Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આવશ્યક-૪
[ ૫ ]
મંડી પાદડિયા- મંડી પ્રાભૂતિકા. નિર્દોષ આહાર સામગ્રી સાધુને વહોરાવવા માટે એક જગ્યાએ એકત્રિત કરીને રાખી હોય અથવા તૈયાર કરેલા આહારમાંથી પુણ્યાર્થે કોઈને દેવા માટે આહાર નિશ્ચિત કરીને અલગ રાખ્યો હોય, તેવા અગ્રપિંડ રૂપ આહાર ગ્રહણ કરવો, તે મંડીપાડિયા દોષ છે. વલ પાદુડિયા- બલિ પ્રાભૃતિકા. બલિકર્મ માટે અર્થાત્ શ્રાદ્ધ આદિ પ્રસંગે કાગડા આદિ પક્ષીઓને માટે ચારે દિશામાં ફેંકવા માટે રાખેલો આહાર ગ્રહણ કરવો, તે બલિપાડિયા દોષ છે. ઠવા પાઘડિયાપ–સ્થાપના પ્રાકૃતિકા :- સાધુના ઉદ્દેશથી અથવા અન્ય ભિક્ષકો માટે અલગ કાઢીને રાખેલા આહારમાંથી ભિક્ષા લેવી તે સ્થાપના દોષ થાય છે. આ પ્રમાણે ગ્રહણ કરવાથી અંતરાય દોષ લાગે છે. સપિ :- આહાર લેતા સમયે આહારના સંબંધમાં કોઈ પણ પ્રકારના આધાકર્માદિ દોષની આશંકા હોય તો તેવો આહાર સાધુએ લેવો ન જોઈએ. દોષનો નિશ્ચય ન હોય, માત્ર દોષની સંભાવના જ હોય તો પણ તે શંકિત આહાર સાધુને માટે વર્જિત છે. સાધનાના માર્ગમાં અંશ માત્ર પણ આશંકાની ઉપેક્ષા ક્ષમ્ય નથી. દોષની આશંકા હોવા છતાં આહાર ગ્રહણ કરવો, તે સાધુની માનસિક દુર્બળતા તથા આસક્તિ ભાવને પ્રગટ કરે છે. સદણાંજરે:- એકાએક શીઘ્રતાથી ગ્રહણ કરવો. પ્રત્યેક કાર્ય વિવેક અને વિચાર પૂર્વક થવું જોઈએ. શીઘ્રતાથી કે ઝડપથી કાર્ય કરવું લૌકિક અને લોકોત્તર બંને દષ્ટિકોણથી અહિતકારી છે. શીઘ્રતાથી કાર્ય કરવામાં કાર્યના ગુણ–દોષ તરફ લક્ષ્ય રહેતું નથી. ઉતાવળ મનુષ્યના છીછરાપણાનું પ્રગટીકરણ છે. આહારની નિર્દોષતાનો વિચાર કર્યા વિના આહાર ગ્રહણ કરવો, તે સહસાકાર દોષ છે. અસTE- ગવેષણા, ગ્રહણષણા અને પરિભોગેષણા, આ ત્રણે પ્રકારની એષણાની શુદ્ધિવિના અનેષણિક ભોજન-પાણી ગ્રહણ કર્યા હોય. સાધુને પ્રાસુક-જીવ રહિત અચેત પદાર્થો કલ્પનીય છે. તે પદાર્થો પ્રાસુક હોવાની સાથે ત્રણ પ્રકારની એષણાના દોષ રહિત નિર્દોષ હોવા પણ જરૂરી છે, તેથી જ સાધુને ગ્રાહ્ય પદાર્થોના કથનમાં નિર્દોષ અને પ્રાસુક અથવા પ્રાસુક અને એષણીય, આ બંને શબ્દોનો પ્રયોગ થાય છે. પોયણ..... લીલ-ફૂગ, કીડી, મંકોડા આદિ જીવયુક્ત આહાર, જેમ કે– મંકોડા ચડી ગયા હોય, તેવા મીઠાઈ આદિ ખાદ્ય પદાર્થો, દાડમના દાણા નાખેલો ફૂટ સલાડાદિ બીજ સહિતનો આહાર, ગુલાબની લીલી પાંદડીઓ નાંખેલો શ્રીખંડ વગેરે લીલી વનસ્પતિ સહિતનો આહાર, નિર્દોષ અને એષણીય હોવા છતાં તે અપ્રાસુક–જીવ યુક્ત હોવાથી સાધુ માટે અગ્રાહ્ય છે.
ઘણી આધુનિક પ્રતોમાં સગાઈ પછી પસMIણ અને અજમોથMIL શબ્દો જોવા મળે છે, પરંતુ પ્રાચીન પ્રતોમાં તેનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી, હરિભદ્રસૂરિ આદિ આચાર્યોએ આવશ્યક ટીકામાં પણ તેનો ઉલ્લેખ કર્યો નથી, તે શબ્દપ્રયોગ પણ અપ્રાસંગિક લાગે છે. પ્રસ્થાન્નિયTU- પશ્ચાતકર્મ દોષયુક્ત આહાર. સાધુને આહાર વહોરાવ્યા પછી સાધુના નિમિત્તે ગૃહસ્થ આરંભ સમારંભ કરે, તે પશ્ચાતકર્મ દોષ છે. જેમ કે- સાધુ ગૃહસ્થને ત્યાંથી અધિક માત્રામાં આહાર ગ્રહણ કરી લે, તો ગૃહસ્થને પાછળથી પોતાના માટે બીજી વાર રસોઈ બનાવવી પડે છે અથવા સાધુને વહોરાવ્યા પછી ગૃહસ્થ પોતાના હાથ, ચમચો આદિ વાસણ ધુએ, વગેરે પ્રવૃત્તિમાં થતો આરંભ સમારંભ પાછળથી સાધુના નિમિત્તે થાય છે, તેવો પશ્ચાત્ કર્મદોષ યુક્ત આહાર સાધુને અગ્રાહ્યા છે. તેવા