Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 312
________________ ૨૪૮ ] શ્રી આવશ્યક સૂત્ર પરિષદના જિતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત, ૪૨-૪૭-૯૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન-કામિનીના ત્યાગી, માયા, મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય સ્વામીનાથ ! આપશ્રી ગામ, નગર રાયહાણી, પુર, પાટણને વિષે બિરાજો છો. હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આપના જ્ઞાન, દર્શન ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજ્જો ભુજ્જો કરી ખમાવું છું. પાઠ-૩૩: છઠ્ઠા ખામણા: - છઠ્ઠા ખામણા અઢીદ્વીપ માંહેના સંખ્યાતા, અઢીદ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓને કરું છું. તે શ્રાવક-શ્રાવિકા જીઓ કેવા છે? હું થી, તમથી દાને, શીલ, તપે, ભાવે ગુણે કરી અધિક છે. બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં બે, ચાર અને છ પૌષધના કરનાર છે. સમકિત સહિત શ્રાવકના બાર વ્રતધારી, અગિયાર પડિમાનાં સેવણહાર છે. ત્રણ મનોરથના ચિંતવનાર છે. દુબળા-પાતળા જીવની દયાના આણનાર છે, જીવ, અજીવ આદિ નવ તત્ત્વના જાણનાર છે. શ્રાવકજીના એકવીશ ગુણે સહિત છે. પર ધન પત્થર બરાબર લેખે છે. પર સ્ત્રી માત બેન સમાન લેખે છે. દેઢધર્મી, પ્રિયધર્મી, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે. ધર્મનો રંગ હાડ હાડની મજ્જાએ લાગ્યો છે. એવા શ્રાવક શ્રાવિકાજી સંવર, પૌષધ, પ્રતિક્રમણમાં બિરાજતા હશે, તેમને ધન્ય છે. તેમનો અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, ભુજ્જો ભુજ્જો કરી ખમાવું છું. ચોરાશી લાખ જીવયોનિ-સૂત્ર - સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અષ્કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચૌરેન્દ્રિય, ચાર લાખ નારકી, ચાર લાખ દેવતા, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્યની જાતિ (કુલ ૮૪ લાખ જીવા યોનિ) આ ચોરાશી લાખ જીવાયોનિના જીવોને મારા જીવે, તમારા જીવે હાલતાંહાલતાં, ઉઠતા-બેસતાં, જાણતાં-અજાણતાં, હણ્યા હોય, હણાવ્યા હોય, છેદ્યા હોય, ભેદ્યા હોય, પરિતાપનાકિલામના ઉપજાવી હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. પાઠ-૩૪: ક્ષમાપના સૂત્ર: ખામેમિ સવ્વ જીવા, સવ્વ જીવા ખમ મે. મિત્તી એ સવ્વભૂસુ, વેર મર્ઝ ન કેણઈI/All એવમહં આલોઈય, નિદિય ગરહિય-દુગંછિયે સમ્મ. તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ રો. ઈતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા, નિંદ્યા, નિઃશલ્ય થયા. વિશેષે અરિહંત, સિદ્ધ, કેવલી, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ, સાધ્વી, ગુર્નાદિકને ભુજ્જો ભુક્કો કરી ખમાવું છું. ઈચ્છામિ ખમાસમણો... ઉત્કૃષ્ટ વંદનાનો પાઠ બે વાર બોલવો.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326