Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૭૩ ]
શ્રી આવશ્યક સૂત્ર
ભાવાર્થ - રાગ બંધન અને દ્વેષ બંધન, આ બે પ્રકારના બંધનનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં બે પ્રકારનાં બંધનનાં પ્રતિક્રમણનું કથન છે. વહતે વિધેન વર્મા ચેન તુનેન તન્વયનના જીવ જે નિમિત્તથી આઠ પ્રકારના કર્મબંધનથી બંધાય છે, તે બંધન કહેવાય છે. રા ય તો ય તે જ જન્મજીવં. રાગ અને દ્વેષ કર્મના બીજ છે. સંસારનું વિષવૃક્ષ આ બીજથી જ પાંગરે છે. (૧) આસક્તિ કે પ્રીતિના ભાવને રાગ અને અપ્રીતિના ભાવને દ્વેષ કહે છે. (૨) જેના દ્વારા આત્મા કર્મોથી રંગાય છે, તે મોહની પરિણતિ રાગ છે અને જે મોહની પરિણતિથી કોઈ સાથે શત્રુતા, ઘણા થાય, તે દ્વેષ છે. રાગ અને દ્વેષ ચારિત્ર મોહનીય કર્મના ઉદયજન્ય ભાવો છે, તેથી તે ચારિત્રના અર્થાત્ આત્મશુદ્ધિના ઘાતક છે.
स्नेहाभ्यक्त शरीरस्य, रेणुना, श्लिष्यते यथा गात्रम् રાત્તિનળ વળ્યો મવચેવમ હારિભદ્રીય આવશ્યક ટીકા
જેના શરીર ઉપર તેલ લગાડ્યું છે તેના શરીરને ઊડતાં રજકણો ચોંટી જાય છે. તેમ રાગ-દ્વેષની સ્નિગ્ધતાથી વ્યાપ્ત આત્મા ઉપર કર્મ રજનું બંધન થાય છે, તેથી રાગ અને દ્વેષ બંધન રૂ૫ છે, તેનું પ્રતિક્રમણ કરીને ત્યાગ કરવાનો છે. ત્રણ દંડ :| ३ पडिक्कमामि तिहिं दंडेहि-मणदंडेणं, वयदंडेणं, कायदंडेणं । ભાવાર્થ - મન દંડ, વચન દંડ અને કાય દંડ, આ ત્રણ પ્રકારના દંડનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રકારના દંડનું કથન છે.
જેના દ્વારા વ્યક્તિ દંડિત થાય, આત્માના ઐશ્વર્યનો નાશ થાય, તે દંડ કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) લાકડી આદિ દ્રવ્ય દંડ અને (૨) દુwયુક્ત મન, વચન, કાયા, તે ભાવ દંડ છે. ત્રણ પ્રકારના ભાવદંડથી જ ચારિત્રરૂપ આધ્યાત્મિક ઐશ્વર્યનો વિનાશ થાય છે, તેનાથી આત્મા દંડિત – ધર્મ ભ્રષ્ટ થાય છે. (૧) મનની અશુભ પ્રવૃત્તિઓ મન દંડ છે, જેમ કે– મન દ્વારા અશુભવિચારણા કરવી, આર્ત-રૌદ્ર ધ્યાનના પરિણામો કરવા, વ્યર્થ કલ્પનાઓ કરવી, અન્ય જીવો પ્રતિ ધૃણા, દ્વેષ, વેર-ઝેરના ભાવો રાખવા, ભૂતકાળ ના દુઃખોને વાગોળ્યા કરવું વગેરે મનની અશુભ પ્રવૃત્તિઓ છે. (૨) વચનની અશુભ પ્રવૃત્તિઓ વચન દંડ છે, જેમ કે- અસત્ય-મિથ્યા ભાષણ કરવું, કોઈની નિંદા અથવા ચાડી ખાવી, કર્કશકારી કે કઠોરકારી ભાષા બોલવી, બડાઈ મારવી, વ્યર્થ વાતો કરવી, શાસ્ત્રોના સંબંધમાં મિથ્યા પ્રરૂપણા કરવી ઇત્યાદિ. (૩) કાયાની અશુભ પ્રવૃત્તિને કાયદંડ કહે છે, જેમ કે કોઈને પીડા પહોંચાડવી, મારવું-પીટવું, વ્યભિચાર કરવો, કોઈની ચીજ લઈ લેવી, અક્કડતાથી ચાલવું, વ્યર્થ ચેષ્ટાઓ કરવી, અસાવધાનીથી કે અયતનાથી