Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
વો- કર્યા હોય, તH - તેનું નામો - હે ક્ષમાવાન શ્રમણ !, ડિમાન- પ્રતિક્રમણ કરું છે. ઉલમ- તેની હું નિંદા કરું છું, રિહાન- ગહ કરું છું (ગુરુની સાક્ષીએ ધિક્કારું છું) વિશેષ નિંદા કરું છું, અપાપ – આશાતનાકારી અતીત આત્માને, વોસિરામિ - વોસિરાવું છું, દૂર કરું છું, તે દોષનો પૂર્ણ રૂપથી પરિત્યાગ કરું છું. ભાવાર્થ :- હે ક્ષમાવાન ગુરુદેવ! હું મારા શરીરને પાપ ક્રિયાથી હટાવીને યથાશક્તિ વંદના કરવાની ઇચ્છા કરું છું. તેથી મને આપના અવગ્રહમાં અર્થાતુ આપની ચારે તરફના સાડા ત્રણ હાથ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની આજ્ઞા આપો !
- હું અશુભ વ્યાપારોને છોડીને મારા મસ્તક તથા હાથથી આપના ચરણ કમલોને સમ્યગુ રૂપથી સ્પર્શ કરું છું.(ચરણ સ્પર્શની ક્રિયા પૂર્ણ થયા પછી) ચરણ સ્પર્શ કરતાં મારા દ્વારા આપને જે કાંઈ પણ બાધા પીડા થઈ હોય તો તેના માટે ક્ષમા કરો.
શું આપનો આજનો દિવસ સર્વ પ્રકારની ગ્લાનિ રહિત ખૂબ જ સરસ રીતે આનંદપૂર્વક વ્યતીત થયો છે? શું આપની તપ તથા સંયમરૂપ યાત્રા નિરાબાધપણે વ્યતીત થાય છે? આપના શરીર, મન તથા ઇન્દ્રિયો બાધાથી રહિત સકુશલ અને સ્વસ્થ છે ને?
હે ક્ષમાશ્રમણ ગુરુદેવ! મારાથી આજના દિવસમાં આપનો કોઈ અપરાધ થયો હોય, તેને ક્ષમા કરવાની કૃપા કરો. હે ભગવન્! આવશ્યક ક્રિયા કરતા સમયે મારાથી જે વિપરીત આચરણ થયું હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું
હે ક્ષમાશ્રમણ ગુરુદેવ ! કોઈપણ મિથ્યાભાવથી, માનસિક દ્વેષથી, દુર્ભાષણથી, શરીરની દુષ્ટ ચેષ્ટાઓથી, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, સર્વકાલથી સંબંધિત, સર્વ પ્રકારના મિથ્યા વ્યવહારથી, સર્વ પ્રકારના ધર્મોનું અતિક્રમણ કરવાથી તેત્રીશ પ્રકારની અશાતનાઓમાંથી કોઈપણ અશાતના દ્વારા મારાથી કોઈપણ અતિચાર-દોષનું સેવન થયું હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ તેની ગહ કરું છું અને પાપ કર્મ કરનારા મારા કષાયાત્મા અને યોગાત્માનો પરિત્યાગ કરું છું અર્થાત્ આ પ્રકારના પાપ વ્યવહારોથી મારા આત્માને અલગ કરું છું. વિવેચનઃ
આવશ્યક ક્રિયામાં ત્રીજો આવશ્યક વંદના છે. સાધનાના ક્ષેત્રમાં તેનું મહત્વપૂર્ણ સ્થાન છે. હિતોપદેશી ગુરુદેવને વિનમ્ર ભાવથી વંદન કરવા, દિવસ અને રાત્રિ સંબંધી સુખશાંતિની પૃચ્છા કરવી તે શિષ્યનું પરમ કર્તવ્ય છે, તેથી શિષ્ય આ પાઠના ઉચ્ચારપૂર્વક ઉત્કૃષ્ટ ભાવે ગુરુને બાર આવર્તનપૂર્વક વિધિ સહિત વંદન કરે છે.
પ્રસ્તુત પાઠની સ્પષ્ટતા માટે તેના ચાર વિભાગ કરી શકાય છે– (૧) ઈચ્છાનિવેદન, (૨) આજ્ઞા યાચના, (૩) સુખશાતા પૃચ્છા, (૪) ક્ષમાયાચના. (૧) ઈચ્છાનિવેદન– રૂછામ- સાધનાનું ક્ષેત્ર સ્વૈચ્છિક છે. કોઈ પણ અનુષ્ઠાનની આરાધના સાધક પોતાની ઇચ્છા પ્રમાણે કરે, તો જ તે ઉત્સાહપૂર્વક તેની આરાધના કરી શકે છે. અન્યના દબાણથી થયેલી ક્રિયા વેઠ બની જાય છે. તેથી આલોચના સૂત્ર, પ્રતિક્રમણ સૂત્ર આદિનો પ્રારંભ “ઈચ્છામિ’ શબ્દથી થાય છે. ઇચ્છામિ પડિક્કમિઉં... ઇચ્છામિ ભતે!... વગેરે. સાધનાના ક્ષેત્રમાં ગુરુની મહત્તાને સ્વીકારીને