Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આવશ્યક-૧
)
૧૫ ]
છે. અરિહંત, આચાર્ય કે ઉપાધ્યાયના ગુણોની સંખ્યાનું કથન આગમમાં પ્રાપ્ત થતું નથી, પરંતુ ગ્રંથોમાં અને પરંપરા અનુસાર પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણોની ગણના પ્રચલિત છે. તેમાં અરિહંતના ૧૨ ગુણ + સિદ્ધના ૮ ગુણ + આચાર્યના ૩૬ ગુણ + ઉપાધ્યાયના ર૫ ગુણ + સાધુના ૨૭ ગુણ = ૧૦૮ ગુણ થાય છે. અરિહંતના ૧૨ ગુણ - અરિહંત ભગવાને ચાર ઘાતિ કર્મોનો નાશ કર્યો છે, તે ચાર કર્મના ક્ષયથી પ્રગટ થતાં ગુણો અને પ્રભુના પુણ્ય પ્રભાવથી પ્રગટ થતી વિશેષતાઓની અપેક્ષાએ બાર ગુણ આ પ્રમાણે છે(૧) અનંતજ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત ચારિત્ર, (૪) અનંત તપ, (૫) અનંત બલવીર્ય, (૬) અનંત ક્ષાયિક સમક્તિ, (૭) વજx8ષભ નારાચ સંઘયણ, (૮) સમચુરસ સંસ્થાન (૯) ચોત્રીસ અતિશયો, (૧૦) પાંત્રીસ ગુણ યુક્ત વાણી, (૧૧) એક હજાર આઠ ઉત્તમ લક્ષણો, (૧૨) ૬૪ ઇન્દ્ર દ્વારા પૂજનીકપણું.
કેટલાક આચાર્યો પ્રભુને તીર્થકર નામકર્મના ઉદયે પ્રગટ થતાં દેવકૃત અષ્ટ પ્રાતિહાર્ય અને ચાર મૂળ અતિશય, આ રીતે બાર ગુણને સ્વીકારે છે. અષ્ટ પ્રાતિહાર્ય :- (૧) અશોકવૃક્ષદેવો ભગવાનના સમવસરણમાં ભગવાનના દેહથી બારગણું ઊંચું અશોક વૃક્ષ તૈયાર કરે છે. તેની નીચે બેસીને પ્રભુ દેશના આપે છે, (૨) સુરપુષ્પવૃષ્ટિ– ભગવાનના સમવસરણમાં દેવો પાંચે વર્ણના અચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરે, તે ફૂલોના ડીંટ નીચે રહે અને મુખ ઊપર રહે છે, (૩) દિવ્યધ્વનિ જ્યારે ભગવંત દેશના આપે ત્યારે દેવો પોતાના ધ્વનિ વડે ભગવાનના સ્વરની પૂર્તિ કરે, (૪) ચામર ભગવાનની બંને બાજુએ આકાશમાં અતિશ્વેત ચામર વીંઝાતા રહે છે, (૫) સિંહાસન - આકાશમાં દેવો સિંહના મુખ જેવા આકારનું નિર્મળ સ્ફટિક રત્નજડિત પાદપીઠિકા સહિત સિંહાસન બનાવે છે, () ભામંડળ- ભગવાનના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્ય જેવા ઊગ્ર અને તેજસ્વી ભામંડળની રચના કરે છે. તેમાં ભગવાનનું તેજ સંક્રમણ પામે છે, (૭) દૂભિ– ભગવાનના સમવસરણમાં દેવો દેવ દુભિ વગાડે છે. (૮) દિવ્ય છત્ર- દેવો ભગવાનના મસ્તક ઉપર શરદ ઋતુના ચંદ્ર જેવા ઉજ્જવળ અને મોતીના હારોથી સુશોભિત ત્રણ છત્રની રચના કરે છે.
ચાર મૂળ અતિશય (ઉત્કૃષ્ટ ગુણો) આ પ્રમાણે છે– (૯) અપાયાપગમ અતિશય– અપાય એટલે પાપ અને અપગમ એટલે સંપૂર્ણપણે નાશ થવો. જેઓના પાપકર્મોનો સંપૂર્ણ નાશ થયો છે. અરિહંત પરમાત્મા સર્વ પ્રકારના પાપસ્થાનોથી, બાહ્ય–આત્યંતર દોષોથી રહિત હોય છે અથવા અપાય = ઉપદ્રવો અને અપગમ = નાશ, ઉપદ્રવનો નાશ. ભગવાન વિચરતા હોય ત્યાં પચીસ પચીસ યોજનમાં પ્રાય: રોગ, મરકી, વૈર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ વગેરે ઉપદ્રવો થતા નથી અને પરમાત્માનું શરીર પણ સર્વ પ્રકારના રોગોથી રહિત હોય છે, (૧૦) જ્ઞાનાતિશય- ભગવાન કેવળજ્ઞાન વડે લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે, (૧૧) પૂજાતિશય તીર્થકરો દેવો, દાનવો, માનવો દ્વારા પૂજનીય છે. રાજા, વાસુદેવ, બળ દેવ, ચક્રવર્તી, દેવો, ઈદ્રો વગેરે તેમને પૂજે છે, (૧૨) વયનાતિશય- ભગવાનના પુણ્ય પ્રભાવે તથા ૩૫ વાણીના ગુણોના કારણે પ્રભુની વાણીને દેવ, મનુષ્ય અને તિર્યંચ સર્વે પોત-પોતાની ભાષામાં સમજી જાય છે. આ રીતે અરિહંત ભગવાન બાર ગુણયુક્ત છે. સિદ્ધ ભગવાનના આઠ ગુણ :- આઠ કર્મોનો નાશ થવાથી સિદ્ધ ભગવાનના મુખ્ય આઠ ગુણ પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળદર્શન, વેદનીય કર્મના ક્ષયથી નિરાબાધ આત્મિક સુખ, મોહનીય કર્મના ક્ષયથી સાયકસમકિત, આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ, નામકર્મના ક્ષયથી અમૂર્ત ગુણ, ગોત્રકર્મના ક્ષયથી અગુરુલઘુ ગુણ અને અંતરાયકર્મના ક્ષયથી અનંતશક્તિ પ્રગટ થાય છે.