Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[
૭૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
દુમિન્નિતિ ષ સંસાર: આયઃ તામ: જેમાં પ્રાણીઓ વિવિધદુઃખો દ્વારા કષ્ટ-પીડા પ્રાપ્ત કરે, તે સંસાર અને આય – લાભ-પ્રાપ્તિ, જેના દ્વારા સંસારનો લાભ થાય, તે કષાય છે.
જન્મ-મરણ રૂપ આ સંસાર વૃક્ષ કષાયો દ્વારા જ લીલુંછમ રહે છે. જો કષાય ન હોય તો જન્મ-મરણની પરંપરાનું વિષવૃક્ષ સ્વયં જ સૂકાઈને નષ્ટ થઈ જાય છે. લિવર મૂનારું પુખભવન્સ – દશવૈકાલિક સૂત્ર. અનિગૃહીત કષાય પુનર્ભવના મૂળનું સિંચન કરે છે. વારિ પણ અન્નત્થ હોસT I શ્રી સૂયગડાંગ સૂત્રમાં ચાર કષાયોને અધ્યાત્મ દોષ કહ્યા છે. કષાય પ્રગટ અને અપ્રગટ બંને રીતે આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર રુપ શુદ્ધ સ્વરૂપને મલિન કરે છે. સાધકની સમગ્ર સાધના કષાય વિજય માટે જ છે, તેથી જે સાધક કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરે છે તે જ સાચો સાધક છે.
કષાયના મુખ્ય ચાર પ્રકાર છે– (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. ચારે કષાય જુદીજુદી રીતે આત્મગુણોનો નાશ કરે છે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયામિત્રતાનો નાશ કરે છે. લોભ સર્વ સદ્ગણોનો નાશ કરે છે, તેથી સાધકે સતત સાવધાન રહીને ચારે કષાયથી નિવૃત્ત થવું જોઈએ. શાસ્ત્રમાં ચારે કષાયથી નિવૃત્ત થવાના ઉપાયોનું નિદર્શન છે. ઉપશમ ભાવથી અથવા ક્ષમાથી ક્રોધને, મૃદુતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જીતવો જોઈએ. ચાર સંજ્ઞા :| ९ पडिक्कमामि चउहि सण्णाहिं आहारसण्णाए, भयसण्णाए, मेहुणसण्णाए, परिग्गहસગીરા ભાવાર્થ - આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા, આ ચાર પ્રકારની સંજ્ઞાનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન :
સંજ્ઞા જૈનાગમોનો પારિભાષિક શબ્દ છે. મોહનીય અને અશાતા વેદનીય કર્મના ઉદયથી વિકારયુક્ત આત્મામાં ઉત્પન્ન થતી એક પ્રકારની અભિલાષા અથવા પ્રબળ ઇચ્છા, તે સંજ્ઞા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં સંજ્ઞાના દશ પ્રકાર કહ્યા છે. પ્રસ્તુતમાં તેમાંથી ચાર સંજ્ઞાનું કથન છે. ૧. આહાર સંજ્ઞા, ૨. ભય સંજ્ઞા, ૩. મૈથુન સંજ્ઞા અને ૪. પરિગ્રહ સંજ્ઞા. (૧) આહાર સંજ્ઞા– સુધાવેદનીય કર્મના ઉદયથી આહારની પ્રબળ ઇચ્છા થાય, તેને આહાર સંજ્ઞા કહે છે. ક્ષુધાની પૂર્તિ માટે ભોજન કરવું, તે પાપ નથી, પરંતુ મનુષ્યની માનસિક વિચારધારા જ્યારે આહાર ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે આહાર સંજ્ઞા દ્વારા મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને તે સાધક માટે ઘાતક છે. મોહનો આશ્રય લઈને આ સંજ્ઞા જ્યારે બલવત્તર બને છે ત્યારે તે સ્વાદિષ્ટ ભોજન માટે લાલાયિત બનીને કર્મબંધ કરે છે. આહારને જોવાથી કે આહારનું ચિંતન કરવાથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. ભય સંજ્ઞા - ભય મોહનીય કર્મના ઉદયથી આત્મામાં જે ત્રાસનો ભાવ ઉત્પન્ન થાય છે તે ભય સંજ્ઞા છે. ભય આત્મ શક્તિનો નાશ કરે છે. ભયાકુળ મનુષ્ય પોતાના સમ્યક દર્શનને પણ સુરક્ષિત રાખી શકતો નથી ભયની વાતો સાંભળવાથી, ભયાનક દશ્ય જોવાથી તથા વારંવાર ભયના કારણોની ચિંતવના કરવાથી ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે.