Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આવશ્યક-૪
|
૧
|
પ્રહરે સૂએ ત્યારે સાધુ સંયમી જીવનની મર્યાદાને લક્ષમાં રાખીને સાધકને યોગ્ય નિર્દોષ શય્યા ઉપર સમભાવપૂર્વક શયન કરે. સમ કે વિષમ શય્યાના વિષયમાં રાગ કે દ્વેષ કરે નહીં.
પ્રસ્તુત સૂત્રમાં બે વિભાગમાં વિવેચન કર્યું છે. પ્રથમ વિભાગમાં પ્રસિMાણ થી લઈને સરસ્વામી સુધીના પાઠમાં શય્યા સંબંધી દોષો અને સૂતા સમયની જીવની ચંચળ વૃત્તિના પરિણામે થતી કેટલીક કુચેષ્ટાનું નિરૂપણ છે અને માતાના..... થી લઈને પામોલ વિMરિયાસિયા સુધીના પાઠમાં સ્વપ્ન સંબંધી દોષોનું કથન છે. પIમલિાણ :- પ્રકામ શય્યામાં શય્યા શબ્દ શયનવાચક છે અને પ્રકામ વિશેષણ “અત્યંત"નું સૂચક છે, તેનો અર્થ વધુ સમય સૂઈ રહેવું, મર્યાદાથી અધિક સૂઈ રહેવું, ચિરકાળ સુધી સૂઈ રહેવું થાય છે. તેનો બીજો અર્થ પણ થાય છે. તેમાં “શે તેડવાતિ વ્યા' આ વ્યુત્પત્તિ અનુસાર શય્યા શબ્દ સંથારાનો વાચક છે અને પ્રકામ શબ્દ ઉત્કટ અર્થનો વાચક છે. તેનો અર્થ અત્યંત કોમળ અને સુંવાળી શય્યા ઉપર સૂવું થાય છે. આવા પ્રકારની શય્યા સાધુના કઠોર તથા કર્મઠ જીવનના માટે વર્જિત છે. અત્યંત સુંવાળી કે મુલાયમ શય્યા સાધુની સુકમાલવૃત્તિનું તેમજ પ્રમાદ ભાવનું પોષણ કરે છે, તેથી સાધકો માટે આવશ્યકતા વિના અત્યંત કોમળ શય્યાનો નિષેધ છે. fમલિાણ :- પ્રકામ શવ્યાનું પુનઃ પુનઃ સેવન કરવું અથવા પુનઃ પુનઃ ઘણા કાળ સુધી સૂઈ રહેવું, તે નિકામ શય્યા છે. ૩ષ્પકળાપ, પરિકળા-ઉદ્વર્તન અને પરિવર્તના - ઉદ્વર્તના – એકવાર પડખું ફેરવવું અર્થાત્ જમણા પડખે સૂતા હોય, તેમાંથી ડાબે પડખે સૂવું અથવા ડાબા પડખે સૂતા હોય તેમાંથી જમણે પડખે સૂઈ જવું. પરિવર્તના – વારંવાર પડખાં ફેરવવા અર્થાત્ જમણા પડખે સૂતા હોય, તેમાંથી ડાબા પડખે થવું, પુનઃ પડખું ફેરવીને જમણા પડખે થઈ જવું. આ રીતે એકથી વધુ વાર પડખાં ફેરવવા, તે પરિવર્તના છે. પથારીમાં એકવાર કે વારંવાર પડખાં ફેરવવા, તે સાધુની માનસિક ચંચળતાને સૂચિત કરે છે તેમાં જ જોયા કે પોંજ્યા વિના પડખાં ફેરવવાથી જીવવિરાધનાની પણ સંભાવના છે. આરંટળા, પીળTU– યતના વિના કે જોયા-પોંજ્યા વિના હાથ-પગ આદિ શરીરના અવયવોને સંકોચ્યા હોય, ફેલાવ્યા હોય, પડખાં ફેરવવાથી કે અંગોપાંગના સંકોચન કે વિસ્તારથી જુ આદિ કોઈ પણ શુદ્ર જંતુઓની વિરાધના થઈ હોય.
ઘણી પ્રતિઓમાં આવા શબ્દ પ્રયોગ છે તેનો અર્થ પડખાં ફેરવવા થાય છે. ઘણી પ્રતોમાં સંથારા ૩ષ્યા શબ્દ પ્રયોગ છે. તેનો અર્થ સંથારા ઉપર પડખા ફેરવવા, પથારીમાં પડખા ફેરવવા થાય છે.
- ઊંઘમાં અવ્યક્ત શબ્દોથી કાંઈક ગણગણાટ કર્યો હોય અથવા નિતં-સિત તબિન અવિના મુવત્રિશાં વરં વા મુડનાધાય જીત – અવિધિથી અર્થાત્ મુહપત્તિ કે હાથ આડો રાખ્યા વિના ઉધરસ ખાધી હોય.
FRID- કચકચાટ કરવો. વિષમ, કઠોર કે પ્રતિકુળ શય્યાની પ્રાપ્તિ થાય, ત્યારે કચકચ-અવ્યક્ત શબ્દોના ઉચ્ચારણ દ્વારા અણગમો પ્રદર્શિત કરવો. છીપ, મારૂણ..... અયતનાથી છીંક કે બગાસું ખાવું, પોજ્યા વિના શરીર ખંજવાળવું, સચેત રજયુક્ત વસ્તુનો સ્પર્શ કરવો વગેરે પ્રવૃત્તિઓમાં જીવવિરાધનાની સંભાવના છે અને તે ક્રિયાઓ દ્વારા સાધુની અસભ્યતા પ્રગટ થાય છે.