Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૦ |
શ્રી આવશ્યક સૂત્ર
લોગસ્સના પાઠનું સ્વરૂપ સમજવા માટે તેના વિષયને પાંચ વિભાગમાં વિભાજિત કરાય છે. (૧) તીર્થકરનું સ્વરૂપ, (૨) તીર્થકરોનાં નામ, (૩) તીર્થકરોની વિશેષતા, (૪) ભક્તની યાચના, (૫) તીર્થકરોને આપેલી ઉપમા. (૧) તીર્થંકરનું સ્વરૂપ તોલ્સ..... વવવ વતી- આ સૂત્ર પાઠમાં તીર્થકરનું સ્વરૂપ તેમના ચાર મૂળ અતિશયથી પ્રગટ થાય છે. નોટ્સ- લોકના. લોકના ચાર પ્રકાર છે. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યાત્મક દ્રવ્યલોક, ચૌદ રજું પ્રમાણ ત્રિલોક, અનંતાનંત ઉત્સર્પિÍ-અવસર્પિણી કાલ પ્રમાણ કાલલોક અને જીવોના ઔદાયિક આદિ આત્મપરિણામ રૂ૫ ભાવલોક છે. તીર્થકરો તે ચારે પ્રકારના લોકને પ્રકાશિત-પ્રગટ કરે છે. ૩ળો – ઉદ્યોત-પ્રકાશ કરનારા. વ્યાખ્યાગ્રંથમાં ઉદ્યોતના બે પ્રકાર કહ્યા છે. (૧) અગ્નિ, ચંદ્ર, સુર્ય, મણિ આદિનો ઉદ્યોત-પ્રકાશ દ્રવ્ય ઉધોત છે અને (૨) જ્ઞાનરૂપ પ્રકાશ ભાવ ઉદ્યોત છે. દ્રવ્ય ઉદ્યોત મર્યાદિત ક્ષેત્રને મર્યાદિત કાલ સુધી જ પ્રકાશિત કરી શકે છે, પરંતુ કેવળજ્ઞાન રૂપ પ્રકાશ અખંડ અને ત્રિકાલાબાધિત છે. તીર્થકરો કેવળજ્ઞાન-કેવળદર્શન રૂપ ક્ષાયિક જ્ઞાનને વરેલા છે. તે જ્ઞાનરૂપ પ્રકાશ અખંડ, અવ્યાઘાત, સૈકાલિક અને શાશ્વત છે. તેવા જ્ઞાનરૂપ પ્રકાશથી તીર્થકરો સમગ્ર લોકાલોકના સર્વ દ્રવ્યોને અને તેની સર્વ પર્યાયોને પ્રકાશિત કરે છે.
આ રીતે “ઉજ્જોયગરે’ શબ્દ તીર્થકરના જ્ઞાનાતિશયને પ્રગટ કરે છે. થર્મોતિર્થંરે- ધર્મ રૂપી ચાર તીર્થના સંસ્થાપક. તીર્થકરો કેવળજ્ઞાન-કેવળદર્શનને પ્રાપ્ત કરીને શ્રુત-ચારિત્રધર્મની પ્રરૂપણા દ્વારા ચાર તીર્થની સ્થાપના કરે છે. અનાદિકાળથી સંસાર સમુદ્રમાં ડૂબી રહેલા જીવોને સંસાર સમુદ્રથી તારે, તે તીર્થ છે. પ્રભુના પુણ્યપ્રભાવે સર્વ જીવો પ્રભુના ઉપદેશને પોતાની યોગ્યતા પ્રમાણે પોત-પોતાની ભાષામાં સમજી જાય છે, આ પ્રભુનો વચનાતિશય છે. પ્રભુનો ઉપદેશ ક્રોધાદિ કષાયોનો નિગ્રહ કરે છે. રાગ-દ્વેષ રૂપ દાવાનલને શાંત કરવામાં સમર્થ છે, તેથી જિનપ્રવચન તીર્થ છે. તીર્થકરો જિન પ્રવચનના આધારે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.
આ ચાર પ્રકારના સંઘમાંથી કોઈ પણ સંઘમાં સ્થાન પામીને સાધક સંસાર સમુદ્રને તરી શકે છે, તેથી ચતુર્વિધ સંઘ તીર્થ કહેવાય છે. તીર્થંકરનામ કર્મના ઉદયે પ્રભુ ચાર પ્રકારના તીર્થની સ્થાપના કરતા હોવાથી તીર્થકર કહેવાય છે. નિ- રાગ-દ્વેષ રૂપ સર્વ પાપ પ્રવૃત્તિ પર સાર્વત્રિક વિજય પ્રાપ્ત કરે, તે જિન છે.નિને શબ્દ તીર્થકરના અપાયાપગમાતિશયને પ્રગટ કરે છે.
હિતે- અરિ = રાગ-દ્વેષ રૂપી શત્રુ અથવા ઘાતિ કર્મરૂપી શત્રુનો ઘાત કરે, તે અરિહંત છે અથવા અઈમધાતુ યોગ્યતાના અર્થમાં પ્રયુક્ત થાય છે. જેઓ દેવ, દાનવ અને મનુષ્યોની પૂજાને યોગ્ય છે, દેવકૃત અષ્ટ પ્રાતિહાર્યથી, ચોત્રીસ અતિશયોથી યુક્ત છે તે અરિહંત છે. રિતે શબ્દ તીર્થકરના પૂજાતિશયને પ્રગટ કરે છે.
- આ રીતે ચાર ઘાતિ કર્મોનો નાશ કરીને, કેવળજ્ઞાન-કેવળદર્શનને પ્રાપ્ત થયેલા, લોકાલોકને પ્રકાશિત કરનારા, શ્રત અને ચારિત્ર રૂપ ધર્મની પ્રરૂપણા દ્વારા સંસાર સમુદ્રને પાર કરવા માટે ચતુર્વિધ સંઘ-તીર્થની સ્થાપના કરનારા, દેવ-દાનવ અને મનુષ્યો દ્વારા પૂજાયેલા, આ ચાર મૂળ અતિશયોથી યુક્ત અરિહંત પરમાત્માનું-તીર્થકરોનું હું રિફરૂં કીર્તન કરીશ, સ્તુતિ કરીશ.