________________
સ્વ. શ્રી ચુનીલાલ નરભેરામ વેકરીવાળા
આપે આપબળે શૂન્યમાંથી સર્જન કર્યું. પૂન્યના ઉદયે સંપત્તિ અને સમૃદ્ધિ મળી છતાં પણ ભૂતકાળને ભૂલ્યા નહિ અને લક્ષ્મીને સદ્ઉપગ સ્વધર્મીઓ અને જનતા જનદન માટે ‘‘માનવ સેવા એજ ઈશ્વરની સેવા છે.” એવી આદશ ભાવનાથી જ્ઞાતિ કે જાતીના ભેદભાવ વગર કર્યો. આપના ધર્મ-પત્ની પ્રભાકુંવર બહેને પણ આપની આવી ઉમદા ભાવનાઓમાં હમેશા ખા અંતઃકરણ પૂર્વક સહયેાગ અને સહકાર આપ્યા. આપે આપના સમસ્ત પરિવારમાં, શ્રી મનુભાઈ તથા અ. સૈ. અરૂણાબહેનમાં તપ, ત્યાગ સંયમ અને સદાચાર, સચ્ચાઈ અને પ્રમાણિકતાના સંસ્કારોનું સિંચન કર્યું અને સાથે સાથે દાનની એવી ભવ્ય ભાવનાના વારસે આપે કે દાન હંમેશા હૃદયના ઉલ્લાસ અને ઉત્કૃષ્ટ ભાવથી કઈ પણ બદલાની, પ્રતિષ્ઠાની કે પ્રસિદ્ધિની આશા વગર આપજે. આપે વાવેલા આવા સંસ્કાર બીજમાંથી મનુભાઈએ સુંદર વૃક્ષ બનાવ્યું, આપની ભાવનાઓના પાણી પાઈને, જેની શીતળ છાયામાં સમાજના કેટલાએ કુટુંબ
ઠંડક અને ટાઢક અનુભવે છે.