Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી રૂપાબાઈ મ. જૈન આગમ સાહિત્યમાં આવશ્યકસૂત્રનું વિશિષ્ટ સ્થાન છે. તે ગુણ શૂન્ય આત્માને પ્રશસ્ત ગુણોથી આવાસિત, સુવાસિત કરે છે. આવશ્યકની આરાધના જીવનશુદ્ધિની સાધના છે. ગમે તે કોટિના સાધકોને માટે આવશ્યકની સાધના અનિવાર્ય
સાધના પથ પર કદમ-કદમ આગળ વધતો સાધક મોહનીયકર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી ઉદયભાવને આધીન બનીને ગમે ત્યારે માર્ગથી વ્યુત થાય છે, જાણતા કે અજાણતા દોષ સેવન કરે છે. માર્ગથી પતિત થયેલા સાધકને પુનઃ માર્ગ પર સ્થિત કરવા આવશ્યકસૂત્ર આધારભૂત છે. છદ્મસ્થદશામાં આવશ્યકની આરાધના જ સાધકોની પ્રગતિનો પ્રાણ છે, તેથી જ સંયમ સ્વીકાર કરનાર નવદીક્ષિત સાધુને સહુ પ્રથમ આવશ્યકસૂત્રનું અધ્યયન કરાવાય છે. રચનાકાલ અને વિષયવસ્તુ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકરો ચતુર્વિધ સંઘની
સ્થાપના કરે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારે તીર્થના સાધકોને પ્રતિક્રમણ કરવું અનિવાર્ય છે. પ્રતિક્રમણની આરાધના આવશ્યસૂત્રના આધારે જ થાય છે, તેથી સર્વ તીર્થકરોના શાસનમાં ગણધરો દ્વાદશાંગી સહિત આવશ્યક સૂત્રની રચના કરે છે. આ રીતે અંગસૂત્રોની જેમ આવશ્યકસૂત્રના રચયિતા પણ ગણધર ભગવંત જ હોય છે.
પ્રત્યેક તીર્થંકરોના શાસનમાં સાધુના દશ પ્રકારના કલ્પ હોય છે. તેમાં આઠમો પ્રતિક્રમણ કલ્પ છે. મધ્યના બાવીસ તીર્થંકરોના શાસનમાં પ્રતિક્રમણ કલ્પ સ્વૈચ્છિક હતો. સરળ અને ભદ્રિક સાધુઓ જ્યારે પાપસેવન થાય ત્યારે તુરંત જ તેની આલોચના કરીને તેનું પ્રતિક્રમણ કરી લેતા હતા, તેથી તે કાલમાં ઉભયકાલ પ્રતિક્રમણની આવશ્યકતા ન હતી. ભગવાન મહાવીરે પંપમદમ્બા સવિલમાં ધુમ્મ...પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા કરી. ભગવાન મહાવીરના શાસનમાં પ્રતિક્રમણ કલ્પ અનિવાર્ય બની ગયો. ઉપરોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરા સુધી આવશ્યકસૂત્ર હતું પરંતુ તેને ષડાવશ્યકનું ચોક્કસ ક્રિયાત્મક સ્વરૂપ ભગવાન મહાવીરના શાસનમાં પ્રાપ્ત થયું.
આવશ્યકસૂત્રમાં એક શ્રુતસ્કંધ તથા છ અધ્યયનો છે. તે છ અધ્યયન જ છે આવશ્યક રૂપે પ્રસિદ્ધ છે. શ્રી નંદીસૂત્રની આગમ સૂચિમાં આવશ્યકસૂત્રના છ અધ્યયના
-
50