Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| પરિશિષ્ટ-૩
| ૨૨૯ |
જોઈએ. તેની સમાપ્તિના સમય માટે આગમમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. વર્તમાનકાલીન પરંપરા પ્રમાણે સૂર્યાસ્ત થતાં પ્રતિક્રમણની આજ્ઞા લેવામાં આવે છે. રાત્રિક પ્રતિક્રમણનો પ્રારંભ પ્રાતઃકાળે રાત્રિના ચોથા પહોરના ચોથા ભાગમાં કરવામાં આવે છે અને સૂર્યોદય સમયે પ્રત્યાખ્યાન નામનો છઠ્ઠો આવશ્યક પૂર્ણ થાય છે. પ્રતિકમણની વિધિ :- વર્તમાનકાલીન વ્યવહારોમાં પ્રતિક્રમણની વિધિ સંબંધિ વિભિન્ન ગચ્છોમાં ભિન્ન ભિન્ન પરંપરા પ્રચલિત છે, પરંતુ ઉત્તરાધ્યયન સૂત્રના સમાચારી નામના છવ્વીસમાં અધ્યયનમાં પ્રતિક્રમણ વિધિની એક સંક્ષિપ્ત રૂપરેખા આપી છે, તે આ પ્રમાણે છે
देवसियं च अईयाई, चिन्तिज्जा अणुपुव्वसो । नाणे यं दंसणे चेव, चरित्तम्मि तहेव य ॥४०॥ पारियकाउस्सग्गो, वन्दिताण तओ गुरुं । देवसियं तु अईयारं, आलोएज्ज जहक्कम ॥४१॥ पडिक्कमित्तु निस्सल्लो, वन्दिताण तओ गुरुं । काउस्सग्गं तओ कुज्जा, सव्व दुक्ख विमोक्खणं ॥४२॥ पारिय काउस्सग्गो, वन्दिताण तओ गुरु ।
थुइ मंगलं च काऊण, कालं तु संपडिलेहए ॥४३॥ (૧) સર્વ પ્રથમ કાર્યોત્સર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી અતિચારોનું ચિંતન કરવું જોઈએ. અતિચારના ચિંતન માટે આજે હિંદી, ગુજરાતી ભાષામાં અમુક પાઠ પ્રચલિત છે. પરંતુ પ્રાચીન કાળમાં કોઈ ચોક્કસ પાઠ હોય, તેમ જણાતું નથી કારણ કે પ્રત્યેક વ્યક્તિના દૈનિક કૃત્યો, પરિસ્થિતિ, તેની પ્રકૃતિ, પાપ સેવન વગેરે ભિન્ન-ભિન્ન હોય છે. આ ભિન્ન દોષોનું પ્રતિક્રમણ કોઈ નિશ્ચિત્ત કરેલા શબ્દોથી યથાર્થ રીતે થઈ શકતું નથી. સાધક સ્વયં કાયોત્સર્ગમાં સ્થિર થઈને આત્મનિરીક્ષણ કરીને દિવસના સર્વ કૃત્યોને સ્મૃતિપટ પર લાવીને તેમાં થયેલા દોષોનું ચિંતન કરે છે.
(૨) કાયોત્સર્ગ પૂર્ણ કરી ગુરુદેવના ચરણોમાં વંદન કરે અને તેમની સમક્ષ પૂર્વ ચિંતિત અતિચારોની આલોચના કરે (૩) આ પ્રમાણે પ્રતિક્રમણ કર્યા બાદ પ્રાયશ્ચિત સ્વરૂપ કાર્યોત્સર્ગ કરવો જોઈએ.ઉત્તરાધ્યયન સૂત્રમાં એ દર્શાવ્યું નથી કે કાર્યોત્સર્ગમાં શેનું ચિંતન કરવું? કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છે, કાયોત્સર્ગમાં સમભાવનું ચિંતન જ મુખ્ય છે, પરંતુ તેમાં સોનાન્સ બોલવાની પરંપરા ચાલે છે. (૪) કાર્યોત્સર્ગ પૂર્ણ કરીને ગુરુદેવને વંદન તથા સ્તવ-સ્તુતિ મંગલ અર્થાત્ નમોલ્યુાં નો પાઠ બોલવો. આ દેવની પ્રતિક્રમણની વિધિ છે. અહીં આવશ્યકના અંતમાં પ્રત્યાખ્યાનનું વિધાન નથી.
राइयं च अईयारं चिन्तिज्ज अणुपुव्वसो। नाणंमि दसणंमि य चरित्तमि तवंमि य ॥४८॥ पारिय काउस्सग्गो, वन्दिताण तओ गुरुं । राइयं तु अईयारं, आलोएज्ज जहक्कम्मं ॥४९॥ पडिक्कमित्तु णिस्सल्लो, वन्दिताण तओ गुरुं । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्ख विमोक्खणं ॥५०॥ किं तवं पडिवज्जमि एवं तत्थ विचिन्तए ।