Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આવશ્યક ૪
૭૫
અભિમાન કરવું અને પ્રાપ્ત ન થાય, તો તેની જ લાલસા રાખવી, તે રસ ગૌરવ છે.
શાતા ગૌરવ :– શાતાનો અર્થ આરોગ્ય તથા શારીરિક સુખ છે. આરોગ્ય, શારીરિક સુખ તથા વસ્ત્ર, પાત્ર, શયનાસન આદિ સુખના સાધનો પ્રાપ્ત થયા હોય, તો તેનું અભિમાન કરવું અને પ્રાપ્ત ન થયા હોય, તો તેની લાલસા કે ઇચ્છા કરવી શાતા ગૌરવ છે.
આ ત્રણે પ્રકારના ગૌરવ જીવને અધોગતિમાં લઈ જનારા હોવાથી સાધક સતત પોતના ભાવોનું નિરીક્ષણ અને પરીક્ષણ કરીને ત્રણે પ્રકારના ગૌરવ-ગર્વરૂપ અશુભ ભાવોથી નિવૃત્ત થાય છે. ત્રણ વિરાધના :
७ पडिक्कमामि तिहिं विराहणाहिं णाण विराहणाए, दंसण विराहणाए, चरित विराहणाए ।
ભાવાર્થ :- જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને ચારિત્ર વિરાધના, આ ત્રણે પ્રકારની વિરાધનાનું પ્રતિક્રમણ કરું છું.
વિવેચન :
સાધક મોક્ષ માર્ગની અર્થાત્ સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યક ચારિત્રની આરાધના કરે છે. કોઈ પણ પ્રકારના દોષ સેવન વિના નિરતિચારપણે વિશુદ્ધ રૂપથી ચારિત્રનું પાલન કરવું, તેને આરાધના કહે છે અને તેનાથી વિપરીત જ્ઞાનાદિ આચારનું સમ્યરૂપથી આરાધન ન કરવું, ખંડન કરવું, તેમાં દોષ સેવન કરવા, તેવિરાધના છે. વિશ્વના માદા વિદખા આરાધનાનો અભાવ, તે વિરાધના છે આરાધનાના ત્રણ પ્રકાર હોવાથી વિરાધનાના પણ ત્રણ પ્રકાર છે યથા
જ્ઞાન વિરાધના :– જ્ઞાન તથા જ્ઞાનીની નિંદા કરવી, ગુરુ આદિનો અપલાપ કરવો, આશાતના કરવી, જ્ઞાનાર્જનમાં આળસ કરવી, બીજાના અધ્યયનમાં અંતરાય નાંખવી, અકાળે સ્વાધ્યાય કરવી ઇત્યાદિ જ્ઞાન વિરાધના છે.
દર્શન વિરાધના :– દર્શન શબ્દ સમ્યગ દર્શનનો વાચક છે. સમ્યક્ત્વ અને સમ્યક્ત્વધારી સાધકની નિંદા કરવી, મિથ્યાત્વ અને મિથ્યાત્વીની પ્રશંસા કરવી, પાષંડ મતનો આડંબર જોઈડગમગી જવું વગેરે મિથ્યાત્વ પોષક પ્રવૃત્તિઓ દર્શન વિરાધના છે.
ચારિત્ર વિરાધના :– ચારિત્રનો અર્થ છે સખ્તરનું સદાચરણ. અહિંસા, સત્ય આદિ ચારિત્રનું સરસ રીતે પાલન ન કરવું, તેમાં દોષ લગાડવો, તેનું ખંડન કરવું તે ચારિત્ર વિરાધના છે.
ચાર કષાયઃ
८ पडिक्कमामि चउहिं कसाएहिं- कोहकसाएणं, माणकसाएणं, मायाकसाएणं लोभकसाएणं ।
ભાવાર્થ :- ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કષાયનું પ્રતિક્રમણ કરું છું, કષાયથી નિવૃત્ત થાઉં છું. વિવેચનઃ
વ્ + આવ આ બે શબ્દોના મિશ્રણથી કપાય શબ્દ નિષ્પન્ન થયો છે. વ્યર્ત પ્રાણી વિવિધ