Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૯૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
દસમી પ્રતિમા :- આ પ્રતિમા પણ સપ્ત રાત્રિ દિવસની હોય છે. તેમાં ચૌવિહારા અટ્ટમના પારણે અટ્ટમ કરવાના હોય છે. ગામની બહાર ગોદુહાનાસન, વીરાસન અથવા આમ્રકુન્શાસનથી ધ્યાન કરવાનું હોય છે. અગિયારમી પ્રતિમા :- આ પ્રતિમા એક અહોરાત્રિની હોય છે. એક દિવસ અને એક રાત અર્થાત્ આઠ પ્રહર સુધી આ પ્રતિમાની સાધના કરવામાં આવે છે. ચૌવિહારો છઠ્ઠ કરી બીજે દિવસે નગરની બહાર બંને હાથને ઘૂંટણ સુધી લાંબા રાખી દંડાયમાન રૂપે ઊભા ઊભા કાઉસગ્ગ કરે છે. બારમી પ્રતિમા ઃ- આ પ્રતિમા એક રાત્રિની હોય છે. તેમાં સાધુ ચૌવિહારો અટ્ટમ કરી ત્રીજે દિવસે ગામની બહાર સ્મશાન ભૂમિમાં ઊભા ઊભા મસ્તકને થોડું ઝુકાવી એક પુદ્ગલ ઉપર દષ્ટિ રાખીને નિર્નિમેષ નેત્રોથી નિશ્ચલતા પૂર્વક કાર્યોત્સર્ગ કરે છે. ઉપસર્ગોને સમભાવ પૂર્વક સહન કરે છે.
આ બાર ભિક્ષુની પ્રતિમાની શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના સંબંધી અતિચારોનું સેવન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે. તેર ક્રિયાસ્થાન :२४ तेरसहिं किरिया ठाणेहिं । ભાવાર્થ - તેર ક્રિયા સ્થાનનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃ
ક્રિયા સ્થાન-ચિત્તે નિ દિયા જીવ દ્વારા જે કરાય છે, તે ક્રિયા છે. (૧) ક્રિયા કે પ્રવૃત્તિનું સ્થાન, તે ક્રિયાસ્થાન છે. (૨) કર્મબંધના ઉપાદાનકરણ કે નિમિત્તકરણને ક્રિયાસ્થાન કહે છે. (૩) જે નિમિત્તથી ક્રિયા થાય, તે ક્રિયાસ્થાન છે. તેના તેર પ્રકાર છે
(૧) અર્થદડ કિયા- પોતાના કોઈ અર્થ–પ્રયોજનથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસા આદિ પાપપ્રવૃત્તિ કરવી, કરાવવી તથા અનુમોદના કરવી. (૨) અનર્થદંડ કિયા– પ્રયોજન વગર, કોઈ પણ કારણ વિના જીવહિંસા વગેરે પાપપ્રવૃત્તિ કરવી, વ્યર્થ રીતે જ કોઈને પીડા દેવી. (૩) હિંસાદડ ક્રિયાઆ અમુક વ્યક્તિ મને અથવા મારા સ્નેહીઓને કષ્ટ, દુઃખ, પીડા આપે છે, આપશે અથવા આપતા હતા. આ પ્રમાણે વિચારીને તેની હિંસા કરવી, (૪) અકસ્માતબંડ કિયા- શીઘ્રતાથી એકાએક કોઈ પણ પ્રકારના વિચાર વિના થઈ જતાં પાપને અકસ્માત ક્રિયા કહેવાય છે. જેમ કે- બાણ આદિ હિંસાકારી સાધનો દ્વારા બીજાની હત્યા કરવા જતાં અન્યની હત્યા થઈ જાય તે. (૫) દષ્ટિ વિપર્યાલદંડ યિામતિ ભ્રમથી થઈ જતી પાપજન્ય ક્રિયા, જેમ કે–ચોર આદિના ભ્રમમાં નિરપરાધી પુરુષને દંડ દેવો. () મષા નિયા– ખોટું બોલવાથી જે ક્રિયા લાગે છે. (૭) અદત્તાદાન કિયા- ચોરી કરવાથી જે ક્રિયા લાગે તે. (૮) અધ્યાત્મ કિયા- બાહ્ય નિમિત વગર મનના શોક આદિ દુર્ભાવજન્ય ક્રિયા. (૯) માન ક્રિયાપોતાની પ્રશંસા કરવાથી, ઘમંડ કરવાથી જે ક્રિયા લાગે છે. (૧) મિત્ર ષ કિયા– મિત્ર આદિ ઉપર દ્વેષ રાખવાથી, તેને દંડ દેવાથી જે ક્રિયા લાગે છે. (૧૧) માયા કિયા- દંભ કરવાથી જે ક્રિયા લાગે છે. (૧૨) લોભ કિયા- લોભ કરવાથી જે ક્રિયા લાગે છે. (૧૩) ઇયપથિકી કિયા- વીતરાગી વ્યક્તિને ગમનાગમનથી જે ક્રિયા લાગે છે.
આ તેર ક્રિયા સ્થાનોમાંથી પ્રથમ બાર ક્રિયાસ્થાન સાંપરાયિક કષાયયુક્ત છે અને તેરમું