Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
બંને પ્રકારના પરપુરુષનો ત્યાગ કરીને પોતાના પરણિત પુરુષમાં સંતોષ રાખે છે. પાંચ અતિચાર(૧) ઈન્ડરિક પરિગુહિતા ગમન - અલ્પવયસ્કા–નાની ઉંમરવાળી સ્ત્રી અથવા નાની ઉંમરની પત્નીની સાથે સહવાસ કરવો. (૨) અપરિગૃહિતા ગમન - લગ્ન ન થયેલી પોતાની વાગ્દત્તા સ્ત્રી સાથે સગાઈ કરેલી પત્ની સાથે સહવાસ કરવો. (a) અનગડા - કામાવેશવશ, અસ્વાભાવિક કામક્રીડા કરવી, તેની અંતર્ગત સ્વજાતીય સંભોગ, અપ્રાકૃતિક મૈથુન, કૃત્રિમ કામ ઉપકરણોથી વિષય-વાસના શાંત કરવી વગેરે સમાવિષ્ટ છે. ચારિત્રની દૃષ્ટિએ આ પ્રકારનું આચરણ અત્યંત તુચ્છ છે. તેનાથી કુત્સિત કામ અને વ્યભિચારને પોષણ મળે છે. (૪) પરવિવાહ કરણ:- બીજાના લગ્ન કરાવવા. જૈન ધર્મ અનુસાર સાધકનું લક્ષ્ય બ્રહ્મચર્યસાધના છે. લગ્ન આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવનની દુર્બળતા છે પરંતુ દરેક વ્યક્તિ સંપૂર્ણપણે બ્રહ્મચારી રહી શકતી નથી. શ્રાવક પોતાના ગૃહસ્થ જીવનમાં અબ્રહ્મચર્ય ભાવથી ઉત્તરોત્તર મુક્ત થતાં જાય અને એક દિવસ એવો આવે કે તે સંપૂર્ણપણે બ્રહ્મચર્યના આરાધક બને છે, આ રીતે ગૃહસ્થ અબ્રહ્મચર્યના ભાવોની પોષક પ્રવૃત્તિઓથી હંમેશાં દૂર રહેવું જોઈએ. બીજાના લગ્ન કરાવવા, સગાઈ કરાવવી વગેરે પ્રવૃત્તિ, અબ્રહ્મચર્યના ભાવોની પોષક પ્રવૃત્તિ છે. પોતાના પરિવારના પુત્ર-પુત્રીના લગ્નમાં શ્રાવકને સક્રિય રહેવું પડે, પણ બીજાના લગ્ન કરાવવામાં ઉત્સુક અને પ્રયત્નશીલ રહેવું ન જોઈએ, તેમ કરવું તે આ વ્રતનો ચોથો અતિચાર છે. કોઇ કોઇ આચાર્યોએ તો પોતાના બીજીવારના લગ્નને પણ આ અતિચાર જ માન્યો છે. (૫) કામભોગ તીવાભિલાષ :- કામભોગની તીવ્રતમ આકાંક્ષા રાખવી. નિયંત્રિત અને વ્યવસ્થિત કામસેવન પણ માનવની આત્મ દુર્બળતાના કારણે જ થાય છે, પરંતુ તે આવશ્યકતાની પૂર્તિ સુધી વ્રત દૂષિત થતું નથી, તે કામની તીવ્રઅભિલાષા અથવા ભયંકર વાસનાથી ગ્રસિત થાય તો તેના વ્રતનું ઉલ્લંઘન અને મર્યાદાભંગ થાય છે. અન્ય અતિચાર પણ અનાચારમાં પરિણમી શકે છે.
તીવ્ર વૈષયિક વાસનાવશ કામોદ્દીપક, વાજીકરણ ઔષધિ, માદક દ્રવ્ય વગેરેનું સેવન આ વ્રતનો પાંચમો અતિચાર છે. જેનાથી સાધકે સર્વથા દૂર રહેવું જોઈએ. અહીં શ્રાવિકાઓ માટે સમસ્ત અતિચાર પુરુષની અપેક્ષાએ સમજવા જોઈએ.
સ્થૂલ ઈચ્છા પરિમાણ વ્રત:| ६ अपरिमियपरिग्गहं समणोवासओ पच्चक्खाइ इच्छापरिमाणं उवसंपज्जइ, से परिग्गहे दुविहे पण्णत्ते, तं जहा- सचित्तपरिग्गहे अचित्तपरिग्गहे । इच्छापरिमाणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, ण समायरिव्वा तं जहा- धणधाण्णपमाणाइक्कमे, खित्तवत्थुपमाणाइक्कमे, हिरण्णसुवण्णपमाणाइक्कमे, दुपयचउप्पयपमाणाइक्कमे, कुवियपमाणाइक्कमे। ભાવાર્થ :- શ્રાવક અપરિમિત પરિગ્રહના પચ્ચકખાણ કરે અને ઇચ્છાનું પરિમાણ-મર્યાદા કરે છે. પરિગ્રહના બે પ્રકાર આ પ્રમાણે છે- (૧) સચેત પરિગ્રહ (૨) અચેત પરિગ્રહ, શ્રાવકોએ પાંચમા ઇચ્છા