Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૬ ]
શ્રી આવશ્યક સૂત્ર
પ્રકાર અને પ્રમાણ. (૧૪) પવિહી- ઓદન–ચોખાની જાત અને પ્રમાણ. (૧૫) સૂધ્યવિહી- ચણા, મગ, અડદ, તુવેર વગેરે દાળના પ્રકાર અને પ્રમાણ. (૧૬) વિવિહી- ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, ખાંડ વગેરે વિગયના પ્રકાર અને પ્રમાણ. (૧૭) સાવિહી- શાકભાજીના પ્રકાર અને પ્રમાણ. (૧૮) નાદુરવિહી- કેળા, ચીકુ, સફરજન વગેરે મધુરફળના પ્રકાર અને પ્રમાણ. (૧૯) નેમવિહી- ભોજનની મર્યાદા અથવા દહીંવડા વગેરે તળેલા પદાર્થોની મર્યાદા. (૨૦) પાણિવિહી- પીવાના પાણીની મર્યાદા. (૨૧) મુઠવાવિહી- પાન, સોપારી વગેરે મુખવાસની મર્યાદા. (૨૨) વાદવિહી- મોટર, સાઇકલ,
સ્કૂટર વગેરે વાહનોની મર્યાદા. (૨૩) ૩વાહવાહી- ઉપાનહ–બુટ, ચંપલ, મોજા આદિ પગરખાની મર્યાદા. (૨૪) જયવિહી- સૂવા માટે શય્યા, ખાટલા, પલંગ, ગાદી, તકિયા વગેરેની મર્યાદા. (૧૫) વિવિહી- સચિત્ત વસ્તુઓની મર્યાદા. (૨૬) ધ્વવિહી- આખા દિવસમાં અથવા ભોજન સમયે પાંચ, દશ આદિ સંખ્યાની ગણનાપૂર્વક દ્રવ્યની મર્યાદા.
આ રીતે ર૬ બોલની મર્યાદામાં શ્રાવકની દૈનિક જરૂરિયાતની સર્વ વસ્તુની મર્યાદા થઈ જાય છે, તે ઉપરાંત શ્રાવકો પોતાની વપરાશની અન્ય વસ્તુઓ હોય, તો તેની મર્યાદા કરે છે. ભોજન સંબંધી વિવેક- શ્રાવકોએ નિરવધ- અહિંસક અચેત પદાર્થોનો ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ. અનંતકાયિક વનસ્પતિ, બહુબીજક પદાર્થો, મધ, માંસ અદિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમજ રાત્રિભોજન પણ મહાહિંસાનું કારણ હોવાથી શ્રાવકોને રાત્રિભોજનનો ત્યાગ પણ આવશ્યક છે.
શ્રાવકોના આચાર, વિચાર, ખાન-પાન, રહેણીકરણી આદિ સમગ્ર વ્યવહાર સાધકોને યોગ્ય યથાશક્ય અહિંસક હોવા જરૂરી છે, શ્રાવકોએ પોતાની આવશ્યકતાની પૂર્તિ માટે અહિંસાની આરાધનાને હંમેશાં લક્ષ્યમાં રાખવી જરૂરી છે, તેથી સૂત્રકારે સાતમા વ્રતમાં ભોજન સંબંધી વિવેકનું કથન કર્યું છે. ભોજન સંબંધી પાંચ અતિચાર– (૧) સચિત્ત આહાર:- સચિત્ત-જીવ સહિતના પદાર્થો સજીવ છે. કાચા શાકભાજી, અસંસ્કારિત અન્ન, પાણી વગેરે સચિત પદાર્થો છે. તેનો આહાર તે સચિત આહાર છે.
શ્રમણોપાસક સચેત વસ્તુઓના સર્વથા ત્યાગી હોતા નથી. તે પોતાની શક્તિ પ્રમાણે સચેત વસ્તુઓનો ત્યાગ કરે છે અને અમુક સચિત દ્રવ્યની મર્યાદા કરે અર્થાતુ અમુકની છૂટ રાખે છે. જેની તેણે મર્યાદા કરી છે તેનું અસાવધાનીથી ઉલ્લંઘન થઈ જાય તો તે સચિત આહાર નામનો અતિચાર છે. જો જાણી જોઈને મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તે અનાચાર કહેવાય છે. (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર :- સચિત્ત વસ્તુની સાથે લાગેલી અચિત્ત વસ્તુને ખાવી તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર છે. દા.ત. ગુદ અચિત્ત છે પણ વૃક્ષ સાથે સંલગ્ન હોય ત્યાં સુધી તે સચિત્ત પ્રતિબદ્ધ છે. જે વ્યક્તિએ સચિત્ત વસ્તુઓની મર્યાદા કરી હોય અને જો તે સચિત્ત પ્રતિબદ્ધનું (સચિત્ત સંલગ્નનું) સેવન કરે તો તેની મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય છે અને તેને આ અતિચારનો દોષ લાગે છે. (૩) અપક્વ ઔષધિ ભક્ષણ – પૂરી નહીં પકાવેલી અર્થાત્ જે પૂર્ણ રૂપે અચિત્ત થઈ નથી તેવી વનસ્પતિ, ફળ, ધાન્ય વગેરેનો આહાર કરવો, તરતના વઘારેલા ખારિયા, કાચા સંભારા વગેરે. (૪) દુષ્પક્વ ઔષધિ ભક્ષણ -જે ધાન્ય, ફળ વગેરે ઘણા લાંબા સમયે પરિપક્વ થાય, તેવા હોય, તેને પાકી ગયા છે એમ જાણી અપકવ અવસ્થામાં તેનું સેવન કરવું અથવા અયોગ્ય રીતથી, અતિ હિંસાથી