________________
(વાચનાની પરબેથી..)
ઠેર ઠેર વાચનાની પરબો યોજી આગમના ગંગા-પ્રવાહને વહેતો રાખવા માટે સતત કટિબદ્ધધતા દાખવનાર
આગમવિશારદ પંન્યાસ-પ્રવર ગુરુદેવ શ્રી અભય સાગરજી મ.સા.
પૂજય આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. પછી એમના જ પરિવારમાં એક મહાત્મા થઈ ગયા, જેઓ સુવિશુદ્ધ સમાચારીના પાલક, નવકાર મહામંત્રના અઠંગ સાધક હોવા સાથે મૂર્ધન્ય વિદ્વાન હતા. તેઓનું પુણ્યનામ છે પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ.! છે આ મહાપુરુષે પણ આગમવાચનાની પરંપરાને સારી રીતે પોષી છે. ચાલો, એનો પણ અહેવાલ જોઈ લઈએઃ
પૂજયશ્રી (પં. શ્રી અભયસાગરજી મ.) વારંવાર ફરમાવતા કે આજે વ્યાખ્યાન કરતાં વાચનાની વિશેષ આવશ્યકતા છે. વ્યાખ્યાનમાં એક પદાર્થ ઉપર એટલો બધો વિસ્તાર થાય છે કે લીધેલો ગ્રંથ શાયદ જ પૂર્ણ થાય, જ્યારે વાચનામાં શાસ્ત્રની પંક્તિના આધારે થઈ શકે છે. આ વિચારને સફળ બનાવવા પૂજ્યશ્રી યત્ર-તત્ર વાચનાનું આયોજન કરતાં એમાં મૌલિક ગ્રંથો ઉપર ખૂબ સુંદર પ્રકાશ પાથરતાં.
અને આમેય પૂજ્યશ્રીની વાચના-પદ્ધતિ બહુ જ સરસ, સુંદર, સુગમ અને સરલ હતી. શાસ્ત્રની પંક્તિઓને વ્યાકરણના માધ્યમે ખોલવાની એમની ખાસ ખાસિયત હતી અને શાસ્ત્રીય પદાર્થોના મૂળમાં રહેલા ઔદંપર્યાય અર્થ (ગુરુ-પરંપરાથી આવતો અર્થ) સુધી લઈ જવામાં પૂજ્યશ્રીની માસ્ટરી હતી, આથી જ પૂજ્યશ્રીની વાચનામાં પ્રબુદ્ધ પુણ્યાત્માઓની ભીડ સદાય બની રહેતી એટલું જ નહિ, જ્યારે પણ મોટા મોટા આચાર્યોનો ભેટો થાય ત્યારે પૂજ્યશ્રીની વાચનાની અચૂક અપેક્ષા વ્યક્ત કરતાં જ. આ
આગમની સરગમ