Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આવશ્યક સૂત્ર
કેવલી પ્રરૂપિત ધર્મની આરાધનાથી જ ઔયિક, સાોપશમિક કે સાયિક ભાવમાં ઉત્તમ ભાવોની કે અરિહંત આદિ પૂર્વોક્ત ત્રણે પદની પ્રાપ્તિ થાય છે, તેથી કેવલી પ્રરૂપિત ધર્મ પણ ભાવ લોકમાં ઉત્તમ છે. ચત્તારિ શરણ:
re
३ चत्तारि सरणं पवज्जामि अरिहंते सरणं पवज्जामि, सिद्धं सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलि पण्णत्तं धम्मं सरणं पवज्जामि ।
–
શબ્દાર્થ :- પાર - ચારનું, સરળ – શરણ, પવામિ – સ્વીકારું છું, તંત્તે – અરિહંતોનું, સિદ્ધે – સિદ્ધોનું, સાહૂ – સાધુઓનું, યોનિ – કેવળીએ, પળત્ત – કહેલા, ધમ્મ – ધર્મનું,
ભાવાર્થ :-ચાર શરણ સ્વીકારું છું. અરિહંતોનું શરણ સ્વીકારું છું, સિદ્ધોનું શરણ સ્વીકારું છું, સાધુઓનું શરણ સ્વીકારું છું, સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચાર પ્રકારના શરણનું પ્રતિપાદન છે.
સરળ પવન્ગામિ- શળ પ્રપો આશ્રયં નામ । શરણ સ્વીકારવું અર્થાત્ તેના આશ્રયે જવું, આશ્રયનો સ્વીકાર કરવો. જેમ વિશાળ સમુદ્રમાં ઘૂઘવતા મોજાઓમાં ડૂબતા માનવ માટે હીપ આશ્રયભૂત છે. દ્વીપનો આશ્રય પામીને માનવ સમુદ્રના ભયથી નિશ્ચિંત બની જાય છે. તે જ રીતે ઘોર સંસાર સાગરમાં, ચાર ગતિના વમળમાં ફસાયેલા જીવોને માટે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન વગેરે આશ્રય સ્થાન રૂપ છે, તેનું શરણ સ્વીકારી જીવ સર્વ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે.
-
શરણના પ્રકાર– વિશ્વના કોઈ પણ ભૌતિક પદાર્થો જીવના શરણ રૂપ થઈ શકતા નથી કારણ કે સર્વ પદાર્થો ક્ષણિક અને નાશવંત છે. જીવ સાથે તે પદાર્થોનો સંબંધ પણ કર્મના ઉદય પ્રમાણે જ રહે છે, કોઈ પણ પદાર્થ જીવ સાથે કાયમ રહેતો નથી. વ્યક્તિના સંબંધો પણ કર્મજન્ય છે, સંબંધો સદા માટે એક સમાન હોતા નથી. પ્રત્યેક જીવ પોત-પોતાના કર્મ પ્રમાણે જીવે છે, કોઈ જીવ કોઈને દુઃખથી મુક્ત કરી શકતા નથી કે કોઈ જીવ કોઈને સુખી કરી શકતા નથી. સંસારી જીવો કે ભૌતિક પદાર્થો સ્વયં અશરણભૂત હોવાથી અન્યને શરણરૂપ બની શકતા નથી. સ્વયં ડૂબતી વ્યક્તિ બીજાને તારી શકતી નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ધમ્મો પીવો પઠ્ઠા નં (અઘ્ય. ૨૩) સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને માટે ધર્મને દ્વીપની ઉપમા આપીને ધર્મને જ આધારભૂત-શરણભૂત કહ્યો છે. કેવળી પ્રરૂપિત ધર્મનો આશ્રય લેનાર વ્યક્તિ સંસાર સમુદ્રને પાર કરી શકે છે, તેથી તે શરણભૂત છે.
શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરનાર અરિહંત ભગવાન, તે ધર્મના આધારે સંસાર સમુદ્રને પાર કરીને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરનારા સિદ્ધ ભગવાન અને તે ધર્મના માર્ગે પુરુષાર્થ કરનારા અને અનેક ભવી જીવોને પણ સન્માર્ગનું દર્શન કરાવનારા સાધુ ભગવાન અને સ્વયં મોક્ષ માર્ગ રૂપ ધર્મ શરણભૂત છે. આ રીતે આ લોકમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ જ શરણભૂત છે.
ચારે ય ઉત્તમોનું શરણ સ્વીકારવાથી અજ્ઞાન દૂર થાય, જ્ઞાન જાગૃત થાય, સ્વયંની રક્ષા કરવામાં અને પોતાના ભાગ્યનું નિર્માણ કરવામાં સાધક સમર્થ બની જાય છે. ઉત્તમ વ્યક્તિનું શરણ સ્વીકારવાથી