________________
(૧) ઉત્પાત, (૨) આગ્રણીય, (૩) વીર્યપ્રવાદ, (૪) અસ્તિનાસ્તિપ્રવાદ, (૫) જ્ઞાનપ્રવાદ, (૬) સત્યપ્રવાદ, (૭) આત્મપ્રવાદ, (૮) કમ્મપ્રવાદ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ, (૧૦) વિદ્યાનુવાદપ્રવાદ, (૧૧) અવંધ્યપ્રવાદ, (૧૨) પ્રાણાયુ:પ્રવાદ, (૧૩) ક્રિયાવિશાલપ્રવાદ અને (૧૪) લોકબિંદુસાર, ચૌદ પૂર્વની અંદર દરેક પૂર્વમાં ‘વસ્તુ' નામના દશ વગેરે પેટા ભેદો છે અને પહેલા ચાર પૂર્વમાં દરેક પૂર્વમાં ચાર વગેરે ચૂલિકાવસ્તુ ચૂલિકારૂપ છે. આ રીતે બારમા અંગનું વર્ણન છે.
તેમાં-સમવાયાંગસૂત્રમાં આગળ છેલ્લે-વાચ્યાર્થ તરીકે જીવ અને અજીવ, અજીવમાં રૂપી અને અરૂપી એમ જણાવ્યું તેમજ દ્વાદશાંગી અર્થથી શાશ્વતી જણાવી છે. તેની આરાધના કરનાર મોક્ષે ગયા, જાય છે અને જશે તેમજ વિરાધના કરનાર અનંતકાળ રખડ્યા છે, રખડે અને રખડશે. તેવી રીતે આરાધના કરનાર અને વિરાધના કરનારની અનંતતા વગેરે જણાવી છે. આ રીતે સમવાયાંગ સૂત્રનો સાર સંપૂર્ણ થાય છે.
૫. શ્રી ભગવતીજી આ પાંચમા અંગમાં એક શ્રુતસ્કંધ, ૪૨ શતકો, અંતર શતકો, ઉદેશાઓ છે. સૂત્ર ૮૬૯, ગાથા ૧૭૪, મૂળ ગ્રંથાગ્ર ૧૬૦OOને ટીકા ૧૯OO૦ હજાર છે. સવા લખી ભગવતી આવું પણ કહેવાય છે. તેનો અર્થ એ થાય છે કે-મૂળ-ટીકા એ બે, અવમૂરિ અને તેના ઉપરનો ગુજરાતી બાલાવબોધ આ બધુંયે મેળવવામાં આવે તો સવા લાખ કેમ ન થતું હોય?
આનાં વિવાહપન્નતિ અને | વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પણ નામ છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ - વિશિષ્ટ પ્રકારે અભિલાપ્ય પદાર્થોનું નિરૂપણ જેમાં જણાવ્યું છે. વળી અર્થને જણાવનારાં પ્રકૃષ્ટ જ્ઞાનો જેમાં છે તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ. અત્રે શંકા થાય કે જો પંચમ અંગનું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ એવું છે તો “ભગવતીજી' એવું નામ ક્યાંથી આવ્યું ? તો જણાવવાનું કે ‘ભગુ' ધાતુ જુદા જુદા અર્થમાં વપરાયેલો છે, તેથી આ પૂજયાર્થીને જણાવનાર હુલામણનું સ્ત્રીલીંગી નામ “ભગવતીજી' પડ્યું છે
श्री भगवतीजी सत्र
ના ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પુછેલ ૩૬૦૦૫નોના સુંદર સમાવાનો છે.
અન્ય ગણધર - પાવક- વાવિકા અને રાક અજેનો દ્વારા પૂછાયેલ પનોત્તર પણ છે. મા આગમમાં અનેક વિષયોનું વિશિષ્ટ રીલીવી ગંભીર વર્ણન છે. ગુરુમુખે સાંભળવા જેવું છે.
આગમની સરગમ