Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આવશ્યક સૂત્ર
સંક્ષેપમાં મનુષ્ય દેહધારી, મનુષ્ય લોકમાં સદેહે વિચરણ કરનાર, કેવળજ્ઞાન-કેવળદર્શનના ધારક વીતરાગી તીર્થંકર ભગવાનને અરિહંત કહે છે. તે જઘન્ય ૨૦ અને ઉત્કૃષ્ટ ૧૭૦ હોય છે. સિદ્ધાળ- સિદ્ધ. જેણે આઠે કર્મોનો આત્યંતિક નાશ કર્યો છે, જેના સકલ કાર્યો સિદ્ધ થઈ ગયા છે, જે લોકના અગ્રભાગે સિદ્ધક્ષેત્રમાં શાશ્વતકાલ પર્યંત બિરાજમાન છે, જેને પુનઃ જન્મ-મરણ કરવાના નથી તેવા દેહ રહિત પૂર્ણ શુદ્ધ આત્માને સિદ્ધ ભગવાન કહે છે.
૧૦
સિદ્ધ શબ્દના વૃત્તિકારે છ અર્થ કર્યા છે.
ध्यातं सितं येन पुराण कर्म, यो वा गतो निवृत्तिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्ध कृतमंगलो मे ॥
અર્થ :- (૧) જેણે પૂર્વોપાર્જિત કર્મરૂપ ઈધનનો સર્વથા નાશ કર્યો છે, (૨) જેઓ મુક્તિરૂપ પ્રાસાદના અગ્રભાગે બિરાજમાન છે, (૩) જેઓ પોતાના નિર્મળ ગુણોથી પ્રસિદ્ધ છે, (૪) જેઓ ભૂતકાળમાં ધર્મશાસન પ્રવર્તાવ્યું છે, (૫) જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે, (૬) જેઓ મંગળરૂપ બની ગયા છે. તેવા ગુણસંપન્ન શુદ્ધાત્માને સિદ્ધ ભગવાન કહે છે.
ઉપરોક્ત અર્થોથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધોનું અસ્તિત્વ દીપક ઓલવાઈ જવાની જેમ સર્વથા અભાવરૂપ નથી, પરંતુ તે પૂર્ણ શુદ્ધાત્મા અનંત આત્મગુણોના અનુપમ અનંત સુખ સહિત છે. આયરિયાળ- આચાર્ય.નિર્યુક્તિકારે આ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે– આ પર્યતેઽસાવિત્યાવાર્થ:, જાિિમિ: સેવ્યર્ કૃત્યર્થઃ । મર્યાદાપૂર્વક મોક્ષ સાધનાના કાર્યોથી ભવીજનો દ્વારા સેવનીય છે, તેને
આચાર્ય કહે છે.
શિલ્પાચાર્ય, કલાચાર્ય અને ધર્માચાર્યના ભેદથી આચાર્યના ત્રણ પ્રકાર છે, પરંતુ પ્રસ્તુતમાં ખમો પદના સાહચર્યથી ધર્માચાર્યનું ગ્રહણ થાય છે.
(૧) જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચ પ્રકારના આચારનું સ્વયં પાલન કરે અને બીજાને કરાવે, તે આચાર્ય છે.
(૨) જે સૂત્ર અને તેના અર્થ-પરમાર્થના જ્ઞાતા, ઉત્તમ લક્ષણોથી યુક્ત, ગચ્છના મેઢીભૂત, ગચ્છને ચિંતામુક્ત કરનાર અને સૂત્રાર્થના પ્રતિપાદક હોય, તે આચાર્ય છે.
(૩) જે આચારનું અર્થાત્ હેયોપાદેયનું, સંઘના હિતાહિતનું અન્વેષણ કરવામાં તત્પર હોય, તે આચાર્ય છે. સંક્ષેપમાં તીર્થંકરોની અનુપસ્થિતિમાં ચતુર્વિધ સંઘના અનુશાસ્તા, સંઘ શિરોમણિ, સંઘ નાયક ગુણ સંપન્ન, પ્રતિભાસંપન્ન મહાશ્રમણને આચાર્ય કહે છે.
સવન્નાયા”- ઉપાધ્યાય. પેત્યાધીયતેઽસ્માત્ સાધવ: મૂત્રમિત્યુપાધ્યાયઃ । જેઓની સમીપે રહીને શિષ્યો સૂત્ર અને અર્થનો અભ્યાસ કરે છે, તે ઉપાધ્યાય છે. વૃત્તિકારે તેના પાંચ અર્થ આપ્યા છે. (૧) જેની સમીપે સૂત્રનું અધ્યયન, સૂત્રાર્થનું સ્મરણ અને વિશેષ અર્થ ચિંતન થાય, તે ઉપાધ્યાય છે. (૨) જે દ્વાદશાંગીરૂપ સ્વાધ્યાયનો ઉપદેશ આપે છે, તે ઉપાધ્યાય છે.
(૩) જેના સાંનિધ્યથી શ્રુતનો, સ્વાધ્યાયનો અનાયાસે આય-લાભ થાય, તે ઉપાઘ્યાય છે.