________________
શરીર ૧૨. પરિણામ, ગતિ વિગેરે દશ પ્રકાર ૧૩. ક્રોધ વિગેરે તેમજ અનંતાનુબંધી વિગેરે ૧૪. પાંચ ઇન્દ્રિયો અને તેના આકાર વિગેરે ૧૫. પંદ૨ પ્રકા૨નો આત્મા, વ્યાપાર-પરિસ્પંદન ક્રિયા ૧૬. આત્મા કર્મની સાથે જેનાથી જોડાય છે તે લેશ્યા ૧૭. જીવ વિગેરે બાવીશ પદોની કાયસ્થિતિ ૧૮. સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાદષ્ટિનો અધિકાર ૧૯. ચોવીશ સ્થાનોમાં અંતક્રિયાનો વિચાર ૨૦. ઔદારિકાદિક પાંચ શરીરની અવગાહનાનો વિચાર ૨૧. કાયિકી વગેરે ક્રિયાનો વિચાર રર. પ્રકૃતિ બંધનો વિચાર ૨૩. કઈ પ્રકૃતિ વખતે કઈ પ્રકૃતિ બાંધે ૨૪. કઈ પ્રકૃતિને બાંધતો કઈ પ્રકૃતિને વેદે ૨૫. કઈ પ્રકૃતિનો અનુભવ કરતો
કેટલી બાંધે ૨૬. કઈ પ્રકૃતિનું વેદન કરે ૨૭. સચિત્ત વગેરે આઠ પ્રકારનો આહાર ૨૮. સાકાર-નિરાકાર એમ બાર પ્રકારનો ઉપયોગ ર૯. સાકાર પશ્યતા ને નિરાકાર પશ્યતા ૩૦. સંજ્ઞી-અસંજ્ઞી ૩૧. સંજય-અસંજય વિગેરે ૩ર. ભવપ્રત્યયિક અને ક્ષાયોપશમપ્રત્યયિક અવધિજ્ઞાન ૩૩. વેદ, જ્ઞાન, કાર્ય, સ્પર્શ, રૂપ, શબ્દ, મન વિષય પ્રવિચાર=પરિણામ ૩૪. શીતાદિ વેદના ૩૫. અને સાત સમુદ્દાત ૩૬. એ રીતે આ ઉપાંગની અંદર છત્રીશ પદોનું સ્વરૂપ બતાવ્યું છે.
पाप ४
पुण्य
अजीव
जीव ६
श्री पन्नवणा सूत्रम्
आश्रय ५
સંતર ધ
ગરા ૭
बंध ८
૧૫
મોક્ષ ૨
શ્રી પત્નવશા સૂત્ર એ સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. પ્રશ્નોત્તર શૈલીના આ ગ્રંથને ‘લઘુ ભગવતી સૂત્ર' પણ કહે છે. જૈન દર્શનના તાત્વિક પદાર્થોનો સંક્ષિપ્ત વિશ્વકોષ સમાન છે. આમાં નવતત્વની પ્રરૂપણા છે. છ લેશ્યાનું સ્વરુપ કર્મગ્રંથ સયંમ સમુદ્ધાંત જેવી મહત્વની બાબતો સમજાવી છે. આ ઉપાંગ સૌથી માટું છે, રત્નનો ખજાનો છે,
મહા - પપો જાય કપ છે.
પાંચમું અને છઠ્ઠું ઉપાંગ=સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ
સૂર્યપ્રજ્ઞપ્તિ એ ભગવતીજીનું ઉપાંગ છે અને ચન્દ્રપ્રજ્ઞપ્તિ એ છઠ્ઠા અંગ જ્ઞાતાજીનું ઉપાંગ છે. ચન્દ્ર અને સૂર્ય એમ બન્નેને ઉદેશીને રચાયેલ ઉપાંગો એટલે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિઃ જ્યોતિષચક્રની અંદર જ્યોતિષચક્રનો જે અધિકાર ચાલે છે તે અધિકાર સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા એ એકબીજાની સાથે સંબંધ ધરાવનાર હોય છે, તેથી જે વાત ‘સૂર્ય’ની બોલવાની હોય તે જ વાત ‘ચંદ્ર’માં બોલવાની હોય છે એટલે એ બે
આગમની સરગમ
૪૩