Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
9િ )
લોગસ્સ” સૂત્ર છે. ત્રીજા વંદના આવશ્યકમાં ઈચ્છામિ ખમાસમણોનો પાઠ છે. ચોથા પ્રતિક્રમણ આવશ્યકમાં ૧. ચત્તારિ મંગલમ્ ૨. ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ ૩. ઈરિયાવહિય, ૪ થી ૮, પાંચ શ્રમણસુત્ર અને ૯. ખામેમિ સવ્વ જીવા... આ નવ પાઠનો સમાવેશ કર્યો છે. પાંચમા કાયોત્સર્ગ આવશ્યકમાં કાઉસગ્ન પ્રતિજ્ઞા માટે તસ્સ ઉત્તરી નો પાઠ છે. છઠ્ઠા પ્રત્યાખ્યાન આવશ્યકમાં નવકારશી આદિ દશ પચ્ચકખાણના દશ પાઠ છે અને અંતે અંતિમ મંગલરૂપે નમોત્થણનો પાઠ છે. આ રીતે છ આવશ્યકના ૧+૧+૧+૯+૧+૧૦ = ૨૩ પાઠ અને આદિ તથા અંતિમ મંગલના એક-એક પાઠની ગણના કરતા કુલ ૨૫ પાઠ છે અને તેનું પ્રમાણ ૧રપ અનુષ્ટ્રપ શ્લોક પ્રમાણ છે.
આવશ્યક સૂત્રમાં સાધુની પ્રધાનતાએ જ સર્વ પાઠ છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવક-શ્રાવિકાને પણ ઉભયકાલ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. શ્રાવક પ્રતિક્રમણના પાઠોનું સંકલન ભાષ્ય, ટીકા, આદિ વ્યાખ્યાગ્રંથોના આધારે આવશ્યક સૂત્રના પરિશિષ્ટ રૂપે થયું હોય, તેવી સંભાવના છે.
કાલક્રમે અનેક પૂર્વાચાર્યોએ વિવિધ આગમસૂત્રોના તથા અન્ય ગ્રંથોના આધારે પ્રતિક્રમણ સંબંધિત વિવિધ પાઠોની સંકલના કરી છે, તેમજ કેટલાક પાઠની ગદ્ય-પદ્યમાં, હિન્દી, ગુજરાતી કે રાજસ્થાની આદિ લોકભાષામાં રચના કરી છે. અન્ય ગ્રંથ આધારિત સૂત્રપાઠો :ઈચ્છામિ ણં ભતે...- પ્રતિક્રમણ આજ્ઞા તથા પ્રતિજ્ઞા પાઠ-આવશ્યક નિર્યુક્તિ; તિખુતો – ગુવંદન સૂત્ર– રાયપસણીય સૂત્ર; કરેમિ ભંતે – (શ્રાવકોનું) સામાયિક પ્રતિજ્ઞા સૂત્ર– હારિભદ્રીય આવશ્યક વૃત્તિ. દર્શન સમ્યકત્વ, શ્રાવકના વ્રત તથા સંલેખના સૂત્ર–આવશ્યક નિર્યુક્તિ તથા ઉપાસકદશાંગસૂત્ર. અઢાર પાપસ્થાનક – ભગવતીસૂત્ર, શતક-૧ર/પ તથા ઠાણાંગ સૂત્ર, સ્થાન -૧. પચીસ પ્રકારનું મિથ્યાત્વ – ઠાણાંગ સૂત્ર, સ્થાન–પ. ચૌદ પ્રકારના સંમૂર્છાિમ – શ્રી પ્રજ્ઞાપના સૂત્ર. સાધુના પંચ મહાવ્રત – શ્રી દશવૈકાલિક સૂત્ર. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. ખામણા-(વંદના)-પૂર્વાચાર્યોએ પોત-પોતાની લોકભાષામાં રચના કરી છે.
| આ રીતે વર્તમાનનું પ્રતિક્રમણ સૂત્ર મૂળ આવશ્યકસૂત્ર સાથે ઉપરોક્ત આગમ