Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ગ્રંથોના પાઠથી મિશ્રિત થયેલું છે, તેથી તેનું પ્રમાણ આવશ્યક સૂત્રથી ઘણું વધી ગયું છે. દરેક આચાર્યોએ છ આવશ્યકના ક્રમને યથાર્થ રૂપે જાળવી રાખીને પ્રતિક્રમણના સૂત્રપાઠોની સંકલના કરી છે. તેમાં પણ વિવિધતા પ્રતીત થાય છે.
આવશ્યક સૂત્રોના મૂળપાઠ “સત્તાગમે'માં પ્રકાશિત છે. તે ઉપરાંત આચાર્ય તુલસી તથા મુનિશ્રી પુણ્યવિજયજી મ.સા. દ્વારા સંપાદિત મૂળપાઠ પ્રકાશિત છે. પૂ. અમરમુનિ મ.સા.એ ભાષ્યગ્રંથોને નજર સમક્ષ રાખીને આવશ્યક સૂત્ર ટીકા તથાવિવેચન લખ્યા છે. પૂ.ઘાસીલાલજી મ.સા.એ વર્તમાનકાલીન પરંપરાને પ્રાધાન્ય આપીને ટીકાની રચના કરી છે. આ રીતે આવશ્યક સૂત્રની પ્રકાશિત પ્રતોમાં એકસૂત્રતા પ્રતીત થતી નથી.
આચાર્ય તુલસીએ અનુયોગદ્વારા સૂત્ર આધારિત આવશ્યક સૂત્રના ઉપોદ્યાત પછી સૂત્રનો પ્રારંભ કર્યો છે. પૂ. પુણ્યવિજયજી મ.સા. આદિ અન્ય આચાર્યોએ ઉપોદઘાતના કથન વિના જ સૂત્રનો પ્રારંભ કર્યો છે. પ્રાયઃ બધી પ્રતોમાં નમસ્કાર મહામંત્રથી શાસ્ત્રનું મંગલાચરણ અને પ્રથમ આવશ્યકમાં “કરેમિ ભંતે' નો પાઠ છે. પૂ. ઘાસીલાલજી મ.સા. પ્રથમ આવશ્યકમાં જ કાઉસગ્નના વિષયભૂત જ્ઞાનાદિના અતિચાર, તથા ટીકામાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રત આદિ પાઠોનું કથન કર્યું છે. બીજા અને ત્રીજા આવશ્યકમાં સર્વ આચાર્યોએ સમાન પાઠ ગ્રહણ કર્યું છે. ચોથા આવશ્યકમાં પ્રાયઃ સર્વ આચાર્યો નિર્યુક્તિના ક્રમને અનુસર્યા છે. પાંચમાં આવશ્યકમાં આચાર્ય તુલસી આદિ બધા આચાર્યો એક સમાન છે. પૂ. ઘાસીલાલજી મ.સા.એ પંચ પરમેષ્ઠીને વંદના રૂપ પાંચ ખામણા, ખામેમિ સવ્વ જીવા, તથા કાયોત્સર્ગ પ્રતિજ્ઞાસ્ત્રનું નિરૂપણ કર્યુ છે. છટ્ટા આવશ્યકમાં પૂ. પુણ્યવિજયજી મ.સા.એ શ્રાવકના પ્રત્યાખ્યાન રૂ૫ સમ્યત્વ સહિત બાર વ્રત તથા સંલેખના પાઠ તથા તેના અતિચારોનું કથન કર્યું છે. ત્યાર પછી દશ પચ્ચકખણાના દશ પાઠનું કથન કર્યું છે આચાર્ય તુલસીએ પ્રત્યાખ્યાન આવશ્યકમાં દશ પચ્ચકખાણના દશ પાઠનું કથન કર્યું છે અને શ્રાવકના વ્રત તથા તેના અતિચારોનું કથન પરિશિષ્ટ રૂપે કર્યું છે.
આ રીતે આચાર્યોના સૂત્રપાઠના સંકલનને જોતાં સ્પષ્ટ થાય છે પાઠના ક્રમમાં વિવિધતા હોવા છતાં સર્વના આશયમાં એકરૂપતા છે.
પ્રસ્તુત સંસ્કરણમાં આચાર્ય તુલસી દ્વારા સંપાદિત મૂળપાઠને આધારભૂત બનાવીને આવશ્યકસૂત્રના પાઠની સંકલના કરી છે. દરેક સૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ તથા વિવેચન, તે ઉપરાંત પ્રત્યેક આવશ્યકની વિધિ, આસન વગેરે સમજાવીને વિષયને સ્પષ્ટ કર્યો છે. આવશ્યકસૂત્રના પાઠના વિવેચન પછી પ્રચલિત ગુજરાતી પરંપરા અનુસાર