Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 41
________________ સુધીમાં તો માત્ર સામાયિક ઉપર જ વિવેચન ચાલ્યું હતું, પછી જિનપૂજા કેવી રીતે કરવી? એની શાસ્ત્રાધારે સુંદર સમજૂતી આપી હતી. - બપોરે ૧.૩૦થી ૨.૧૫ સુધીમાં અવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિ મ.ની ટીકા વંચાતી અને ૨.૩૦થી ૩.૧૫ પ્રવચન સારોદ્ધાર ગ્રંથ ઉપર વિવેચન થતું અને એ પછી એટલે કે ૩.૧પથી ૪ વાગ્યા સુધીના સમયમાં શત્રુંજય-માહાસ્ય વંચાતું હતું. એટલે રોજના ચાર ચાર કલાક વાચના ચાલતી. એમાં શ્રોતાવર્ગ પણ સારી એવી ભીડ ઊભી કરતો હતો. આ વાચનાના શ્રવણ માટે ખાસ આગમ-મંદિરમાં ૧૦થી ૧૨ શ્રાવકો રસોડું કરીને રહ્યા હતા. એમાં શેઠ શ્રી અનુભાઈ ચીમનલાલ, શેઠ શ્રી વસંતલાલ ઉત્તમચંદ્ર વૈદ્ય. (ઊંઝા ફાર્મસી) રમણભાઈ ચોકસી-ઊંઝા, રૂપચંદભાઈ મોરબીવાળા આદિએ પણ સારી ઉદારતા દાખવી હતી. વિ. સં. ૨૦૩૮માં વળી પાછી બે આગમ-વાચના થઈ. એમાં મહા સુદ-પથી જેઠ વદ ૦)) સુધીની વાચનામાં શ્રી દશવૈકાલિક સૂત્ર ઉપરની હારિભદ્રીય ટીકા પંચાઈ અને બીજા નંબરમાં શ્રી પંચસૂત્ર ઉપરની પણ હારિભદ્રીય ટીકા પંચાઈ. શેષકાલમાં આ વાચના હોવા છતાં રોજ ૨૦થી ૨૫ સાધુ ભગવંતો ૧૦૦થી ૧૨૫ની સંખ્યામાં સાધ્વીજી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકાની પણ સારી સંખ્યા ઉપસ્થિત રહેતી. આમ તો પાલિતાણાના આ ચોમાસા બાદ પાટણ તરફ પૂજ્યશ્રીએ વિહાર આદર્યો હતો, પરંતુ વલભીપુર આવતાં બી.પી. હાઈ થઈ જતાં ચક્કર આવ્યા. રસ્તામાં જ પૂજ્યશ્રી પડી ગયા. એમાં ડાબા પગે ઈજા થઈ, જેથી ૧ મહિનો વલભીપુરમાં જ રહેવું પડ્યું. એક મહિનાથી વધુ આરામ માટેના રોકાણ દરમ્યાન સંઘ પ્રેરિત થયો અને ઘોઘાના સંઘમાં પધારવા પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી એટલે પૂજ્યશ્રી ત્યાં સંઘમાં પધાર્યા. ઘોઘામાં જ પોષદશમીની આરાધના કરી એમાં વદ-૧૧ના રોજ દીક્ષાના ૫૧મા વર્ષમાં પ્રવેશને અનુલક્ષી આરાધના કરી. એ પછી કામ આવી પડતાં પાછા પાલિતાણા જંબૂદ્વીપ જવું પડ્યું, પછી તો પાટણ જવાનું રદ થયું એટલે શેષકાળમાં વળી વાચનાનો ધોધ વહેવા લાગ્યો. એ પછી ગિરિવિહારના ટ્રસ્ટીઓની આગ્રહભરી વિનંતીથી ગિરિવિહારમાં ચાતુર્માસ કર્યું. અષાઢ સુદ ૧૧ના રોજ ભવ્યતાપૂર્વક ચાતુર્માસિક પ્રવેશ થયો. ટ્રસ્ટીઓની વિનંતી હતી કે આ ચોમાસામાં વાચનાનું સવિશેષ આયોજન થાય, કેમ કે આવા આગમવેત્તા પૂજયશ્રીનો સંયોગ સાંપડ્યો છે તો એનો પૂરો લાભ ઉઠાવી લેવો અને વળી પૂજ્ય ગુરુદેવશ્રી માટે તો આ મનગમતી વાત હતી એટલે ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઈ. પતરાંનો વિશાળ શેડ બાંધવામાં આવ્યો અને ખૂબ સારી રીતે સજાવવામાં આવ્યો. આગમ-વાચનામાં લેવાતા આગમ ગ્રંથોના બહુમાન અર્થે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી, એમાં સજાવવાપૂર્વક આગમોને બગીમાં પધરાવવામાં આવ્યા અને અષાઢ વદ-રથી આગમ-વાચનાનો શુભારંભ થયો. છે. એમાં સવારે ૯.00થી ૧૦.00 શ્રી આચારાંગ સૂત્ર પર વાચના થતી અને ૧૦થી ૧૦.૩૦ સુધી ધર્મ ક્રિયાનાં રહસ્યોની સમજૂતી અપાતી, જેમાં માત્ર સામાયિકના વિષય આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100