Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 52
________________ ૮. શ્રીઅંતકૃતદૃશાંગ સાર 39 श्री अंतकृतदशाग सूत्रम् આ અંતકૃતદશાંગ સૂત્રમાં અંતકૃત કેવલીઓનું વર્ણન આવે છે. ‘અંત સમયે કેવલજ્ઞાન પામી અંત મુહર્તમાં મોક્ષે ગયા હોય તેને અંતકૃત કેવલી કહેવાય છે. દ્વારિકા નગરીનાં વર્ણનથી આ આગમની શરૂઆત થાય છે. દ્વૈપાયન દ્વારા દ્વારિકાનો નાશ, અર્જુન માલી, અઇમુત્તા, શત્રુંજયનો અધિકાર જણાવ્યો છે. શ્રેણિક રાજાની ૨૩ રાણીઓની તપશ્ચર્યાનુ સુંદર વર્ણન છે. કુલ-૫૦૩ ૧૮. કુલ પ૦ ક – સાહિત્ય ઉપલબ્ધ છે. અંતકૃતદેશાંગ-આમાં આઠ વર્ગ છે. ભવનો અંત જેમણે કર્યો છે, તે પુણ્યવાનોનું જીવન જણાવ્યું છે, તે અંતકૃતદશા. આના પ્રથમ વર્ગમાં ‘ગૌતમ’ વગેરે દશ, બીજામાં ‘અક્ષોભ’ વગેરે આઠ, ત્રીજામાં ‘અણીયસ’ વગેરે ૧૩, ચોથામાં ‘જાલી’ વગેરે દશ, પાંચમામાં ‘પદ્માવતી’ વગેરે દશ, છઠ્ઠામાં ‘મંકાંતી’ વગેરે ૧૬, સાતમામાં ‘નંદા’ વગેરે ૧૩ અને આઠમામાં ‘કાલિ’ વગેરે દશ અધ્યયનો આવેલાં છે. તે પુણ્યવાનો કોનાથી પ્રતિબોધ પામ્યા, કઈ રીતે આરાધના કરી, કઈ રીતે તપ કર્યો અને ક્યાં મોક્ષે ગયા તે વગેરે વર્ણન આમાં આપવામાં આવ્યું છે. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100