Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
છ |
શ્રી આવશ્યક સૂત્ર
પ્રસંગોમાં સાધુએ વિવેક રાખવો જરૂરી છે. પુમિયા- પૂર્વકર્મ દોષયુક્ત આહાર. સાધુને આહાર વહોરાવતાં પહેલા ગૃહસ્થ સાધુના નિમિત્તે આરંભ-સમારંભ કરે, તે પૂર્વકર્મ દોષ છે. જેમ કે- હાથ કે વાસણાદિ ધોઈને આહાર વહોરાવવો. દિપઅદતાહતા:- ન દેખાતી જગ્યાએથી લાવેલી વસ્તુ ગ્રહણ કરવી, સામાન્ય રીતે સાધુ પોતાની નજરે દેખાતા પદાર્થોની જ સદોષતા કે નિર્દોષતાની કસોટી કરી શકે છે. નજરે ન દેખાતી વસ્તુ ગૃહસ્થ કોઠાર આદિ સ્થાનોમાંથી લાવીને આપે, તો તેમાં અનેક દોષોની સંભાવના છે, જેમ કે વહોરાવવા યોગ્ય અચેત પદાર્થો કોઈ સચેત પદાર્થોથી સ્પર્શિત હોય, કોઠારમાંથી વસ્તુ કાઢવા માટે ક્યારેક લાઈટ આદિ દ્વારા અગ્નિનો સમારંભ કરે, ક્યારેક અસુઝતા પદાર્થોને સુઝતા કરીને બહાર લાવે આવી પ્રવૃત્તિમાં જીવવિરાધનાની સંભાવના હોવાથી અદૃષ્ટતાહતા-ન દેખાતી જગ્યાએથી લાવેલા પદાર્થો સાધુને માટે અગ્રાહ્ય છે.
સંસદુદદ્દા..... સચેત પાણીથી સંસક્ત આહાર, જેમ કે– નિર્દોષ અને પ્રાસુક ખાદ્ય પદાર્થના ડબ્બા પર પાણીના છાંટા ઊડ્યા હોય અથવા વહોરાવનાર ગૃહસ્થના હાથ ભીના હોય, તે જ રીતે સચેત રજથી સંસક્ત આહાર હોય, તો તે આહાર સ્વયં અચેત હોવા છતાં સચેત પૃથ્વી કે પાણીના જીવોથી સંસક્ત હોવાથી સાધુ માટે અગ્રાહ્ય છે. પારિભાળિયા- વહોરાવનાર વ્યક્તિ વેરાતો, ઢોળાતો આહાર વહોરાવે, તો ત્યાં કીડી આદિ જીવજંતુઓ આવે અને ગૃહસ્થ તેને અયતનાથી સાફ કરે, આ રીતે તેમાં જીવવિરાધનાની સંભાવના હોવાથી તથાપ્રકારનો આહાર સાધુ ગ્રહણ કરતા નથી. પરિવાવથાપ- પાત્રમાં પડેલી અકલ્પનીય વસ્તુને ખાલી કરીને તે જ પાત્રથી આહાર વહોરાવવો, તે પરિસ્થાપનિકાદોષ છે. જેમ કે સચેત પાણી ભરેલા પાત્રનું પાણી ઢોળીને તે પાત્રથી સાધુને અન્ય કોઈ પણ વસ્તુ વહોરાવે અથવા પરઠવા યોગ્ય કે બગડી ગયેલા પદાર્થો ગ્રહણ કરવા, તે પણ પરિસ્થાપનિકા દોષ છે.
દાળ - માંગી-માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી. પોતાની આવશ્યકતા પ્રમાણે સંયમ સમાચારી અનુસાર કોઈ પણ વસ્તુની યાચના કરવી, તે સાધુનો ધર્મ છે પણ ભિખારીની જેમ દીનતાપૂર્વક ગૃહસ્થ પાસે યાચના કરવી અથવા રસેન્દ્રિયના પોષણ માટે કોઈ વિશિષ્ટ વસ્તુની માંગણી કરવી, તે ઉત્પાદનના સોળ દોષમાંથી વનપક નામનો એક દોષ છે.
સાધુ કેવળ દેહ નિર્વાહ માટે જ આહાર કરે છે. સંયમ સમાચારીને કે પોતાના લક્ષને ભૂલીને સાધુ મનગમતા આહાર માટે ઘર-ઘરમાં ફર્યા કરે, ઇષ્ટ વસ્તુની માંગણી કરે, તો તેમાં સાધુ સ્વયં સાધુધર્મથી ચલિત થાય અને શાસનની લઘુતા થાય છે. કોઈ વિશિષ્ટ કારણવશ વિશિષ્ટ વસ્તુની આવશ્યકતા હોય, તો સાધુ વિવેકી ગૃહસ્થ પાસે વિવેકપૂર્વક, અનાસક્ત ભાવે તેની યાચના કરી શકે છે. નં ૩ , ૩ખથળા - ઉદ્દગમના, ઉત્પાદનના અને એષણાના દોષયુક્ત આહાર ગ્રહણ થયો હોય. આહારની શુદ્ધિ માટે સાધુએ ત્રણ પ્રકારની એષણાની શુદ્ધિનું ધ્યાન રાખવું જરૂરી છે અને ત્રણે પ્રકારની એષણાની દ્ધિ માટે સાધુ ઉદ્ગમ આદિ ત્રણે પ્રકારના દોષોને યથાર્થ રૂપે જાણીને તેનો ત્યાગ કરે છે.
નિર્દોષ આહારની ગવેષણા માટે ગૃહસ્થ દ્વારા લાગતા સોળ ઉદ્દગમના દોષો, સાધુ દ્વારા લાગતા સોળ ઉત્પાદનના દોષો તથા નિર્દોષ આહારની પ્રાપ્તિ માટે અર્થાત્ ગ્રહણેષણાની શુદ્ધિ માટે ગૃહસ્થ અને સાધુ, બંને દ્વારા લાગતાં દશ એષણાના દોષોનો ત્યાગ જરૂરી છે અને પ્રાપ્ત થયેલા તે આહારને રસાસ્વાદ