Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 311
________________ પરિશિષ્ટ-પ ૨૪૭ પાઠ-૩૧ : ચોથા ખામણા : ચોથા ખામણા ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને કરું છું. ગણધરજી બાવન ગુણે કરી સહિત છે. આચાર્યજી છત્રીશ ગુણે કરી સહિત છે, ઉપાધ્યાયજી પચીશ ગુણે કરી સહિત છે. મારા તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર, પંડિતરાજ, મુનિરાજ, ગીતાર્થ, બહુસૂત્રી, સૂત્ર સિદ્ધાંતના પારગામી, તરણતારણ તારણી નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણી સમાન, જિનશાસનના શણગાર, ધર્મના મુખી, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક, એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન હતા પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી જશાજી મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ આદિ લઈને ઘણા ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી આલોવી, પડિક્કમી; નિન્દી નિઃશલ્ય થઈને પ્રાયઃ દેવલોકે પધાર્યા છે. તેમનો ઘણો ઘણો ઉપકાર છે. આજ વર્તમાન કાળે તરણ તારણ નાવા સમાન; સફરી જહાજ સમાન, રત્ન ચિંતામણિ સમાન, કલ્પવૃક્ષ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના મુખી, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન પૂજ્ય શ્રી (અહીં બિરાજીત સંત-સતીજીઓના નામ બોલવા) આદિ ઘણાં ઘણાં સાધુ-સાધ્વીજીઓ વીતરાગ દેવની આજ્ઞામાં જ્યાં જ્યાં બિરાજતાં હોય, ત્યાં ત્યાં તેઓને મારી તમારી સમય સમયની વંદના હોજો, તે સ્વામી કેવા છે ? શુદ્ધ પંચ મહાવ્રતના પાલણહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છકાયના પિયર, છકાયના નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશ વિધ યુતિ ધર્મના અજવાલિક, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીશ પરિષહના જિતણહાર, સત્તાવીશ સાધુજીના ગુણૅ કરી સહિત, ૪૨૪૭–૯૬ દોષ રહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન-કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર, આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય મહારાજ ! આપશ્રી ગામ, નગર, રાયહાણી, પુર, પાટણને વિષે બિરાજો છો, હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી મસ્તક નમાવી ભુજ્જો ભુજો કરી ખમાવું છું. પાઠ-૩ર : પાંચમા ખામણા : પાંચમા ખામણા પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ; એ અઢીઢીપ ક્ષેત્રને વિષે બિરાજતા સાધુ-સાધ્વીજીઓને કરું છું. તેઓ જઘન્ય હોય તો બે હજાર ક્રોડ અને ઉત્કૃષ્ટ હોય, તો નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વી તેમને મારી તમારી સમય સમયની વંદના હોજો. તે સ્વામી કેવા છે ! પાંચ મહાવ્રતના પાલણહાર છે. પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છ કાયના નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશ વિધ યતિ ધર્મના અજવાલિક, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીશ

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326