Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૨ ]
શ્રી આવશ્યક સૂત્ર
ચોથો આવશ્યક | પ્રાકકથન % % % % % % % %
આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનનું નામ પ્રતિક્રમણ છે. તેમાં દશ પાઠનો સમાવેશ થાય છે.
(૧) નિમિતે (ર) વત્તર માd (૩) ફચ્છામિ પડિ મિડું- (૪) વાવયં (૫ થી ૯) પાંચ શ્રમણ સૂત્ર (૧૦) ક્ષમાપના. (૧) નિમિતે- આ સામાયિકનું પ્રતિજ્ઞા સૂત્ર છે. સર્વ પાપકારી પ્રવૃત્તિના ત્યાગ અને સમભાવની પ્રાપ્તિ માટેના સંકલ્પ પછી જ સાધક પ્રતિક્રમણ-પાપથી પાછો ફરી શકે છે, તેથી ચોથા પ્રતિક્રમણ આવશ્યકના પ્રારંભમાં “કરેમિ ભંતે' પાઠનું ઉચ્ચારણ થાય છે. (૨) વત્તરિ મનં– તેમાં લોકમાં રહેલા ચાર મંગલ, ચાર ઉત્તમ અને ચાર શરણનું નિરૂપણ છે.
પાપનું પ્રતિક્રમણ કરવા ઇચ્છુક સાધકે સહુ પ્રથમ સુયોગ્ય વ્યક્તિનું શરણ સ્વીકારી, તેના ચરણે જીવન સમર્પિત કરીને, ત્યાર પછી તેમની સમક્ષ પાપદોષની આલોચના અને પ્રતિક્રમણ કરવાનું હોય છે, તેથી જ સંક્ષિપ્ત પ્રતિક્રમણની પૂર્વે મંગલસૂત્રનું કથન છે.
સાધકને દઢતમ શ્રદ્ધા અને પ્રતીતિ થાય કે અશરણભૂત આ લોકમાં અરિહંત આદિ ચાર મંગલ છે, ચાર ઉત્તમોત્તમ છે, ત્યારે જ તે તેમનું શરણ સ્વીકારી શકે છે, તેથી ક્રમશઃ ચાર મંગલ, ચાર ઉત્તમ અને ચાર શરણનું પ્રતિપાદન છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મ જ લોકમાં મંગલ છે, ઉત્તમ છે અને શરણભૂત છે. (૩) છામિ દિવસ (afમ વાડા )- સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્રનુ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ અનુષ્ઠાનોમાં વિરાધના થઈ હોય, અતિચારના સેવનથી વ્રત આદિ ખંડિત થયા હોય, તેની વિસ્તૃત આલોચના પૂર્વે સાધક આલોચનાના સંપૂર્ણ વિષયોની સંક્ષિપ્ત રૂપરેખા તૈયાર કરે છે અને ત્યાર પછી તે રૂપરેખા અનુસાર ક્રમશઃ આલોચના કરે છે. (૪) ફરિયાવહિયં સુત્ર- આ પાઠમાં ગમનાગમન અથવા શારીરિક ક્રિયાઓ દ્વારા થયેલી વિરાધનાનું પ્રતિક્રમણ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ચારે ગતિના જીવોની દશ પ્રકારની હિંસા સંબંધિત દોષોના શુદ્ધિકરણ માટે આ પાઠ છે. આ પાઠ દ્વારા હિંસાની વ્યાપકતા સ્પષ્ટ થાય છે. જીવ મરી જવાથી જ હિંસાનો દોષ લાગે છે તેમ નથી પરંતુ તે જીવોની સ્વૈચ્છિક ગતિમાં બાધક બનવું, તેની પ્રગતિને રોકવી, સ્થાનાંતરિત કરવા, કિલામના કે પરિતાપ પહોંચાડવો વગેરે જીવને પ્રતિકૂળ સર્વ પ્રવૃત્તિઓની હિંસામાં જ ગણના થાય છે. પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય, આ દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણને પીડા પહોંચાડવી, તે હિંસા છે. (૫) પહેલું શ્રમણસૂત્રઃ શય્યા સૂત્ર:- જૈન દર્શનાનુસાર વ્યક્તિ જાગૃત અવસ્થામાં કે નિદ્રાવસ્થામાં દોષનું સેવન કરે, તો તે બંને અવસ્થામાં કરેલા દોષસેવનથી તેને કર્મબંધ અવશ્ય થાય છે. તે બંને અવસ્થાના દોષોની જવાબદાર વ્યક્તિ સ્વયં છે, તેથી તેણે જાગૃત અવસ્થાના દોષોના પ્રતિક્રમણની જેમ નિદ્રાજન્ય દોષોનું પ્રતિક્રમણ કરવું આવશ્યક છે.