Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૭૦ ]
શ્રી આવશ્યક સૂત્ર
સાધુની પાસે વસ્ત્ર, પાત્ર આદિ જેટલી ઉપધિ હોય તેનું દિવસમાં બે વાર–પ્રાતઃકાલે અને સાયંકાલે પ્રતિલેખન કરવાનું હોય છે. ઉપધિને જોયા વગર ઉપયોગમાં લેવાથી હિંસાનો દોષ લાગે છે. ઉપધિમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિની તથા અન્ય કોઈ જીવો તેનો આશ્રય લઈને રહ્યા હોય તેવી સંભાવના રહે છે, તેથી પ્રત્યેક વસ્તુનું સૂક્ષ્મનિરીક્ષણ કરવું જોઈએ. જો કોઈ જીવ દષ્ટિગોચર થાય તો તેને પ્રમાર્જન કરી કોઈ પણ પ્રકારની પીડા-દુઃખ ન થાય તે રીતે એકાંત સ્થાનમાં મૂકવા જોઈએ અને કોઈ જીવ દષ્ટિગોચર ન થાય, તો પણ સાધુએ જીવદયાની ભાવનાથી પ્રમાર્જન કરવું જોઈએ. તેનાથી આરાધનાનો લાભ મળે છે તથા તેનું અહિંસા મહાવ્રત પુષ્ટ થાય છે. આ સૂત્રમાં પ્રતિલેખનની ક્રિયા દ્વારા શિષ્યોના કર્તવ્ય ક્ષેત્રની જાગરુકતા તથા પ્રથમ અહિંસા મહાવ્રતની સૂક્ષ્મ સાધનાનું નિરૂપણ છે. અતિક્રમાદિ ચાર પ્રકારના દોષ – પ્રત્યેક વ્રતનું પાલન કરતાં છદ્મસ્થ સાધકોને ચાર પ્રકારે દોષ સેવનની સંભાવના છે. (૧) અતિક્રમ, (૨) વ્યતિક્રમ, (૩) અતિચાર, (૪) અનાચાર.
(૧) અતિક્રમ– ગ્રહણ કરેલા વ્રત અથવા પ્રતિજ્ઞાભંગ કરવાનો સંકલ્પ.૨) વ્યતિક્રમ- વ્રત ભંગ કરવા માટે ઉદ્યમશીલ થવું. (૩) અતિચાર– વ્રત ભંગ કરવા માટેની સામગ્રી ભેગી કરવી. (૪) અનાચાર– વ્રત ભંગ કરી નાખવું.
આચાર્ય હરિભદ્રજીએ વ્યાખ્યામાં અતિક્રમ આદિ ચાર દોષને સમજાવવા એક પ્રાચીન ગાથા ઉધૂત કરી છે.
आधाकम्म-णिमंतण पडिसुणमाणे अइक्कमो होइ ।
पय-भेयाइ वइक्कम गहिए तइए यरो गिलिए ॥ (૧) આધાકર્મી આહારના નિમંત્રણનો સ્વીકાર કરવો તે અતિક્રમ દોષ છે, (૨) આધાકર્મી આહાર ગ્રહણ કરવા માટે પગ ઉપાડવો, તે વ્યતિક્રમ દોષ છે, (૩) આધાકર્મી આહાર ગ્રહણ કરવો, તે અતિચાર દોષ છે અને (૪) અને ત્રીજાથી ઇતર અર્થાત્ તે આહારને વાપરવો, તે ચોથો અનાચાર દોષ છે.
અહિંસા, સત્ય આદિ પાંચ મહાવ્રત રૂપ મૂલ ગુણોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, આ ત્રણ પ્રકારના દોષ સેવનથી વ્રતમાં મલિનતા આવે પરંતુ વ્રત સર્વથા નષ્ટ થતું નથી, તેથી તેની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણ દ્વારા કરવાનું વિધાન છે, પરંતુ જો મૂળગુણોમાં અનાચાર દોષથી ચારિત્ર ખંડિત થાય છે, તેવા દોષોની શુદ્ધિ માટે માત્ર આલોચના તથા પ્રતિક્રમણ જ પર્યાપ્ત નથી. તેની શુદ્ધિ માટે ગુરુ પ્રદત્ત પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
ઉત્તર ગુણોમાં અતિક્રમ આદિ ચારેય પ્રકારના દોષોના સેવનથી ચારિત્રમાં મલિનતા આવે છે, પરંતુ ચારિત્રનો ભંગ થતો નથી, તેથી તેની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થઈ શકે છે. સ્વાધ્યાય અને પ્રતિલેખના ઉત્તર ગુણ છે, તેથી તેમાં લાગેલા ચારે ય પ્રકારનાં દોષની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થાય છે. તેનું પ્રતિક્રમણ આ સૂત્ર દ્વારા કરવામાં આવે છે.
સંક્ષેપમાં મૂળણમાં અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર સુધીના દોષો અને ઉત્તર ગુણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર સુધીના દોષોની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. જે તે નિ હરને ઓ- આ રીતે કાલ પ્રતિલેખન સત્ર સાધકની ક્ષણ ક્ષણની જાગતિને સ્પષ્ટ કરે છે. શાસ્ત્રોક્ત સમયે સ્વાધ્યાય, પ્રતિલેખના આદિ ન કરવા અને સ્વાધ્યાયાદિ ન કરવાના સમયે