Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 49
________________ અને આથી જ આ અંગને પૂર્ણ કરતાં “માવર્ડ ” એમ પણ જણાવે છે. એ રીતે એ નામ ગુણ વડે પડેલું છે અને તે પૂજ્યતાને જણાવે છે. - આ. શ્રીધર્મઘોષસૂરિજી મહારાજના ઉપદેશથી સંઘવી પેથડશાએ અગિયાર અંગ સાંભળવાનાં શરૂ કર્યા. તેમાં પાંચમા અંગમાં જ્યાં “ગોયમા” શબ્દ આવ્યો ત્યાં રંજિત થયેલા એવા એમણે સુવર્ણ ટાંક વડે પૂજા કરી અર્થાત્ “ગોયમા” શબ્દ બોલનાર “શ્રમણો ભગવાન મહાવીર” મહારાજા એટલે શ્રમણ ભગવાનના મુખમાંથી નીકળતો એવો “ગોયમા” શબ્દ છે, આથી જ્યાં “ગોયમાં” શબ્દ આવે ત્યાં સુવર્ણ ટાંક ચઢાવે. એમાં ૩૬000 હજાર પ્રશ્નો એટલે ઉત્તરમાં એટલી જ વખત “ગોયમા” શબ્દ આવે, તેથી ૩૬ હજાર ટાંક વડે પેથડશાએ પૂજા કરી. એમની પત્નીએ ૧૮૦૦૦ ટાંકથી અને એમની માતાએ ૯૦૦૦ ટાંકથી પુજા કરી હતી. આ પંચમ અંગ બેવડી મહોર છાપવાળું છે, કારણ કે વર્તમાન કાળમાં વર્તતાં એવાં અગિયાર અંગ શ્રીસુધર્માસ્વામીની વાચનાવાળાં ગણાય, છતાં આ પંચમ અંગની અંદર પ્રશ્નકાર તરીકે ગૌતમસ્વામી રહે એટલે શ્રી સુધર્માસ્વામી અને શ્રીગૌતમસ્વામી એમ બેવડી મહોર છાપ થાય. આ અંગે પ્રશ્નોત્તરરૂપે છે. એની અંદર શરૂઆતમાં પંચપરમેષ્ઠી નમસ્કાર, બ્રાહ્મી લિપિ, શ્રુતદેવતા નમસ્કાર, રાજગૃહી આદિનું વર્ણન, શ્રીમહાવીર ભગવાનનું વર્ણન, પર્ષદા, ગૌતમસ્વામીનું વર્ણન એમ જણાવી “વનમાને વર્તિા'વગેરેથી સૂટનું ઉત્થાન કરેલું છે. આની અંદર અનેક પદાર્થો આવે છે. આના યોગની અંદર અંધક-ચમર અને ગોશાળો. એની બે બે દત્તીઓ આવે છે. ટીકાકારે ભગવતીજીને “જયકુંજર' હાથીની ઉપમા આપી તેનું સુંદર સ્વરૂપ વર્ણવી બતાવ્યું છે. આમાં જીવાદિ તત્ત્વનું, જુદા જુદા આવતા પ્રસંગોનું વિસ્તૃત વર્ણન છે. જયંતિ શ્રાવિકાનો અધિકાર પણ છે. પહેલાં જમાલી નિલંવનો અધિકાર આમાં આવેલો છે. એ દષ્ટિએ વિચારીએ તો શ્રીમહાવીર ભગવાનના સંયમ પર્યાયના બેતાલીશ વર્ષના જીવન કાળનો ઇતિહાસ આમાં સમાયેલો હોય તેવો ભાસ થઈ શકે તેવું છે. ૬. શ્રી જ્ઞાતાધર્મકથા સારા જ્ઞાતાધર્મકથામાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ જ્ઞાત એ છે, બીજાનું નામ ધર્મકથા છે. પ્રથમ શ્રુતસ્કંધની અંદર ૧૯ અને બીજામાં ૧૦ વર્ગ છે. પહેલા ઉસ્લિપ્ત અધ્યયનમાં મેઘકુમારનું દૃષ્ટાંત આવેલું છે. મેઘકુમારને જે ફળ મળ્યું છે તે હાથીના ભવમાં પગ ઊંચો રાખીને સસલાને જે બચાવ્યું તેનું ફળ છે, પણ મતલબ તો તે કાઢવો કે માર્ગથી ખસતો હોય તેને ઉપદેશ આપીને માર્ગમાં લાવવો જોઈએ. બીજા અધ્યયનમાં જીવ આત્મા અને કાયાના બે કેદખાનામાં રહેલો છે, પણ છેવટે આ કાયા છોડવાની છે, છતાં લાભ ને હાનિ, ઉચિત-અનુચિત વિચારવું જોઈએ, એ ઉદેશ છે. ત્રીજા અધ્યયનમાં શંકામાં નુકસાન અને નિ:શંકમાં ફાયદો એ વાત જણાવી છે. ચોથા અધ્યયનમાં “કાચબા”ની ઉપમા આપીને ગુપ્ત-અગુપ્તપણાથી શું લાભ નુકસાન તે આગમની સરગમ ૩૩

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100