Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮ ]
શ્રી આવશ્યક સૂત્ર
(૮) ચંદ્રપ્રભુ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચંદ્ર-રસ પાનનો દોહદ ઉત્પન્ન થયો, તેથી પ્રભુનું ચંદ્રપ્રભુ નામ રાખ્યું. (૯) સુવિધિનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતા સર્વ વિધિઓમાં– કર્તવ્યોમાં કુશળ થયા, તેથી પ્રભુનું સવિધિનાથ નામ રાખ્યું અથવા પ્રભુના દાંતની પંક્તિ પુષ્પસમાન સ્વચ્છ હતી, તેથી બીજું નામ પુષુદત રાખ્યું. (૧) શીતલનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાના કરકમલનો સ્પર્શ થતાં જ પિતાનો અસાધ્ય દાહજવર ઉપશાંત થયો, તેથી પ્રભુનું શીતલનાથ નામ રાખ્યું. (૧૧) શ્રેયાંસનાથ પ્રભુના પિતાને ત્યાં એક દેવાધિષ્ઠિત શય્યા હતી. તે શય્યા પર બેસનારને દેવકૃત ઉપસર્ગ થતો હતો, પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને તે શય્યા પર બેસવાનો દોહદ ઉત્પન્ન થયો, માતા દેવકૃત શય્યા પર બેઠા કે તુરંત જ દેવકૃત ઉપસર્ગ નાશ થયો. સહુનું શ્રેય-કલ્યાણ થયું, તેથી પ્રભુનું શ્રેયાંસનાથ નામ રાખ્યું. (૧૨) વાસુપૂજ્ય સ્વામી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે વસુ-ઇન્દ્ર વડે માતાની વારંવાર પૂજા થઈ, તેથી પ્રભુનું વાસુપૂજ્ય નામ રાખ્યું. (૧૩) વિમલનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાની બુદ્ધિ વિમલ-નિર્મળ થઈ, તેથી પ્રભુનું વિમલ નામ રાખ્યું. (૧૪) અનંતનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ અનંત-અનેક રત્નોથી જડિત સુંદર માળા જોઈ, તેથી અનંત નામ રાખ્યું. (૧૫) ધર્મનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાની બુદ્ધિ દાનાદિ ધર્મમાં વિશેષ દેઢ થઈ, તેથી ધર્મ નામ રાખ્યું. (૧) શાંતિનાથ- પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે નગરમાં મરકી આદિ રોગ-ઉપદ્રવની ઉપશાંતિ થઈ, તેથી શાંતિ નામ રાખ્યું. (૧૭) કુંથુનાથ–પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં કુંથુ-કંથવા જેવા સૂક્ષ્મ જીવો વગેરે છકાયના રક્ષક મુનિવૃંદને જોયું, તેથી કુંથુ નામ રાખ્યું. (૧૮) અરનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં રત્નમય પૈડાંના આરા જોયા, તેથી પ્રભનું અર નામ રાખ્યું. (૧૯) મલ્લિનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને મલ્લિ-માલતીના પુષ્પની સુગંધી શય્યામાં સૂવાનો દોહદ થયો, દેવે તે પૂર્ણ કર્યો, તેથી પ્રભુનું મલ્લિ નામ રાખ્યું. (ર૦) મુનિસુવ્રતસ્વામી– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતા સુવ્રતા થઈ અર્થાત્ વ્રતોને ધારણ કર્યા, તેથી પ્રભુનું મુનિસુવ્રત નામ રાખ્યું. (ર૧) નમિનાથ– પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે સર્વ અણનમ રાજાઓ પણ નમી ગયા, ઝૂકી ગયા, તેથી પ્રભુનું નમિ નામ રાખ્યું. (૨૨) અરિષ્ટનેમનાથ- પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં અરિષ્ટ રત્નમયી નેમિ-રથના