Book Title: Agamni Sargam
Author(s): Hemchandrasagarsuri
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 36
________________ સુદ-૫ના દિવસે ભવ્ય ઠાઠ-માઠથી અને આગમયાત્રા કાઢવાપૂર્વક આગમ-વાચનાનો શુભારંભ થયો ત્યારે રતિલાલના પરિવારના સહુ સભ્યોએ સોનાની ગિનિથી આગમ-પૂજન કર્યું... આ આગમ-વાચના રોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૨ થી ૪ થતી હતી. એમાં શ્રી આચારાંગ સૂત્ર ભાગ-૧ સંપૂર્ણ (શીલાંકાચાર્યની ટીકા) શ્રી દશ પન્ના મૂળ શ્રી નંદિસૂત્ર મૂળ શ્રી યતિદિન ચર્યા શ્રી આવશ્યક સૂત્ર (અપૂર્ણ) આદિ ગ્રંથોની વાચના થઈ. દર ચૌદશ અને આઠમના ઉપરોક્ત આગમના બદલે પૂજ્ય સાધુ-સાધ્વીજીના ચાર સંબંધી વાચના થતી. આ વાચનામાં સાધુ-સાધ્વી અને દીક્ષાર્થી સિવાય કોઈ જ ગૃહસ્થને હાજર ન રહેવાનો કડક નિયમ હતો. આ વાચનામાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. પૂજય ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી મ. પૂજય ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ. પૂજય ગણિવર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂજય ગણિવર્ય શ્રી યશોભદ્રસાગરજી મ. પૂજય ગણિવર્ય શ્રી ટૌલોક્નસાગરજી મ. પૂજય ગણિવર્ય શ્રી વિમલસાગરજી મ. પૂજય ગણિવર્ય શ્રી શાંતિસાગરજી મ. પૂજ્ય મુનિરાજ શ્રી રામચંદ્રવિજયજી મ. આદિ ઠાણા ૪૦ ઉપસ્થિત હતા અને પૂજ્ય આચાર્યદેવ શ્રી નેમિસૂરિ મ.ના સમુદાયના તથા પૂજય આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિ મ.ના એકસોથી વધુ પૂજ્ય સાધ્વીજી ભગવંતો તથા ત્રણસોથી અધિક ઉપધાનતપના આરાધકો હાજર રહ્યા હતા. લગાતાર બે મહિના સુધી ચાલેલો આ જ્ઞાનયજ્ઞ ખૂબ જ રસાળ અને અભુત લાગતો હતો. વયોવૃદ્ધ પૂ. રૈલોક્યસાગરજી આદિ પૂજયો તો એમ જણાવતા હતા કે અમે પૂ. આગમોદ્ધારકશ્રીની પણ વાચના સાંભળી છે. એવી જ વાચના અહીં સાંભળવા મળે છે. આ પછી બીજી આવી સમૂહ વાચના વિ. સં. ૨૦૧૯માં ઉજમફઈ ધર્મશાળા (અમદાવાદ) ખાતે ચોમાસામાં થયેલી. આ ચોમાસાનો મુખ્ય લાભ પૂજ્યશ્રીના પરમભક્ત હીરાભાઈ કોલસાવાળાએ લીધેલો. આ ચોમાસામાં અષાઢ વદ-રથી કા. સુ-૧૩ સુધી ચાલેલી આ વાચનામાં શ્રી આચારાંગ પ્રથમ શ્રત સ્કંધ આગમની સરગમ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100