Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 45
________________ એટલે મોક્ષે જવાની ક્રિયા કરવી જોઈએ. એ આઠમા વિમોક્ષ અધ્યયનનો સાર છે (૬) મોક્ષ જવાને માટે ઉદ્યમિત જણાવીને સાધુનો ઉત્સાહ વધારવા નવમું ‘ઉપધાનશ્રુત અધ્યયન' છે. એ રીતે પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનો છે. જો બીજા શ્રુતસ્કંધમાં પહેલાં સાત અધ્યયનો રૂપ પહેલી ચૂલા તેમાં ક્રમે પિંડને ખોળવો, શધ્યા-વસ્તિને ખોળવી, બોલવાનો સંયમ રાખવો, કેવું બોલવું, વસ્ત્ર કઈ રીતે ખોળવાં, પાત્ર કઈ રીતે ખોળવાં અને છેલ્લે અવગ્રહ પ્રતિમા જણાવીને પ્રથમ સાત અધ્યયન રૂપ પ્રથમ ચૂલિકા પૂર્ણ કરી છે. તેવી રીતે સપ્તસપ્તતિકા' રૂપ બીજી ચૂલિકા છે. તેના જોગ અગાઢ છે. ત્રીજી ચૂલિકા ભાવના છે. તેમાં અપ્રશસ્ત પ્રશસ્ત દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને છેલ્લે મહાવીર ભગવાનનું સંક્ષિપ્ત ચરિત્ર અને મહાવ્રતોની પચ્ચીશ ભાવના જણાવી છે. ચોથી ચૂલિકા વિમુક્તિ-વિશેષ પ્રકારે મુક્તિ એટલે ભાવથી મોક્ષ એમાં અનિત્યત્વ, પરત્વ, રૂપ્ય, ભુજગત્વ અને સમુદ્રાદિ અધિકાર લઈને મોક્ષની વાત કરી છે. ૨. શ્રીસૂત્રકૃતાંગ સાર આચારની અંદર તત્પર થયેલો સાધુ સ્વસમય (પોતાનાં श्री सूत्रकृताग सूत्रम શાસ્ત્રો) અને પરસમય (બીજાનાં શાસ્ત્રો) બંનેને જાણીને સ્વસમયની અંદર તૈયાર થાય તે સૂત્રકૃતાંગનો મતલબ છે. તેના બે શ્રુતસ્કંધ પૈકી પહેલા શ્રુતસ્કંધનું ગાથાષોડશક નામ છે. પહેલાં સમય નામના અધ્યયનનો અધિકાર સ્વ પર સમય પ્રરૂપણા છે (૧) બીજાં અધ્યયન વૈતાલિક છંદમાં રચેલું હોવાથી તેને વૈતાલિક કહેવાય છે તેમાં વિદારકવિદારણ અને વિદારણીય અર્થાત કર્તા કરણ અને કર્મની વાત જણાવી છે (૨) ત્રીજા ઉપસર્ગ અધ્યયનમાં શાસ્ત્રને ભણેલાએ ઉપસર્ગ સહન કરવા જોઈએ તે વાત જણાવી છે. (૩) ચોથા સ્ત્રીપરિજ્ઞા અધ્યયનમાં ઉપસર્ગ સહન કરતાં સ્ત્રીના દોષો આ સંસકતાંગ સૂત્રમાં જગતના પદર્શન તથા વિવિધ દર્શનોની અપૂર્ણતા જણાવી સ્યાદ્વાદ સિદ્ધાંતનો સ્થાપના કરી છે. સાધુ આચારોનું, નરકના દુઃખોનું વર્ણન છે. આ આગમના અધ્યયનથી દ્રઢ શ્રદ્ધાવાળા થવાય છે. અા ૧૦૦ વક અમલ ન લઇ એક માત્ર મઢિત ઉપયત છે. આગમની સરગમ ૨૯

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100