Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦ |
શ્રી આવશ્યક સૂત્ર
ભક્તિસભર ભાવો પ્રગટ કરે છે. પોતાના ભાવોની વિશુદ્ધિથી જ ભક્તના અનંત કર્મોની નિર્જરા થાય છે. વિત્તિય વંતિય મહિલા.... કીર્તિત, વંદિત, પૂજિત. આ ત્રણે શબ્દો સ્તુતિ-ભક્તિની ક્રમિક અવસ્થાને સુચિત કરે છે. પ્રત્યેક તીર્થકરોના નામસ્મરણ પૂર્વક સ્તવન કરવું, તે કીર્તન છે, પંચાંગ નમાવીને ત્રણે યોગની શુદ્ધિ પૂર્વક સમ્યક પ્રકારે નમસ્કાર કરવા, તે વંદન છે અને જ્ઞાનાદિ અનંત ગુણોના ધારક, વિતરાગ, સર્વજ્ઞ હોવાથી દેવો, દાનવો અને માનવો દ્વારા સત્કાર અને સન્માન થવો, તે પૂજન છે અથવા પંચાંગ નમાવવા, તે દ્રવ્યપૂજા અને મન, વચન, કાયાની વિશુદ્ધિ દ્વારા ભાવોની વિશુદ્ધિ કરવી, તે ભાવપૂજા છે. તીર્થકરો ત્રણે લોકના પ્રાણીઓને માટે વંદનીય અને પૂજનીય હોવાથી ગૈલોક્ય પૂજિત છે. ને ૫ નોનસ ૩ત્તા સિદ્ધ- ઉપરોક્ત ગુણસંપન્ન લોકમાં ઉત્તમ. કર્મબંધના કારણભૂત રાગ-દ્વેષ ૩૫ કલંકનો સર્વથા નાશ કર્યો હોવાથી તેઓ લોકમાં ઉત્તમ- સર્વ શ્રેષ્ઠ છે અને ભવબીજને સર્વથા બાળીને કૃતકૃત્ય થઈ ગયા હોવાથી સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયા હોવાથી સિદ્ધ છે.
આ રીતે તીર્થકરો (૧) કર્મ રૂપ રજ-મલને દૂર કરનારા, (૨) જન્મ, જરા અને મરણનો નાશ કરનારા, (૩) દેવો, દાનવો અને માનવો દ્વારા કીર્તન, વંદન અને પૂજન કરાયેલા, (૪) લોકમાં સર્વ શ્રેષ્ઠ અને (૫) સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયા હોવાથી કૃતકૃત્ય-સિદ્ધ સ્વરૂપ છે. (૪) ભક્તની યાચના- ભક્ત તીર્થકરોના નામસ્મરણ અને ગુણસ્મરણ રૂ૫ ભક્તિ કરે છે. ત્યારે તેની ભગવદ્ સ્વરૂપને પ્રગટ કરવાની એક માત્ર ઈચ્છા હોય છે, પરંતુ જ્યાં સુધી તે ઇચ્છા પૂર્ણ ન થાય, ત્યાં સુધી ભક્ત પરમાત્મા પાસે તેના બીજભૂત ત્રણ અમોઘ સાધનની યાચના કરે છે. આરા- આરોગ્ય. શરીરની સ્વસ્થતા તે દ્રવ્ય આરોગ્ય અને આત્મભાવોની અખંડતા, સ્વરૂપમાં સ્થિતિ, તે ભાવ આરોગ્ય છે. શરીરની સ્વસ્થતા કે અસ્વસ્થતા ક્ષણિક છે, તેથી સાધકના જીવનમાં તેનું વિશેષ મહત્ત્વ નથી પરંતુ અનાદિ કાળથી જીવને લાગુ પડેલા જન્મ અને મરણ રૂપ મહારોગથી મુક્ત થઈ ભાવ આરોગ્યની પ્રાપ્તિ કરવી, તે જ ભક્તની ઝંખના હોય છે.
દિશામં- બોધિલાભ. વસ્તતત્ત્વની યથાર્થ સમજણ, તે બોધિ છે. બોધિલાભના આધારે જ સાધક સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપ રત્નત્રયીની આરાધના કરી શકે છે. આ રીતે બોધિલોભ, તે આરાધનાનું બીજ છે, આરાધનાની પૂર્વભૂમિકા છે અથવા વધસ્તુ ત ત્વાર્થ | બોધિ એટલે સમ્યકત્વનું કાર્ય. સમ્યકત્વના પરિણામે થતી સમ્યક વિચારણા, સમ્યક આચાર કે સમ્યક વ્યવહાર. સમાદિ વરસત્તનં- ઉત્તમ પ્રકારની સમાધિ. ચિત્તની સમ સ્થિતિ, ચિત્તની એકાગ્રતાને સમાધિ કહે છે. શરીરની અનુકુળતા કે સ્વસ્થતા પ્રાપ્ત કરવી, તે દ્રવ્ય સમાધિ છે અને રત્નત્રયીની આરાધનાથી આધિ, વ્યાધિ, ઉપાધિનો નાશ થવો, તે ભાવસમાધિ છે.
આ બંને પ્રકારની સમાધિમાં ભાવસમાધિ જ શ્રેષ્ઠ છે અને ભક્તની યાચનામાં ભાવ સમાધિનું જ મહત્ત્વ છે. તેને ગ્રહણ કરવા વર- શ્રેષ્ઠ શબ્દનો પ્રયોગ છે. ભાવસમાધિમાં પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી તરતમતા હોય છે. તેમાંથી અહીં ઉત્કૃષ્ટ કોટિની સમાધિનું જ કથન હોવાથી ૩ત્તમ શબ્દનો પ્રયોગ છે. ઉત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ ભાવ સમાધિને પ્રાપ્ત કરવી, તે જ ભક્તની ઇચ્છા છે. જિંતુ- તીર્થકરોની સ્તુતિ કરીને ભક્ત તેમની પાસે કોઈ પણ ભૌતિક પદાર્થોની યાચના ન કરતા તેમના વીતરાગભાવને અનુરૂપ યાચના કરે છે કે હે પ્રભો! આપની સ્તુતિ-ભક્તિથી મને ભાવ આરોગ્ય, નિદાન