Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
એમ કહેવું તે નરી મૂર્ખતા છે. અસ્તુ... અહીં આપણે પ્રતિક્રમણની ક્રિયાનો ભગવાને જે ઉપદેશ આપ્યો છે. તે કેટલો વ્યવસ્થિત અને ન્યાય સંગત છે, તે જોઈએ.
વ્યવહારિક કોર્ટના કાયદામાં પણ કોઈને મારવાનો વિચાર કરે તે એક પગલું, અને મારી નાંખે, તે બીજું પગલું ગણાય, આ બંને પગલાનો એક સરખો ન્યાય નથી. મારવાનો વિચાર કરે છે, તેને મર્યાદિત સજા થાય છે અને તેને કોર્ટમાં માફી પણ મંગાવામાં આવે છે, આ છે પ્રતિક્રમણ. મારી નાંખ્યા પછી માફી માંગવી પર્યાપ્ત નથી, તેને તો સજા થાય છે. સજા તે પ્રાયશ્ચિત્ત છે, આ તો ફક્ત વ્યવહાર દષ્ટિનું ઉદાહરણ આપ્યું છે. તે ઉપયોગને પણ સ્પર્શ કરે છે અને સ્વપ્નના દોષને પણ ધ્યાનમાં લઈ નિર્ણય આપે તેવી ન્યાયયુક્ત શ્રેણી છે. અસ્તુ...
અહીં આપણે પૂર્વમાં પ્રતિક્રમણ શબ્દનો અર્થ વ્યાકરણ દષ્ટિએ કર્યો હતો, અને ત્યારબાદ પ્રતિક્રમણની પરંપરાગત ભાવનાનો ઉલ્લેખ કર્યો છે, અહી વ્યાકરણ દૃષ્ટિએ પૂર્વમાં જે અર્થ કર્યો છે, જેમકે To go અર્થાત્ પ્રતિ એટલે લક્ષ, અને ક્રમણ એટલે તે તરફ જવું, આ ઉપરાંત પણ પ્રતિ શબ્દ, પ્રતિકારના અર્થમાં પણ વપરાયો છે. કોઈપણ વાતનો વિરોધ કરવો, અથવા ઊંડાઈથી તેના ઉપર પ્રકાશ નાંખવો, તેવો અર્થ જોવામાં આવે છે, જેમકે વાદ અને પ્રતિવાદ, ક્રિયા અને પ્રતિક્રિયા, રોધ અને પ્રતિરોધ, આ બધા શબ્દો પ્રતિ ઉપસર્ગથી જોડાયેલા છે, વાદ એટલે કથન, કોઈ પણ સિદ્ધાંતનો ઉલ્લેખ, જ્યારે પ્રતિવાદ એટલે તે કથનનો વિરોધાત્મક ઉત્તર, અથવા તે સિદ્ધાંત ઉપર વધારે ઊંડાઈથી સ્વતંત્રરૂપે કશું કહેવું, આ જ રીતે ક્રિયા શબ્દમાં પણ ક્રિયાથી ઉપજતી સામાન્ય અસરને પ્રતિક્રિયા કહેવામાં આવે છે.
ક્યારેક પ્રતિ શબ્દ વૃદ્ધિ અર્થનો સૂચક પણ બને છે. તે ગુણાત્મક વૃદ્ધિ સૂચવે છે, જેમકે ઉત્તર અને પ્રત્યુત્તર. ઉત્તર તે સામાન્ય શબ્દ છે. જ્યારે પ્રત્યુત્તર માં કોઈ આવેલા પ્રશ્નનો વિધિવત્ ઉત્તર અપાય છે. આમ પ્રતિ ઉપસર્ગ ગુણાત્મક વૃદ્ધિ પણ કરે છે. દર્શન શાસ્ત્રમાં યોગી અને પ્રતિયોગી એવા શબ્દો જોવામાં આવે છે. સામાન્ય અર્થમાં પ્રતિ તે અનુ નો વિરોધી ઉપસર્ગ છે. અહીં યોગી, અનુયોગી અને પ્રતિયોગી જેવા શબ્દો દર્શન શાસ્ત્રમાં વ્યાપ્ત છે. પ્રતિયોગીનો અર્થ ક્રિયાનો નિરોધક જે ભાવ છે. તેને પ્રતિયોગી કહેવામાં આવે છે. જ્યારે અનુયોગી યોગીનો સહાયક છે, અનુકરણીય છે, પગલે ચાલનાર છે, તેવો ભાવ સૂચિત થાય છે. અહીં આપણે આ ઉપસંહારમાં આવા કેટલાક પ્રતિ ઉપસર્ગના અર્થનો વિચાર કર્યા પછી પ્રતિક્રમણ શબ્દ ઉપર પણ
આ દષ્ટિએ થોડો વિચાર કરી આ પ્રકરણ સમાપ્ત કરીશું. ક્રમણ એ સામાન્ય ક્રિયા છે. તેમાં રૂઢિવાદી ક્રિયાઓ, સાંસારિક દુષિત ક્રિયાઓ અથવા જેમાં દોષ લાગ્યા હોય તેવી ધાર્મિક ક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. ક્રમણ એટલે સવારથી સાંજ સુધી જીવનનું
AB
32