Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 43
________________ ખાસ હાજરી આપી હતી. પૂજ્ય ગુરુદેવશ્રીના સંસારપક્ષે માતાજી મહારાજ સાથ્વી શ્રી સદ્ગુણાશ્રીજી મ. અને મ. સાધ્વી શ્રી સુલભાશ્રીજી આદિએ ઉમળકાભેર લાભ લીધો હતો. પરમતારક પૂજ્ય ગુરુદેવશ્રીની વાચનાની આ નોંધ મળી તદ્દનુસાર અહીં લેખન કર્યું છે. બાકી પૂજ્યશ્રીએ પૂ. આ. કે. શ્રી કૈલાસસાગરસૂરિ મ.ની ઇચ્છાથી (પોતે આચાર્ય હોવા છતાં પણ પૂજય ગુરુદેવશ્રીને વડીલ તરીકે જ માનતા હતા. જૈન મર્ચન્ટ સોસાયટીમાં, પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરિ મ.ની કામનાથી પાલિતાણામાં, પૂ. આ. શ્રી મુક્તિચન્દ્રસૂરિ મ.ની વિનંતીથી સમી અને સાબરમતીમાં, પૂ. આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી પીંડવાડામાં, પૂજ્ય ગચ્છાધિપતિ આ. કે. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ.ની આજ્ઞાથી કપડવંજમાં, પૂજ્ય ધર્મધુરંધરસૂરિ મ.ના આમંત્રણથી પાલિતાણામાં, ડો. મનુભાઈ, ડો. વસંતભાઈની વિનંતીથી રાજકોટમાં, પૂ. આ. કે. શ્રી મંગલપ્રભસૂરિ મ.ની આજ્ઞાથી શંખેશ્વરજીમાં એ જ રીતે બીજી વાર પૂ. આ. કે. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.ના નિમંત્રણથી શંખેશ્વરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ની આજ્ઞાથી પાલિતાણા જંબુદ્વીપ પ્રતિષ્ઠા પ્રસંગે અને શેઠશ્રી રમણલાલ છગનલાલની વિનંતીથી તેમના જ બંગલે મંડપ બાંધી ૨૧ દિવસની વાચનાઓ અદ્ભુત અને અલૌકિક રહસ્યોની છતી કરનારી થઈ હતી. આ તો મોટા સમૂહમાં થયેલી વાચનાની નોંધ છે. બાકી પોતાનો પરિવાર દશથી વધુ ઠાણાની સંખ્યામાં ભેગો થયો હોય ત્યારે દિવસમાં બબ્બે-ત્રણ ત્રણને વળી ક્યારેક ચચ્ચાર ટાઇમ વાચના ફરમાવતા હતા એવા ઊંઝા, ચાણસ્મા, પ્રતાપગઢ, ચારુપ, ઇન્દોર આદિના સ્થાનનો તો હું પોતે જ પ્રત્યક્ષ ગવાહ છું. પરમતારક પૂજય ગુરુદેવશ્રીના ગુરુદેવ શાસનજયોતિર્ધર મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. ઊંઝા મુકામે અષાઢ સુદ-૧૪ સં. ૨૦૩૪ના કાળધર્મ પામ્યા ત્યારે લાગેલા વજાઘાતથી ઉગરવા પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આગમના સ્વાધ્યાયનો સહારો લીધો હતો. એની પ્રતિજ્ઞા ચતુર્વિધ-સંઘ વચ્ચે આ મુજબ કરી હતી. ત્રણ વખત પિસ્તાલીસ આગમનો મૂળથી સ્વાધ્યાય કરવો. એક વખત પિસ્તાલીસ આગમનો અર્થથી સ્વાધ્યાય કરવો. આ પ્રતિજ્ઞાની પૂર્તિ કરવા સારું પૂજ્ય ગુરુદેવશ્રીએ અષાઢ વદ-પથી ૨૧ દિવસનું મૌન ધારણ કર્યું હતું. આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100