Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અંતિમ મંગલ
[ ૧૫૭ ]
પ્રગટ કર્યા છે, તેવા કૈલોક્ય પૂજનીય વીતરાગી સર્વજ્ઞ પુરુષ અરિહંત છે. અરિહંત શબ્દના વિસ્તૃત વિવેચન માટે જુઓ નમસ્કાર સૂત્ર. બજાવંતા–ભગવાનને ભારતવર્ષના દાર્શનિક અને ધાર્મિક સાહિત્યમાં ભગવાન ઉચ્ચ કોટિનો ભાવપૂર્ણ શબ્દ છે. તેમાં એક વિશિષ્ટ ભાવ છુપાયેલો છે. 'ભગવાન' શબ્દ 'ભગ' શબ્દથી બન્યો છે. ભગ સહિત હોય, તે ભગવાન કહેવાય છે.
ભગ શબ્દના છ અર્થ થાય છે– (૧) ઐશ્વર્ય-પ્રતાપ (૨) વીર્ય-શક્તિ અથવા ઉત્સાહ (૩) યશ કીર્તિ (૪) શ્રી શોભા (૫) ધર્મ-સદાચાર અને (૬) પ્રયત્ન-કર્તવ્યની પૂર્તિ માટે થતો અદમ્ય પુરુષાર્થ.
एश्वर्यस्य समग्रस्य, वीर्यस्य यशसः श्रियः ।
धर्मस्याऽथ प्रयत्नस्य, षण्णा भग इतीङ्गना ॥ જે મહાન આત્મામાં પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ વીર્ય, પૂર્ણ યશ, પૂર્ણ શ્રી, પૂર્ણ ધર્મ અને પૂર્ણ પ્રયત્ન હોય છે તે ભગવાન કહેવાય છે. તીર્થકર મહાપ્રભુમાં ઉક્ત છએ ગુણો પૂર્ણ રૂપે વિદ્યમાન હોય છે તેથી તે ભગવાન્ કહેવાય છે.
જે સાધક સાધના કરતાં-કરતાં વીતરાગતાના પદ ઉપર પહોંચી જાય છે ત્યારે તે ભગવાન બની જાય છે. જૈન ધર્મ ઈશ્વર અવતારને સ્વીકારતો નથી. કોઈપણ વ્યક્તિ સ્વપુરુષાર્થથી જ પોતાના ભગવદ્ ભાવને પ્રગટ કરી શકે છે.
જૈન દર્શનની દષ્ટિએ ભગવાનું પૂર્ણ વિકાસ પામેલા શુદ્ધ આત્મા છે. તેમના ચરણોમાં સ્વર્ગના ઇન્દ્રો પોતાનું મસ્તક ઝુકાવે છે, તેમને પોતાના આરાધ્યદેવ માને છે; ત્રણ લોકનું સંપૂર્ણ ઐશ્વર્ય તેમના ચરણોમાં ઉપસ્થિત થાય છે. તેમના પ્રતાપ આગળ કોટિ-કોટિ સૂર્યના પ્રતાપ અને પ્રકાશ ફીકા પડી જાય છે. મારા :- અરિહંત ભગવાન આદિકર કહેવાય છે. આદિકર એટલે ધર્મની આદિ કરનારા. ધર્મ અનાદિ છે, જ્યારથી આ સંસાર છે, ત્યારથી ધર્મ પણ છે અને તેનું ફળ મોક્ષ પણ છે. જો સંસાર અનાદિ છે, તો ધર્મ પણ અનાદિ છે.
અરિહંત ભગવાનને આદિકર કહેવાના બે કારણ છે. (૧) દરેક અરિહંત ભગવાન ધર્મનું નિર્માણ કરતા નથી પરંતુ ધર્મની વ્યવસ્થાનું, ધર્મની મર્યાદાનું નિર્માણ કરે છે. પોતપોતાના યુગમાં ધર્મમાં આવેલી વિકૃતિ, મિથ્યાચાર કે અધર્મનું પોષણ થઈ રહ્યું હોય, તેની વિશુદ્ધિ કરી અરિહંત દેવ પુનઃ ધર્મની મર્યાદાનું વિધાન કરે છે, પોતાના યુગમાં ધર્મની મર્યાદાની આદિ કરે છે, તેથી અરિહંત દેવ આદિકર કહેવાય છે. (૨) અરિહંત ભગવાન શ્રતધર્મની આદિ કરનાર છે, અર્થાત્ કૃતધર્મનું નિર્માણ કરનાર છે. જૈન સાહિત્યમાં આચારાંગ આદિ આગમ ગ્રંથોને શ્રુતધર્મ કહે છે. તીર્થકર ભગવાન પૂર્વના તીર્થકર રચિત ધર્મશાસ્ત્રો અનુસાર પોતાની સાધના કરતા નથી. તે સ્વયં સાધનાની સિદ્ધિ પછી સ્વાત્માનુભવ દ્વારા જ સાધના-માર્ગને પ્રગટ કરે છે તેથી પ્રત્યેક તીર્થકરો શ્રતધર્મના આદિકર કહેવાય છે.
દ્વાદશાંગીમાં બારમુ અંગસુત્ર-શ્રી દષ્ટિવાદ સૂત્ર તીર્થકરો, તેના શિષ્ય ગણધર અને તેના શિષ્યોની પરંપરા સુધી જ અર્થાત્ ત્રણ પેઢી સુધી જ રહે છે ત્યાર પછી તેનો વિચ્છેદ થાય છે. ત્યાર પછી જ્યારે બીજા તીર્થકર થાય, ત્યારે તેમની ત્રિપદીના શ્રવણથી તે તીર્થકરોના ગણધરો નવી દ્વાદશાંગીની રચના કરે, તેમાં દષ્ટિવાદ સૂત્રની રચના નવી થાય છે. તે અપેક્ષાએ પણ દરેક તીર્થકરો આદિકર કહેવાય છે.