Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪ ]
શ્રી આવશ્યક સૂત્ર
આત્મગુણો ક્રમશઃ વૃદ્ધિને પામે છે.
નમસ્કાર મહામંત્રના સ્મરણથી જીવમાત્રનું હિત થાય છે, તેની આરાધનાથી શ્રત અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય, મમત્વનો અને વિદ્ગોનો નાશ થાય છે, તેથી તે પ્રથમ મંગલ છે.
સાધક સાધનાના પ્રારંભમાં પંચ પરમેષ્ઠીને પોતાના ઉપાસ્ય રૂપે સ્વીકારીને તેમની ઉપાસના કરે છે, તેને જ લક્ષ્ય બનાવીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે. તેની પ્રાથમિક ભૂમિકામાં સાધક સ્વયં ઉપાસક અને પંચ પરમેષ્ઠી ઉપાસ્ય હોવાથી તે બંને વચ્ચે બૈત ભાવ છે. તે દ્વૈત ભાવમાં કરેલા નમસ્કારદ્વૈત નમસ્કાર કહેવાય છે. ક્રમશઃ સાધકની સાધના પ્રગતિશીલ અને પરિપકવ થાય, નમસ્કારના માધ્યમથી જ તેના અશુભ કર્મોનો નાશ થાય, પોતાના એક-એક આત્મગુણોનું પ્રગટીકરણ થતું જાય, આરીતે આગળ વધતાં સાધક સ્વયં પંચ પરમેષ્ઠીના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે અને સ્વયં પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરે છે, હવે તેના નમસ્કારમાં ઉપાસ્ય-ઉપાસકનો ભેદ રહેતો નથી. તે સ્વયં અદ્વૈતભાવને પ્રાપ્ત કરે છે. અદ્વૈત ભાવે કરેલા નમસ્કાર અદ્વૈત નમસ્કાર કહેવાય છે. આ રીતે દ્વૈત નમસ્કારથી પ્રારંભ થયેલી સાધના અંતે અદ્વૈતભાવને પ્રાપ્ત કરે છે ત્યારે તે શાશ્વત અને શ્રેષ્ઠ સિદ્ધિ રૂપ મંગલ ભાવોને પ્રાપ્ત કરે છે, ત્યાર પછી તે કદાપિ અમંગલ રૂપે પરિણત થતાં નથી. નમસ્કારની પ્રક્રિયાની સર્વોચ્ચતા સ્વીકારીને સામાન્ય જનસમાજથી લઈને વિશિષ્ટ કોટિના સાધકોમાં શુભ કાર્યના પ્રારંભ સમયે નમસ્કાર મંત્રનું સ્મરણ કરવાની પરંપરા જીવંત પણે દૃષ્ટિગોચર થાય છે. મંત્ર-મનના ત્રાયતે ફરિ મંત્ર | મનન-ચિંતન કરવાથી જીવનું રક્ષણ થાય, તે મંત્ર કહેવાય છે. પંચ પરમેષ્ઠીને કરેલા નમસ્કારથી સર્વ પાપનો નાશ થાય છે, નમસ્કારના ઈહલૌકિક અને પારલૌકિક ફળને જોતાં સ્પષ્ટ થાય છે કે નમસ્કાર જીવને સિદ્ધિ પ્રાપ્ત કરાવે અને સિદ્ધિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સદ્ગતિમાં જન્મ-મરણ કરાવે છે. આ રીતે નમસ્કાર મંત્ર દ્વારા જીવનું શાશ્વતકાલ પર્યત રક્ષણ થાય છે.
તે ઉપરાંત નમસ્કાર મંત્ર ગુણ પ્રધાન છે, તેમાં કોઈ પણ ગચ્છ, સંપ્રદાય, દેશ કે વેષના ભેદભાવ વિના ગુણની પ્રધાનતા છે. તેમાં કોઈ વ્યક્તિનું નામ નથી, આ તેની વિશાળતા છે. અરિહંત, સિદ્ધ આદિ પાંચને નમસ્કાર કરવાથી તે તેઅવસ્થાને પ્રાપ્ત થયેલા અનેક આત્માઓને એક સાથે નમસ્કાર થઈ જાય છે. આ રીતે નવકાર મંત્ર સંક્ષિપ્ત હોવા છતાં વિશાળ છે અને તેથી જ તે મહાફળદાયક છે. આ મંત્રની વિશાળતા, ઉદારતા અને ગુણપ્રધાનતાને લક્ષમાં રાખીને તેની ગણના જૈનધર્મના સર્વશ્રેષ્ઠ મંત્ર રૂપે, ચૌદ પૂર્વના સંક્ષિપ્ત સારરૂપે થઈ છે અને લોકો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ મહામંત્રનું સ્મરણ કરે છે.
- આ રીતે નમસ્કાર મહામંત્રના નવપદમાં પ્રથમ પાંચ પદમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર અને અંતિમ ચાર પદમાં તેનું પ્રયોજન તથા ફળનું નિરૂપણ છે. નમસ્કાર સત્રના પ્રચલિત નામો – નમસ્કાર મહામંત્રમાં નવપદ હોવાથી નવકાર મંત્ર, નમસ્કારની પ્રધાનતા હોવાથી નમસ્કાર મંત્ર, નમસ્કાર કરવા યોગ્ય પંચ પરમેષ્ઠી હોવાથી પરમેષ્ઠી મંત્ર અને ચૌદપૂર્વના સાર રૂપ હોવાથી તેમજ જૈન દર્શનમાં તેની અગ્રતા કે પ્રધાનતા હોવાથી મહામંત્ર રૂપે પ્રસિદ્ધ છે. પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ– પંચ પરમેષ્ઠી ગુણવાચક સંજ્ઞાઓ છે, અરિહંત અને સિદ્ધમાં પૂર્ણ જ્ઞાન, દર્શન, વીતરાગતા આદિ આત્માના અનંત ગુણો પ્રગટ હોય છે. આગામોમાં પંચ પરમેષ્ઠીના ચોક્કસ ગુણો કે તેની સંખ્યાનું વર્ણન ઉપલબ્ધ થતું નથી. સમવાયાંગ સૂત્ર–૩૧માં સમવાયમાં અને આવશ્યક સૂત્રના ચોથા શ્રમણ સૂત્રમાં સિદ્ધ ભગવાનના ૩૧ ગુણોનું કથન છે અને ચોથા શ્રમણ સૂત્રમાં સાધુના ૨૭ ગુણોનું વર્ણન