Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૪ |
શ્રી આવશ્યક સૂત્ર
પરિશિષ્ટ-ર
સામાયિક એક પરિશીલન
જીવના અનાદિકાલીન ભવભ્રમણનું મૂળ કારણ રાગ-દ્વેષ આદિ વિષમભાવો છે. તે વિષમભાવો જ જીવનમાં અનેક પ્રકારનાં દુઃખનું સર્જન કરે છે તેથી દુઃખ મુક્તિ માટે વિષમ ભાવોનો ત્યાગ કરીને સમભાવમાં સ્થિત થવું, તે જ એકમાત્ર ઉપાય છે, તેથી તીર્થકરો સંયમ સ્વીકાર કરતી વખતે માવજીવનની સામાયિકનો સ્વીકાર કરે છે. ત્રિકરણ અને ત્રિયોગે સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિનો ત્યાગ કરીને સમભાવમાં સ્થિત થવા પુરુષાર્થ કરે છે. સાધના કાલમાં અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો અને પરીષહોને સમભાવથી સહન કરે છે. આ રીતે સમભાવને જ પુષ્ટ કરતાં જ્યારે વિષમભાવોનો, રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ અને અખંડ સમભાવને પ્રાપ્ત કરે છે, ત્યારે તેઓ વીતરાગ દશાને વરી જાય છે. આ રીતે સાધનાનો પ્રારંભ સામાયિકથી થાય છે અને તેની પૂર્ણતા પણ અખંડ સામાયિકમાં જ છે, તેથી તીર્થકરો ચતુર્વિધ સંઘને સામાયિકનો ઉપદેશ આપે છે.
મોક્ષપ્રાપ્તિનાં અમોઘ સાધન રૂપ સામાયિકનું સ્વરૂપ, તેના લક્ષણો, અધિકારી, તેની વિધિ, દોષો વગેરે વિષયોનો વિસ્તૃત બોધ સાધક જીવનમાં અનિવાર્ય બની જાય છે. સામાયિકનું સ્વરૂપ – જિજ્ઞાસુઓના અંતરમાં એક પ્રશ્ન સહજ રીતે થાય છે કે સાધક જીવનની અત્યંત ઉપયોગી સાધના સામાયિક છે, તો સામાયિક શું છે? શું તે કોઈ વસ્તુ છે, કોઈ વિધિ-વિધાન છે કે કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ છે? મહાપુરુષોએ મનોમંથનથી પણ આગળ વધીને અનુભૂતિના સ્તરે પહોંચી તેનો ઉત્તર આપ્યો છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે આવા સામાફ, આવા સમયમાં કે
–શતક–૧૯. આત્મા સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ છે. શ્રી ભગવતી સૂત્રનો પાઠ ઘણો સંક્ષિપ્ત છે પરંતુ તેમાં ચિંતનની વિશાળ સામગ્રી ભરેલી છે.
(૧) રાગ-દ્વેષ, વેર-ઝેર, ક્રોધાદિ કષાયોથી મુક્ત સમભાવની પરિણતિ, તે જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ સામાયિક છે અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું, તે સામાયિકનો અર્થ (ફળ) છે.
(૨) પ્રભુ મહાવીરે આત્મા માટે ‘સમય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. સમયે ભવં સામાયિ | આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થવું, તે સામાયિક છે. તે ઉપરાંત કાલ દ્રવ્ય માટે પણ ‘સમય’ શબ્દનો પ્રયોગ થાય છે. આ જગતની દશ્યમાન પ્રત્યેક ચીજ-વસ્તુ ક્ષણિક છે, પરિવર્તનશીલ છે પરંતુ સમય સ્વયં અપરિવર્તનશીલ અને શાશ્વત છે. વ્યવહારમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલ રૂપ કાલના ત્રણ ભેદ થાય છે. ભૂતકાલ વિનષ્ટ છે, ભવિષ્યકાલ અનુત્પન્ન છે, એક સમય રૂપ વર્તનમાનકાલ જ વાસ્તવિક છે. કાલદ્રવ્યનો અવિભાજ્ય અંશ, સમય છે, તે અત્યંત સૂક્ષ્મ છે. તેને પામવો, તેનો અનુભવ કરવો, તે સામાયિક છે. જે સમયે આપણે ભૂતકાળના સ્મરણો અને ભવિષ્યની કલ્પનાથી પૂર્ણપણે મુક્ત થઈએ છીએ ત્યારે જ વર્તમાનમાં જીવી શકીએ છીએ. ભૂતકાલના સ્મરણો અને ભવિષ્યની કલ્પનામાં અનેક સંકલ્પ-વિકલ્પો, રાગ-દ્વેષ, વ્યાકુળતા, આર્તધ્યાન અને કર્મબંધન છે. તેથી કેવળ વર્તમાન સમયમાં જ રહેવું તે સામાયિક છે.
(૩) સમુ ઉપસર્ગપૂર્વક ગત્યર્થક રૂપ ધાતુથી “સમય” શબ્દ બને છે. સન - એકીભાવપૂર્વક,