Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૧૮ |
શ્રી આવશ્યક સૂત્ર
પ્રગટપણે બોલવું.
ત્યારપછી લોગસ્સ સૂત્ર બોલવું. ગુરુ સન્મુખ હોય તો તેમને, ગુરુ બિરાજમાન ન હોય તો ઈશાનખૂણામાં શ્રી સીમંધર સ્વામીને સવિનય વંદન કરી તેમની પાસે સામાયિક વ્રતની આજ્ઞા લેવી. આજ્ઞા લીધા પછી “કરેમિ ભંતે!'નું સૂત્ર બોલવું. તેમાં જાવ નિયમ શબ્દ છે ત્યાં બે ઘડી ચાર ઘડી, આદિ જેટલી ઘડીનું સામાયિક વ્રત લેવું હોય તેટલી ઘડી બોલી તે ઉપરાંત ન પાળું ત્યાં સુધીની સામાયિકની પ્રતિજ્ઞા કરવી.
ત્યારપછી જમણો ઢીંચણ ભૂમિ પર ટેકવી, ડાબો ઢીંચણ ઊભો રાખી તેના ઉપર અંજલિબદ્ધ બંને હાથ જોડી અંજલી મસ્તકે અડાડી ત્રણ નમોત્થણં સૂત્ર બોલવા અને તત્પશ્ચાત્ ૪૮ મિનિટ સુધી સ્વાધ્યાય, ધર્મચર્ચા, આત્મધ્યાન આદિમાં સમય નિર્ગમન કરવો. સામાયિક પાળવાની વિધિ :- સામાયિકની ગ્રહણ કરવાની વિધિ પ્રમાણે પાળવાની વિધિ જાણવી. તેમાં વિશેષતા એ છે કે સામાયિક પાળવાની આજ્ઞા લેવાની હોતી નથી, તેથી સામાયિક ગ્રહણ કરવામાં
જ્યાં “કરેમિ ભંતે'નો પાઠ બોલાય છે તેની જગ્યાએ “સામાયિક પાળવાનો’ આઠમો પાઠ બોલવો. નમોત્થણં સૂત્ર બોલ્યા બાદ છેલ્લે ત્રણ વખત નમોક્કાર મંત્ર બોલવા. સામાયિકની મહત્તા :- સામાયિકના સ્વરૂપ દર્શનથી જ તેની મહત્તા સહજ રીતે સમજી શકાય છે. સામાયિક, તે શુદ્ધ આત્મસ્થિતિ છે. અનાદિકાલીન આત્માની અશુદ્ધ-વિભાવ દશાના કારણે આધિ, વ્યાધિ અને ઉપાધિથી દુઃખી જીવોના સર્વ દુઃખોનો અંત કરવા માટે સામાયિક એ શ્રેષ્ઠ સાધના છે, તેથી જ તીર્થકરો, ગણધરો અને પૂર્વાચાર્યોએ નિરપવાદપણે સાધનાના પ્રારંભમાં જ સામાયિક સાધનાનો સ્વીકાર કર્યો અને તેના દ્વારા આત્મશુદ્ધિ કરવા જગજીવોને ઉપદેશ આપ્યો છે.
તીર્થકરો સંયમ અંગીકાર કરતી વખતે અખંડ સામાયિકમાં રમણ કરનારા અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને વાવજીવનની સામાયિકનો સ્વીકાર કરે છે અને તેના પ્રભાવે જ તીર્થકરોને મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. સામાયિકની સાધના કરતાં-કરતાં, અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો, પરીષહોને સમભાવે સહન કરતાં-કરતાં અખંડ સામાયિકના ભાવોને અર્થાત વીતરાગદશાને પ્રાપ્ત કરે છે ત્યાર પછી જ ઘાતિ કર્મોનો પૂર્ણપણે ક્ષય થતાં કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ થાય છે. આ રીતે સાધનાનો પ્રારંભ સામાયિકથી જ થાય છે અને સાધનાની સિદ્ધિ પણ અખંડ સામાયિકમાં જ છે.
વરિત્ર સ્થિરતાપ, યતઃ સિદ્ધધ્વષ્યતે | જીવની સંપૂર્ણ શુદ્ધ દેહાતીત એવી સિદ્ધ દશામાં પણ સ્વરૂપ રમણતા રૂપ સામાયિક ચારિત્ર હોય છે કારણ કે તે જીવનો સ્વભાવ છે. ભૂતકાળમાં અનંત સિદ્ધ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે, તે સર્વ સામાયિકની સાધનાથી જ થાય છે.
जे के वि गया मोक्खं, जे वि य गच्छति गमिस्संति ।
सव्वे सामाइय पभावेणं मुणेयव्वं ॥ સામાયિક, તે સ્વરક્ષાથી સર્વ રક્ષા સુધી પહોંચાડનારો સેતુ છે. સામાયિકની સાધના દરમ્યાન સાધક સ્વયં રાગ-દ્વેષાદિ કષાયોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે, તેથી તે પોતાના ભાવપ્રાણની હિંસાથી દૂર રહી સ્વરક્ષા કરે છે તે જ રીતે તે કાલ દરમ્યાન અન્ય સૂક્ષ્મ-સ્થૂલ કોઈ પણ જીવોની હિંસા કરતો નથી. આ રીતે સામાયિકની સાધના દ્વારા જગજીવોની રક્ષા થાય છે. સાધકના અંતરમાં દયા, પરોપકાર, કરૂણા, ક્ષમા, ઉદારતા જેવા અનેક આત્મગુણોનો વિકાસ થાય છે. સામાયિક વિનાની સર્વ સાધના શૂન્ય છે, તેથી