Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રાવત
૧૭૭ ]
દેવી તે છે. સાધક માટે આ કરણીય નથી. રહસ્ય અભ્યાખ્યાનનો બીજો એક અર્થ પણ કરાય છે. તે આ પ્રમાણે છે- કોઇ ઉપર ગુપ્તરૂપે પયંત્ર વગેરે કરવાનું દોષારોપણ કરવું. જેમ કે કોઇ વ્યક્તિ એકાંતમાં બેસીને પરસ્પર વાર્તાલાપ કરે છે. તેને જોઈને મનમાં શંકિત થઈને એકાએક તેના ઉપર આરોપ મૂકે કે તે અમુક જયંત્ર કરી રહ્યા છે. આ પ્રકારના આચરણનો પણ આ અતિચારમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી સહસા, અચાનક, વિચાર્યા વગર આવું કરવામાં આવે છે ત્યાં સુધી તો અતિચાર છે પણ જો મનમાં દુર્ભાવનાપૂર્વક, સમજી વિચારીને આરોપ મૂકવામાં આવે તો તે અનાચાર છે અને તેનાથી વ્રત ખંડિત થાય છે. સ્વદાર મંત્રભેદ- વ્યક્તિગત સંબંધોમાં પતિ અને પત્નીનો સંબંધ સર્વથી ઘનિષ્ઠ સંબંધ છે. તેની પોતાની ગુપ્તમંત્રણાઓ, વિચારણાઓ વગેરે પણ હોય છે. જો પતિ પોતાની પત્નીની કોઈ ગુપ્ત વાતને પ્રગટ કરે તો તે
સ્વદાર મંત્રભેદ અતિચાર છે. વ્યાવહારિક દૃષ્ટિએ પણ આવું કરવું ઉચિત નથી. જેની વાત પ્રગટ થાય છે તેને પોતાની ગુપ્તતા ખુલ્લી પડવાથી દુઃખ થાય છે, પોતાની દુર્બળતા પ્રગટ થવાથી તે લજ્જિત થાય છે. કૃષોપદેશ - ખોટી ફરિયાદ કરવી અથવા ખોટો ઉપદેશ દેવો, જેનાં સત્ય, અસત્ય, હિતકારક, અહિતકારક વગેરે હોવાના વિષયમાં વ્યક્તિને સ્વયં જ્ઞાન નથી પરંતુ તે વાસ્તવમાં અસત્ય છે. તેની તે મૃષોપદેશ બીજાને સલાહ આપે, તેવો ઉપદેશ આપે તો તે મૃષોપદેશ અતિચાર છે.
જે વ્યક્તિ કોઈ કાર્યને અહિતકારી જાણવા છતાં બીજાને તેવું કરવાની પ્રેરણા કરે, ઉપદેશ આપે, તો તે અનાચાર છે. તેમાં વ્રત ખંડિત થઈ જાય છે કારણકે ત્યાં પ્રેરણાદાતાના ઉપદેશનો હેતુ સર્વથા અશુદ્ધ છે.
સંક્ષેપમાં બીજાને ફસાવવા માટે ઈરાદાપૂર્વક ખોટી સલાહ આપવી, તે અનાચાર છે પરંતુ અજાણતા ખોટી સલાહ આપવી, તે જ મૃષોપદેશ નામનો અતિચાર છે. ફૂટલેખકરણ - ખોટા લેખ અથવા દસ્તાવેજ લખવા, ખોટા હસ્તાક્ષર કરવા વગેરે જો સાધક અસાવધાનીથી, અજ્ઞાનવશ અથવા અનિચ્છાપૂર્વક આવું કરે તો તે અતિચાર છે અને જો કોઈ જાણીબૂઝી બીજાને દગો દેવા માટે ખોટા દસ્તાવેજ તૈયાર કરે, ખોટી મહોર અથવા છાપ લગાવે, ખોટા હસ્તાક્ષર કરે તો તે અનાચાર છે અને તેનાથી વ્રત ખંડિત થઈ જાય છે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણવત:
४ थूलगअदत्तादाणं समणोवासओ पच्चक्खाइ, से अदिण्णादाणे दुविहे पण्णत्ते, तं जहा- सचित्तादत्तादाणे अचित्तादत्तादाणे अ । थूलादत्तादाणवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, ण समायरियव्वा तं जहा- तेणाहडे, तक्करपओगे, विरुद्धरज्जाइक्कमणे, कूडतुलकूडमाणे, तप्पडिरुवगववहारे । ભાવાર્થ :- શ્રાવક સ્થૂલ અદત્તાદાનના પચ્ચકખાણ કરે છે. અદત્તાદાનના બે પ્રકાર છે– (૧) સચિત અદત્તાદાન અને (૨) અચિત અદત્તાદાન. શ્રાવકોએ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે પાંચ અતિચાર આ પ્રમાણે છે– (૧) સ્નેનાહત (૨) તસ્કર પ્રયોગ (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ (૪) કૂટમાન (૫) તત્પ્રતિરૂપ વ્યવહાર. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકના ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતની પ્રતિજ્ઞા તથા તેના પાંચ અતિચારનું