્યાનનો સાર શ્રીઆતુરપ્રત્યાખ્યાન “આતુર” એટલે રોગથી ઘેરાયેલા આત્માને પરભવની આરાધનાના અવસરે કરવા યોગ્ય પ્રત્યાખ્યાન'નું વર્ણન, જેમાં આવે તે આતુરપ્રત્યાખ્યાન કહેવાય છે. (આ પન્નામાં બાલમંડિતમરણ અને પંડિતપંડિતમરણનું વર્ણન આવે છે.) બાલપંડિત=સમ્યગૃષ્ટિ, દેશવિરતિધર (અવિરતિની અપેક્ષાએ બાલ અને વિરતિ ગુણ ધારણા કરે છે તે અપેક્ષાએ પંડિત), પંડિતપંડિત=સર્વવિરતિધર. આ બન્નેના આ પચનમાં આરાધક ભાવને વધારવા અરિહંત-સિધ્ધ - સાધુ અને ધર્મ એ ચાર શરણની મહતા, દકૃતની ગહ, સકતની અનુમોદના ખૂબ માર્મિક રીતે જણાવી છે. ચૌદ સ્વપનના નામોલ્લેખ છે. આ સૂત્ર ચિત્ત પ્રસનતાની ચાવી છે. 'ત્રિકાલ પાઠથી ચમત્કારિક લાભ થાય છે. સૂત્રનું બીજું નામ કુશલાનુબંધિ છે. એ રકમ નકયાય છે, આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100