Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 35
________________ એટલું તો મને યાદ છે કે પિંડવાડામાં પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિ મ. કપડવંજમાં પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી માણિક્યસાગરસૂરિ મ. શિવગંજમાં પૂ. આચાર્યદેવ શ્રી રામસૂરિ મ. (ડહેલાવાળા) પાલિતાણામાં પૂજ્ય આચાર્યદેવ શ્રી રામચન્દ્રસૂરિ મ. શંખેશ્વરમાં પૂજય આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરિ મ. સમી અને સાબરમતીમાં પૂજ્ય આચાર્યદેવ (એ સમયે પંન્યાસ) મુક્તિચન્દ્રસૂરિ મ. અમદાવાદમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરિ મ. (એ સમયે મુનિ) આદિએ પૂજ્યશ્રીને આગ્રહ કરી વાચના કરાવી હતી. (પૂ. આ. ભૂવનભાનુસૂરિ મ.ના) અને પોતાના શિષ્ય પરિવાર સામે તો વાચનાનો જોરદાર મારો ચલાવતા. મોટી સંખ્યામાં પરિવાર એકત્રિત થયો હોય ત્યારે તો ચચ્ચાર વાર વાચના ફરમાવતા, જેથી કોઈ સાધુને બીજી આડી-અવળી પ્રવૃત્તિ કરવાની નવરાશ જ ન મળે! ટોળ-ટપ્પા કે ગપ્પાં કે વિકથામાં ઘૂસવાનો અવકાશ જ ન રહે. અને એ વાચનાઓમાં પૂજ્ય ગુરુદેવશ્રી એવા એવા પદાર્થો પીરસતા, જેથી અમારા જેવાના મગજમાં વર્તમાન-કાળના સંદર્ભમાં અસંગત અને બેવજૂદ જેવી દેખાતી સમાચારીપ્રવૃત્તિ આજે પણ કેટલી બધી સમય-સંગત છે એની સમજણ બહુ જ સ્પષ્ટ રીતે થઈ જતી. આમ, પૂજ્ય ગુરુદેવશ્રી પોતાના ગ્રૂપમાં તો સદાય પ્રાય: વાચના આપતા જ હતા, પણ પછીથી પૂજ્યશ્રીએ સમૂહમાં અને જાહેરમાં વાચના દેવાની પણ શરૂઆત કરી.. સં. ૨૦૨૩માં ઇન્દોર ચોમાસા દરમ્યાન વેજલપુરના સુશ્રાવક શ્રી રતિલાલ પાનાચંદ ગાંધી આવેલા. એમણે પૂજ્યશ્રીને વિનંતી કરી. “સાહેબ! કોઈ સુકૃત કરવાની ભાવના છે. એ બહાણે પ્રાપ્ત લક્ષ્મીનો સદ્વ્યય કરવાની ઇચ્છા છે. આપ ફરમાવો મારા લાયક કયું સત્કાર્ય હોઈ શકે?’ ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે અત્યારના દેશ-કાળને જોતાં આગમ-વાચના બહુ જરૂરી છે. પર્વના કાળમાં આવા આયોજનો થતાં, જેથી ચતુર્વિધ-સંઘ એમાંય ખાસ પૂજય શ્રમણ શ્રમણીર્વાદ આગમના પદાર્થો અને રહસ્યોથી સંબુદ્ધ બને. ‘એ માટે શું કરવાનું?' ) વધુમાં વધુ પૂજય સાધુ-સાધ્વીજી એકત્રિત થાય અને બે-મહિના સુધી પ્રતિદિન ચારથી પાંચ કલાક વાચના થાય. તમારા વેજલપુર જેવા નાના ગામમાં આટલા બધાં સાધુ-સાધ્વીજી પધારે. એમને ગોચરી-પાણી નિર્દોષ મળે એ માટે વાચનાની સાથે ઉપધાનની આરાધના પણ આયોજાય તો ચતુર્વિધ સંઘની ભક્તિનો લાભ મળી શકે. રતિભાઈના મગજમાં વાત બરાબર બેસી ગઈ. એમણે વેજલપુર સંઘની સમક્ષ વાત મૂકી, સંઘે પણ હરખથી વાત વધાવી લીધી. - આ અરસામાં રતિભાઈને બહુ મોટી ઉંમરે પુત્ર-રત્નની પ્રાપ્તિ થઈ. આગમ-વાચનાના વાતાવરણમાં જન્મ થવાના કારણે પુત્રનું નામ પણ દેવદ્ધિ રાખવામાં આવ્યું. (દેવદ્ધિ; એ લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે આગમોને સર્વપ્રથમ વાર લિપિબદ્ધ કરનારા મહાપુરુષ હતાં) યોજનાને સફળ બનાવવા ચારે તરફથી તૈયારીઓ થવા લાગી. પરિણામે સં. ૨૦૨૪ પોષ આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100